J&K: પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર એવું Dal Lake પારો ગગડી જતા થીજી ગયું, જુઓ PHOTOS
જબરદસ્ત ઠંડીના કારણે થીજી ગયેલા ડાલ સરોવરની તસવીરો જોઈને જોજો તમે પણ ન થીજી જતા....
શ્રીનગર: ભારે બરફવર્ષાના પગલે જમ્મુ અને કાશ્મીરમાં તાપમાન એકદમ નીચું જતું રહ્યું છે. પારો ગગડીને ઝીરો ડિગ્રી પર પહોંચી જતા કાશ્મીરનું સુપ્રસિદ્ધ ડાલ સરોવર (Dal Lake) થીજી ગયું. સ્થાનિકોના જણાવ્યાં મુજબ પ્રવાસીઓ માટે આવું બરફાચ્છાદિત ઠંડુગાર વાતાવરણ પ્રવાસીઓ માટે મજા અને થોડી મુશ્કેલીઓ પણ લેતું આવ્યું. સ્થાનિકોએ આ બાજુ ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું કે અમે તો આવા વાતાવરણથી ટેવાયેલા છીએ પરંતુ પ્રવાસીઓ આટલા ઠંડા વાતાવરણ અને ઠંડીથી ટેવાયેલા હોતા નથી. કારણ કે તેઓ ક્યારેક આવતા હોય છે. કાશ્મીરના ડાલ સરોવરની ખ્યાતિ વિશ્વ પ્રસિદ્ધ છે. તે પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર છે અને લાખોની સંખ્યામાં પ્રવાસીઓ તેની મુલાકાત લેતા હોય છે. જબરદસ્ત ઠંડીના કારણે થીજી ગયેલા ડાલ સરોવરની તસવીરો જોઈને જોજો તમે પણ ન થીજી જતા....
Trending Photos