Daily Horoscope 31 January 2021: શત્રુઓને ધોબીપછાડ આપવા માટે આજે આ મંત્રનો 108 વાર જાપ કરો, ખાસ વાંચો રાશિફળ

આજે કેવો રહેશે તમારો દિવસ તે જાણવા માટે ખાંસ વાંચો રાશિફળ. 

Jan 31, 2021, 07:46 AM IST

Daily Horoscope 31 January 2021: રવિવારે ઉપાસના કરવાથી સૂર્ય દેવતા શત્રુઓથી રક્ષા કરે છે. સૂર્ય દેવતાને પ્રસન્ન કરવા માટે હવનમાં મદારના મૂળિયાનો ઉપયોગ કરો. જ્યોતિષાચાર્ય પંડિત દેવસ્ય મિશ્રાના જણાવ્યાં મુજબ  'ॐ घृणि सूर्याय नमः'  મંત્રનો 108 વાર જાપ કરો. આજે રવિવારે માતા મહાલક્ષ્મીની કૃપા પણ મેળવી શકશો. સવા કિલોગ્રામ ઘઉંનું દાન કરો. આજે કેવો રહેશે તમારો દિવસ તે જાણવા માટે ખાંસ વાંચો રાશિફળ. 

1/12

મેષ

મેષ

મેષ. નિરાશાવાદી વલણથી બચો કારણ કે એ તમારી સંભાવનાઓ ઘટાડશે અને આંતરિક સંતુલન પણ બગાડી નાખશે. આર્થિક લાભની શક્યતા જો કે કેટલાક કામોમાં અડચણો આવી શકે છે. જોબ સ્વિચ કરવાનું મન થશે. પરંતુ સમજી વિચારને નિર્ણય લો. ઉતાવળ કરવાથી કોઈ કામમાં નુકસાન થશે. પૈસા અને સેવિંગ મામલે કોઈ વ્યક્તિની સલાહ લેશો. ભાગ્યાંક-5. 

2/12

વૃષભ

વૃષભ

વૃષભ. શરીરના કોઈ અંગમાં દર્દ થવાની શક્યતા છે. કોઈ પણ એવા કામથી બચો, જેનાથી વધુ શારીરિક મહેનત થતી હોય. પૂરતો આરામ કરો. જે લોકોને  તમે જાણો છે, તેમના દ્વારા તમને આવકના નવા સ્ત્રોત મલશે. બાળકો સંબંધિત સમસ્યાઓના સમાધાન માટે થોડો સમય અલગથી કાઢો. તમારું કમ્યુનિકેશન અને કામ કરવાની ક્ષમતા અસરકારક સાબિત થશે. ભાગ્યાંક-6. 

3/12

મિથુન

મિથુન

મિથુન: ગ્રહોની સ્થિતિ ખાસ છે. અટવાયેલા કામો પૂરા થશે. લવ પાર્ટનરની મદદથી ધનલાભના યોગ છે. ભાવનાત્મક સહયોગ મળશે. ઓફિસમાં કોઈ નવું કામ કે નવી જવાબદારી મળી શકે છે. ભાગ્યા-4.  

4/12

કર્ક

કર્ક

કર્ક: જોબ બદલવાનું કે એકસ્ટ્રા આવકનો વિચાર આવશે. જેમાં ભાગ્યનો સાથ મળી શકે છે. નવી શરૂઆતમાં સફળ થશો. અટવાયેલા પૈસા પાછા મળશે. અચાનક ફાયદો થશે. બિઝનેસમાં નવી ડીલ થઈ શકે છે. આત્મવિશ્વાસ વધશે. ભાગ્યાંક-8. 

5/12

સિંહ

સિંહ

સિંહ. બિઝનેસમાં સાવધ રહેવું પડશે. ઓફિસ કે ધંધામાં જે કામ હાથમાં લેશો તેમાં સફળતાના ચાન્સ ઓછા છે. એકલાપણાથી બચો. આજે મળનારા પૈસા બચાવીને રાખો. બિઝનેસમાં કોઈ અનુભવીની સલાહ લો. ઉતાવળ ન કરો. ભાગ્યાંક-6.

6/12

કન્યા

કન્યા

કન્યા. આવક વધારવા અને  ખર્ચા ઘટાડવા પર પ્લાનિંગ  કરી શકો છો. પ્રેમીઓ માટે સારો દિવસ છે. નોકરીમાં બદલાવ અને પદોન્નતિની સંભાવના છે. આજે કોઈને સલાહ ન આપો. મહત્વપૂર્ણ લોકો સાથે મુલાકાત થઈ શકે છે. ભાગ્યાંક-5. 

7/12

તુલા

તુલા

તુલા. અટવાયેલા કામો પૂરા થઈ શકે છે. નોકરી અને  બિઝનેસમાં સમય પર સહયોગ ન મળવાથી પરેશાની થશે. કામનો વિરોધ થશે. આમ છતાં કઈક નવું કરવાનું વિચારશો. જીવનસાથીની મદદ મળશે. કઈક મોટી યોજના ઘડશો. ભાગ્યાંક-7.   

8/12

વૃશ્ચિક

વૃશ્ચિક

વૃશ્ચિક. બિઝનેસમાં ફાયદાના યોગ છે. નોકરીયાતો માટે સમય ઠીક છે. અટવાયેલા કામો પૂરા થશે. જૂની સમસ્યાઓનો ઉકેલ આવશે. દુશ્મનો પર જીતના યોગ છે. વેપારમાં સમજી વિચારીને નિર્ણય લો. કોઈ મોટો ફાયદો થઈ શકે. ભાગ્યાંક-9. 

9/12

ધનુ

ધનુ

ધનુ. બિઝનેસ કરનારા સાવધાન રહે. કાનૂની મામલે ગૂંચવાઈ શકો છો. ફાલતુ કામોમાં સમય બગડી શકે છે. લવલાઈફમાં ફેરફારના યોગ છે. અવિવાહિતો માટે સારો સમય છે. સ્વાસ્થ્ય મામલે સંભાળીને રહો. ભાગ્યાંક-6. 

10/12

મકર

મકર

મકર. જૂની પરેશાનીઓ ખતમ થશે. અટવાયેલા કામો પૂરા કરવાની કોશિશ કરો. એનર્જી લેવલ વધી શકે છે. આંખ બંધ કરીને કોઈના પર ભરોસો ન કરો. અણબન થઈ શકે છે. વાણી પર નિયંત્રણ રાખો. ભાગ્યાંક-6. 

11/12

કુંભ

કુંભ

કુંભ. કેરિયર માટે સારો દિવસ છે. ધનલાભ થઈ શકે છે. પ્રોપર્ટી મામલે પણ સમય સારો કહી શકાય. મહત્વપૂર્ણ લોકો સાથે મુલાકાત થઈ શકે. ઓફિસ અને બિઝનેસમાં અનુભવી લોકોની સલાહ મળશે. ભાગ્યાંક-4. 

12/12

મીન

મીન

મીન. અચાનક ફાયદાના યોગ છે. પાર્ટનર પણ તમારી મદદ કરશે તો ધનલાભ થશે. જૂના દેવાની પતાવટ થશે. ફાલતુ ખર્ચા પર કંટ્રોલ થઈ શકે છે. આવકના નવા સોર્સ મળવાના યોગ છે. કોઈ પણ વાત સાવધાનીથી કહો. ભાગ્યાંક-1.