IPLમાં સુપરહિટ છે વોર્નર-બેયરસ્ટોની જોડી, સર્જી રેકોર્ડની હારમાળા

હૈદરાબાદના બંન્ને ઓપનરો આઈપીએલમાં શાનદાર બેટિંગ કરી રહ્યાં છે. આ સાથે બંન્નેએ અનેક રેકોર્ડ પોતાના નામે કરી લીધા છે. 

સનરાઇઝર્સ હૈદરાબાદના ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નર અને જોની બેયરસ્ટો ઈન્ડિયન પ્રીમિયર લીગ 2019માં શાનદાર ફોર્મમાં ચાલી રહ્યાં છે. રવિવારે કોલકત્તા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ રમાયેલા મેચમાં પણ બંન્નેએ દમદાર પ્રદર્શન કર્યું હતું. રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ પર રમાયેલા મુકાબલામાં તેણે 38 બોલ પર 67 રન બનાવ્યા અને પ્રથમ વિકેટ માટે બેયરસ્ટોની સાથે મળીને 131 રનની ભાગીદારી કરી હતી. આ જોડીએ ટીમને શાનદાર વિજય અપાવ્યો હતો. બેયરસ્ટોએ અણનમ 80 રન ફટકાર્યા હતા. 
 

1/4
image

ઓસ્ટ્રેલિયન ટીમના પૂર્વ વાઇસ કેપ્ટન વોર્નર જ્યારથી સનરાઇઝર્સની સાથે જોડાયેલો છે તે ટીમ માટે ઉપયોગી ઈનિંગ રમી રહ્યો છે. વોર્નર 2014માં સનરાઇઝર્સની સાથે આવ્યો અને ત્યારથી દરેક સિઝન (2018ને છોડીને) તેણે દરેક સિઝનમાં 500થી વધુ રન બનાવ્યા છે. વોર્નરે 2014માં 528, 2015માં 562, 2016માં 848, 2017માં 641, 2018માં તે રમ્યો નહીં, 2019માં 517 રન બનાવી ચુક્યો છે. (ફોટો સાભારઃ ટ્વીટર/સનરાઇઝર્સ હૈદરાબાદ)

2/4
image

સનરાઇઝર્સ હૈદરાબાદ માટે વોર્નર અને જોની બેયરસ્ટોની જોડીએ પણ આ સિઝનમાં દમદાર પ્રદર્શન કર્યું છે. આ જોડીએ આ વર્ષે 786 રન જોડ્યા છે. આ આઈપીએલની કોઈપણ સિઝનમાં ઓપનિંગ ભાગીદારી દ્વારા જોડવામાં આવેલા સૌથી વધુ રન છે. આ પહેલા શિખર ધવન અને વોર્નરે 2016માં 731 રન જોડ્યા હતા. તો વોર્નર અને ધવને 2017માં 655 રન જોડ્યા હતા. (ફોટો સાભારઃ ટ્વીટર/સનરાઇઝર્સ હૈદરાબાદ)

3/4
image

બેયરસ્ટો અને વોર્નરે કોલકત્તાના બોલરો વિરુદ્ધ ખુબ હુમલો કર્યો હતો. તેણે પાવરપ્લેમાં 72 રન બનાવી લીધા હતા. આ સિઝનમાં કોઈપણ ટીમનો પાવરપ્લેમાં બનાવવામાં આવેલો સૌથી મોટો સ્કોર છે. આ સાથે હૈદરાબાદ તરફથી બનાવવામાં આવેલો આઈપીએલનો ત્રીજો સૌથી મોટો સ્કોર રહ્યો છે. આ પહેલા 2017માં હૈદરાબાદે કેકેઆર વિરુદ્ધ 79 અને ચેન્નઈ વિરુદ્ધ 2015માં 76 રન બનાવ્યા હતા. (ફોટો સાભારઃ ટ્વીટર/સનરાઇઝર્સ હૈદરાબાદ)

4/4
image

જોની બેયરસ્ટો પ્રથમવાર આઈપીએલમાં રમી રહ્યો છે. અત્યાર સુધી રમાયેલા 9 મેચોમાં તે 445 રન બનાવી ચુક્યો છે. પોતાની પર્દાપણ સિઝનમાં કોઈપણ બેટ્સમેન દ્વારા બનાવવામાં આવેલો સર્વોચ્ચ સ્કોર છે. બેયરસ્ટો પહેલા આ રેકોર્ડ શ્રેયસ અય્યરના નામે હતો. અય્યરે 2015માં 439 રન બનાવ્યા હતા. આ બંન્ને સિવાય પોતાની પર્દાપણ સિઝનમાં અત્યાર સુધી કોઈપણ બેટ્સમેને 400 રન બનાવ્યા નથી. (ફોટો સાભારઃ ટ્વીટર/સનરાઇઝર્સ હૈદરાબાદ)