'મોબાઈલમાં ખોવાયેલી' યુવતીએ વૃદ્ધ દંપત્તિ પર કાર ચડાવી દીધી, બંનેના મોત, CCTVમાં ઘટના કેદ

28 વર્ષની આ યુવતીએ વૃદ્ધ દંપત્તિ પર કાર ચડાવી દીધી.  

નવી દિલ્હી: 72 વર્ષના ડોક્ટર અને 62 વર્ષના તેમના પત્ની સાંજે લટાર મારવા માટે બહાર નીકળેલા હતા અને ક્યારે મોત આવી ગયું તેની ખબર ન પડી. દિલ્હીના દ્વારકા વિસ્તારની આ હચમચાવી નાખે તેવી  ઘટના છે. કારમાં બેઠેલી યુવતીનું ધ્યાન ફોનમાં હતું એવું કહેવાય છે જો કે પોલીસના જણાવ્યાં મુજબ તપાસ ચાલુ છે. 28 વર્ષની આ યુવતીએ વૃદ્ધ દંપત્તિ પર કાર ચડાવી દીધી.  

1/11
image

પોલીસના જણાવ્યાં મુજબ પીડિતની ઓળખ ડો.શાંતિ સ્વરૂપ અરોડા (72) અને તેમના પત્ની અંજના અરોડા (62) થઈ છે. ડીસીપી (દ્વારકા)ના જણાવ્યા મુજબ આરોપી મહિલા દીપાક્ષી ચૌધરી (28) હતી. 

2/11
image

બનાવની વિગત એવી છે કે દંપત્તિ લટાર મારવા માટે બહાર નીકળ્યું હતું. 

3/11
image

દંપત્તિ ધીમે ધીમે આગળ વધી રહ્યું હતું ત્યાં અચાનક ધીમી ગતિથી આવતી કારે પહેલા તેમને ટક્કર મારી. 

4/11
image

દંપત્તિ રોડના કિનારે ચાલી રહ્યા હતા અને કાર તેમના પર ચડી ગઈ. તેમને કચડી નાખ્યા. 

5/11
image

દંપત્તિને કઈ સમજવાની તક જ ન મળી. ગાડીમાં બેઠેલી યુવતીને આ દંપત્તિ દેખાયું જ નહીં અને દંપત્તિ પર કાર ચડાવી મારી

6/11
image

આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ અને તેમાં જોવા મળ્યું કે  કારમાં બેઠેલી મહિલાનું ફોનમાં ધ્યાન હતું અને કાર દંપત્તિ પર ચડી ગઈ. 

7/11
image

ગાડી દંપત્તિ પર ચડી જતા આસપાસના લોકો ભેગા થઈ ગયા. તેમને બચાવવાની કોશિશ કરવા લાગ્યા. 

8/11
image

આરોપી યુવતી મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરે છે. 

9/11
image

એક વરિષ્ઠ  અધિકારીના જણાવ્યાં મુજબ તે વિચારોમાં ખોવાઈ ગઈ અને આ દુર્ઘટના ઘટી. ઓફિસરના જણાવ્યાં મુજબ તે ફોન પર વાત કરતી હતી કે નહીં તે અંગે હજુ તપાસ ચાલુ છે. 

10/11
image

દંપત્તિ અહીં એકલા રહેતા હતા અને તેમનો પુત્ર અમેરિકામાં રહે છે. માતા પિતાના અકસ્માતે મોત થતા પુત્ર હાલ ભારત આવવા નીકળ્યો છે. 

11/11
image

એવી પણ માહિતી મળી છે કે મૃતક દંપત્તિ અને આરોપી મહિલા એક જ એપાર્ટમેન્ટ કોમ્પલેક્ષમાં રહેતા હતા.