એક્ટ્રેસે ભર્યું જિલ્લા પંચાયતની ચૂંટણીનું ફોર્મ, સુંદરતાની સાથે Hot અદાઓ પર થઈ જશો ફિદા

6 વર્ષ પહેલા ફેમિના મિસ ઈન્ડિયાની ફાઇનલિસ્ટ દિક્ષા સિંહ (Diksha Singh) હવે તેની સુંદરતાનો જાદુ ચલાવ્યા બાદ રાજકારણમાં પ્રવેશ કરી ચૂકી છે. ઉત્તર પ્રદેશમાં યોજાનારી જિલ્લા પંચાયતની ચૂંટણી હવે ગ્લેમરનો તડકો જોવા મળશે. દિક્ષા 2015 માં ફેમિના મિસ ઈન્ડિયાની ફાઇનલિસ્ટ હતી. જણાવી દઈએ કે, હવે દિક્ષાએ ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લામાંથી ઉમેદવારી નોંધાવી છે.

વોર્ડ નંબર 26 માંથી ઉમેદવારી નોંધાવી

1/7
image

મિસ ઈન્ડિયા રનર અપ (Miss India Runner UP) દિક્ષા સિંહએ (Diksha Singh) રવિવારે ઉમેદવારી નોંધાવી છે. તે જૌનપુરના વોર્ડ નંબર 26 (બક્સા વોર્ડ) માંથી ચૂંટણી લડી રહી છે. તેમણે કલેકટર કચેરી સીઆરઓ કોર્ટમાં પોતાનું ફોર્મ રજૂ કર્યું છે. દિક્ષા સિંહે મીડિયા સાથેની વાતચીત દરમિયાન આ માહિતી આપી હતી.

અપક્ષ ઉમેદવાર તરીકે લડશે ચૂંટણી

2/7
image

જૌનપુરમાં 15 એપ્રિલના રોજ મતદાન થવાનું છે અને 4 તબક્કા બાદ 2 મેના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. દિક્ષા સિંહએ (Diksha Singh) પણ પોતાના વોર્ડમાં ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. દિક્ષા અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે.

જૌનપુરની રહેવાસી છે દિક્ષા

3/7
image

દીક્ષાએ (Diksha Singh) કહ્યું, 'હું જૌનપુરના ચિત્તોરી ગામની છું અને ત્રીજા વર્ગ સુધી મેં અહીં અભ્યાસ કર્યો છે. આ પછી, મારા માતાપિતા મુંબઇ અને પછી ગોવા ગયા, તેથી મેં ત્યાંથી મારું આગળનું શિક્ષણ કર્યું.

ઘણી બ્યુટી પેન્જેન્ટમાં લીધો ભાગ

4/7
image

દિક્ષા સિંહએ (Diksha Singh) ગોવાના એમઈએસ. કોલેજ ઓફ આર્ટ્સ એન્ડ કોમર્સ, જુરાઈનગરમાંથી ગ્રેજ્યુએશનનો અભ્યાસ કર્યો હતો. ગ્રેજ્યુએશનના બીજા વર્ષમાં ફેમિના મિસ ઈન્ડિયાની સ્પર્ધામાં દિક્ષાએ ભાગ લીધો હતો. તે આ સ્પર્ધામાં 21 ફાઇનલિસ્ટ્સમાંની એક હતી અને તે રનર અપ બની હતી. તેણે 'મિસ બોડી બ્યૂટીફુલ' ની પેટા-હરીફાઈ પણ જીતી. ત્યારબાદ તેણે મોડેલિંગના અનેક અસાઈનમેન્ટ કર્યા. આ સાથે તે અનેક મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી છે.

આ ગીતોમાં જોવા મળી દિક્ષા

5/7
image

દિક્ષા (Diksha Singh) દર્શન રાવલ અને નેહા કક્કરના ગીત 'તેરી આંખો મેં'માં જોવા મળી હતી. આ સિવાય તે દર્શન રાવલના ગીત 'રબ્બા મહેર કરી' વગેરેના મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી છે. બંને ગીતોએ ખૂબ ધમૂ મચાવી હતી. ઇન્સ્ટાગ્રામ પર દિક્ષાના 2 લાખથી વધુ ફોલોઅર્સ છે. ટૂંક સમયમાં દિક્ષા પણ એક વેબ સિરીઝમાં જોવા મળશે.

રાજકારણમાં હતો ઇન્ટરસ્ટ

6/7
image

દિક્ષાએ (Diksha Singh) મીડિયાને જણાવ્યું કે, 'હું કોલેજના સમયમાં સ્પર્ધાઓ અને રાજકીય ચર્ચાઓમાં ભાગ લેતી હતી અને સમયાંતરે ગામમાં આવતી હતી. ગામમાં આવતા જ અમે જોયું કે જૌનપુર જિલ્લો હજી વિકાસથી ઘણો દૂર છે. તેથી જ હું કેટલાક ફેરફારની વિચારણા સાથે પંચાયતની ચૂંટણીમાં આવી છું.

દિક્ષાની આવનારી વેબ સિરીઝ

7/7
image

તમને જણાવી દઈએ કે, આ બેઠક મહિલાઓ માટે અનામત રાખવામાં આવતાની સાથે જ દિક્ષાએ (Diksha Singh) ચૂંટણી લડવાનું નક્કી કર્યું હતું. ખરેખર, દિક્ષા સિંહના પિતા જીતેન્દ્રસિંહ આ બેઠક પરથી ચૂંટણી લડવાના હતા, પરંતુ પાછળથી આ બેઠક મહિલા અનામત બેઠક બની હતી. બધી તૈયારીને કારણે દિક્ષાએ ચૂંટણી લડવાનું નક્કી કર્યું. તેના પિતા જીતેન્દ્ર સિંહ ગોવા અને રાજસ્થાનમાં વેપાર કરે છે.