સલામ છે આ કલેક્ટરને...કુપોષિત બાળકોને ગરમીથી બેહાલ જોઈ પોતાની ઓફિસના એસી NRCમાં લગાવ્યાં

કલેક્ટર સ્વરોચિષની ઓફિસમાંથી કાઢવામાં આવેલા એસી ઉમરિયા, પાલી, માનપુર અને ચંદિયાના પોષણ પુર્નવાસ કેન્દ્રોમાં લગાવામાં આવ્યાં છે. લોકો કલેક્ટરની આ  પહેલથી ખુબ ખુશ છે અને તેમના વખાણ કરતા થાકતા નથી. 

નવી દિલ્હી: મધ્ય પ્રદેશના ઉમરિયા જિલ્લાના કલેક્ટર સ્વરોચિષ સોમવંશીએ આદિવાસી વિસ્તારોના કુપોષિત બાળકો માટે એક નવી પહેલ કરી છે. જિલ્લા કલેક્ટરે આ કુપોષિત બાળકો માટે પોતાની ઓફિસ અને મીટિંગ હોલના ચાર એસી કઢાવીને કુપોષિત બાળકો માટે પોષણ પુર્નવાસ કેન્દ્રોમાં લગાવી દીધા છે. કલેક્ટર સ્વરોચિષની ઓફિસમાંથી કાઢવામાં આવેલા એસી ઉમરિયા, પાલી, માનપુર અને ચંદિયાના પોષણ પુર્નવાસ કેન્દ્રોમાં લગાવામાં આવ્યાં છે. લોકો કલેક્ટરની આ  પહેલથી ખુબ ખુશ છે અને તેમના વખાણ કરતા થાકતા નથી. 

NRCની સ્થિતિ જોયા બાદ અહીં એસી લગાવવાનો ફેસલો લીધો

1/5
image

કલેક્ટર સ્વરોચિષ સોમવંશીની આ નવી પહેલથી લોકો તેમની સાદગી અને સમાજ પ્રત્યે તેમના સમર્પણના વખાણ કરી રહ્યાં છે. હકીકતમાં કલેક્ટર સ્વરોચિષ સોમવંશી હાલમાં જ જિલ્લાના તમામ પોષણ કેન્દ્રોના નિરીક્ષણ માટે ગયા હતાં. અહીં તેમણે NRC (ન્યૂટ્રિશન રિહેબિલિટિશેન સેન્ટર)ની સ્થિતિ જોયા બાદ ત્યાં એસી લગાવવાના અને સ્વચ્છતા જાળવવા પર વિશેષ ધ્યાન રાખવાનો નિર્ણય લીધો છે. 

જિલ્લા કલેક્ટર એસી વગર રહે છે

2/5
image

જિલ્લા કલેક્ટરે NRCની સ્થિતિ જોયા બાદ એસીના ઓર્ડર આપ્યાં. પરંતુ અન્ય વિભાગોની લેટલતીફી જોઈને તેમણે તાબડતોબ પોતાની ઓફિસના એસી કઢાવીને ત્યાં નખાવી દીધા. ત્યારબાદ હવે તેઓ હાલ તો એસી વગર જ ઓફિસમાં ચલાવી રહ્યાં છે. 

એસી અરેન્જ કરવાની કોશિશ કરી પરંતુ વાર લાગી રહી છે

3/5
image

ઓફિસથી એસી કઢાવીને પોષણ પુર્નવાસ કેન્દ્રોમાં લગાવવા પર કલેક્ટર સ્વરોચિષ સોમવંશીનું કહેવું છે કે આ એક સહજ નિર્ણય હતો. NRC ભવનની અંદર ખુબ ગરમી હતી. ત્યારબાદ અમે એસી અરેન્જ કરવાની કોશિશ કરી પરંતુ તેમાં વાર લાગી રહી હતી. અને અમને લાગ્યું કે એનઆરસીમાં હાજર લોકોને એસીની જરૂર અમારા કરતા વધુ છે કારણ કે ત્યાં બાળકો પણ હતાં. બ્લોકમાં ચાર એનઆરસી છે અને અમે ચારેય જગ્યાએ એસી લગાવી દીધા છે. 

શહડોલ સંભાગમાં 40000થી વધુ કુપોષિત બાળકો

4/5
image

અત્રે જણાવવાનું કે મધ્ય પ્રદેશના સમગ્ર શહડોલ સંભાગમાં 40,000થી વધુ કુપોષિત બાળકો છે. એકલા શહડોલમાં 25000થી વધુ કુપોષિત બાળકો છે. જેના કારણે છાશવારે પુર્નવાસ કેન્દ્રમાં ભારે સંખ્યામાં લોકો પોતાના બાળકોને લઈને આવે છે. આથી જિલ્લા કલેક્ટરે અહીં એસી લગાવવાનો નિર્ણય લીધો.   

મીટિંગ હોલમાંથી પણ એસી કઢાવીને ત્યાં લગાવી દીધા

5/5
image

કલેક્ટર સ્વરોચિષ સોમવંશીએ વધુમાં કહ્યું કે અમારા કરતા બાળકોને એસીની વધુ જરૂર હતી. જે કુપોષણનો દંશ ઝેલી રહ્યાં છે. આથી મેં ચેમ્બર સહિત મીટિંગ હોલના ચારેય એસી કઢાવીને એનઆરસીમાં લગાવડાવી દીધા.