દવા વિના કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવું હોય તો ફોલો કરો આ ડાયટ ચાર્ટ, હાર્ટ એટેકનું જોખમ પણ થશે ઓછું
Healthy Heart: આજની દોડધામવાળી જીવનશૈલીમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને જે લોકો હાઈ બેડ કોલેસ્ટ્રોલની સમસ્યાથી પીડિત છે તેમણે પોતાના આહારનું વિશેષ ધ્યાન રાખવું પડે છે. આજે તમને એવી જ વસ્તુઓ વિશે જણાવીએ જેને તમે ડાયટમાં સામેલ કરશો તો તમારા હૃદયનું સ્વાસ્થ્ય સારું રહેશે.
આખા અનાજ
બાજરી, જુવાર, ઓટ્સ, ક્વિનોઆ અને બ્રાઉન રાઇસ જેવા અનાજમાં ફાયબર વધુ હોય છે. આ ફાયબર બેડ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે. આખા અનાજમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછું હોય છે જે બ્લડ સુગરને પણ કંટ્રોલમાં રાખે છે.
કઠોળ
મગ, ચણા અને વટાણામાં પ્રોટીન, ફાયબર અને ખનિજ સૌથી વધુ હોય છે. તે ચરબી ઓછી કરી અને કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં પણ મદદ કરે છે.
બદામ અને અન્ય નટ્સ
બદામ, અખરોટ, મગફળી, ફ્લેક્સસીડ, ચિયા સીડ્સ હેલ્ધી ફેટ શરીરને પુરું પાડે છે અને શરીરને ઊર્જા આપે છે. તે ગુડ કોલેસ્ટ્રોલના સ્તરને જાળવી રાખી અને બેડ કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
લીલા શાકભાજી
પાલક, મોરિંગાના પાન, સુવાદાણા સહિતના લીલા પાનવાળા શાકભાજી વિટામિન્સ, મિનરલ્સ અને ફાયબરથી ભરપૂર હોય છે. આ શાકભાજી વિટામિન કે જેવા એન્ટી ઓકિસડન્ટો શરીરને પુરા પાડે છે. જે બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરે છે. આ સિવાય કોબી અને બ્રોકોલી જેવા શાકભાજીમાં બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે.
ફળ
બ્લુબેરી, સ્ટ્રોબેરી, રાસબેરી અને દાડમ, દ્રાક્ષ, પીચ અને પ્લમ હૃદય સંબંધિત બીમારીઓ દૂર કરે છે. આ ફળો કોલેસ્ટ્રોલ મેનેજમેન્ટમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
ઓમેગા -3 ફેટી એસિડ
રોજિંદા આહારમાં ઓમેગા 3 ફેટી એસિડનો સમાવેશ કરવાથી ટ્રાઈગ્લિસરાઈડનું સ્તર ઘટાડવામાં મદદ મળે છે. તેના માટે અખરોટ, ચિયા સીડ્સ, કઠોળનું સેવન કરો.
ઓલિવ તેલ
વર્જિન ઓલિવ ઓઈલ એલડીએલ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે. જે હાર્ટની હેલ્ધી માટે જરૂરી છે.
ગ્રીન ટી
ગ્રીન ટીમાં એન્ટી ઓકિસડન્ટ સૌથી વધુ હોય છે અને તે હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોઈ શકે છે. તેનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલ ઘટાડવામાં મદદ મળે છે.
ડાર્ક ચોકલેટ
ડાર્ક ચોકલેટમાં 70 ટકા કોકોનું પ્રમાણ હોટ છે જે હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેના ફ્લેવોનોઈડ્સ હાર્ટ રીસ્ક ઘટાડવામાં મદદ કરે છે.
Trending Photos