વિચિત્ર અકસ્માત : 3 વાહનોની ટક્કરથી વચ્ચે આવેલી રીક્ષાનો કુચડો વળ્યો, 4 લોકો વાહનોની આગમાં જીવતા ભૂંજાયા

ડીસા પાલનપુર હાઈવે ફરી એકવાર લોહિયાળ બન્યો છે. ડીસા પાલનપુર નેશનલ હાઈવે પર વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. ચાર વાહનોના એકબીજાના ટકરાવથી ત્રણ વાહનોમાં આગ લાગી હતી. અકસ્માત (accident) બાદ આગ લાગતા રીક્ષામાં બેઠેલા 4 લોકો સળગી જતા મોત નિપજ્યા છે. 

અલ્કેશ રાવ/બનાસકાંઠા :ડીસા પાલનપુર હાઈવે ફરી એકવાર લોહિયાળ બન્યો છે. ડીસા પાલનપુર નેશનલ હાઈવે પર વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. ચાર વાહનોના એકબીજાના ટકરાવથી ત્રણ વાહનોમાં આગ લાગી હતી. અકસ્માત (accident) બાદ આગ લાગતા રીક્ષામાં બેઠેલા 4 લોકો સળગી જતા મોત નિપજ્યા છે. 

1/4
image

ડીસા પાલનપુર નેશનલ હાઈવે પર બે ટ્રેલર, એક ઇકો ગાડી અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બે ટ્રક સામસામે અથડાતાં વચ્ચે આવેલી રિક્ષાનો કુચ્ચો વળી ગયો હતો. અકસ્માત થતાં ત્રણે વાહનોમાં આગ લાગી ગઈ હતી. પરંતુ આ આગ એક રીક્ષા સુધી પહોંચી હતી. 

2/4
image

બે ટ્રકની ટક્કરમાં વચ્ચે આવેલી રીક્ષા કૂચડો વળી ગયો હતો. જેથી તેમાં સવાર ચાર લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. 

3/4
image

અકસ્માતના કારણે હાઇવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો, તો બીજી તરફ વિચિત્ર અકસ્માતને જોવા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ડીસા પોલીસ, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ સહિત વહીવટી તંત્ર ઘટનાસ્થળે ખડકાયુ હતું. પોલીસે ટ્રાફિકને દૂર કરીને હાઈવે ક્લિયર કર્યો હતો. 

4/4
image