Covid-19 Recovery: કોરોનાના સંક્રમણ અને રિકવરી દરમ્યાન ભૂલથી પણ ખાઓ આ ચીજો, નહીં તો થશે ગંભીર નુકસાન

નવી દિલ્લીઃ કોરોના વાયરસની બીજી લહેર ખુબ જ ખતરનાક છે. હાલ દેશભરમાં વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. જોકે, ઘણાં દર્દીઓ થોડું ધ્યાન રાખીને નિષ્ણાતોએ આપેલી સલાહનું પાલન કરે તો જલદી સાજા પણ થઈ જાય છે. પરંતુ જ્યારે કોરોનાની સારવાર ચાલતી હોય કે રિકવરીનું સ્ટોજ હોય તે સમયે પણ કેટલીક વસ્તુઓ ભુલથી પણ ન ખાવી જોઈએ. સંક્રમણથઈ બહાર આવવા માટે શું ખાવું જોઈએ એની ટિપ્સ તો તમને મળી હશે પણ શું ન ખાવું એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. નહીં તો તમારી એક ભૂલ તમને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે.

 

 

કોરોનાથી રિકવરી દરમ્યાન શું ખાવું જોઈએઃ

1/5
image

સિલેબ્રિટી ન્યૂટ્રિશનિસ્ટ રજુતા દિવેકરની માનીએ તો કોરોનાના દર્દીઓ રિકવરી દરમ્યાન વિટામિન ડી, વિટામિન સી અને જિંક થી ભરપૂર ચીજો ખાવી જોઈએ. કારણકે, એનાથી તમારું ઈમ્યુનિટી સિસ્ટમ વધુ મજબૂત થાય છે. અને રિકવરીમાં પણ મદદ મળે છે. આ ઉપરાંત ઘરે બનાવેલું તાજું ખાવાનું ખાવું જોઈએ. દિવસની શરૂઆતમાં પલાળેલાં બદામ અને કિશમિશથી કરવી જોઈએ. ગોળ અને ઘી સાથે રોટલી ખાઓ. ખિચડી ખાઓ અને ખુબ જ પાણી પીવો. ઘરમાં બનેલો શરબત અને છાશ પીઓ.

રિકવરી દરમ્યાન બહારના પેકેડ ફૂડ ન ખાવાઃ

2/5
image

કોરોનાના દર્દીએ રિકવરી પીરિયડ દરમ્યાન બહારથી મળતા પડીકા કે પેકેડ ફૂડ બિલકુલ ન ખાવા જોઈએ. આખા ફૂ઼ડમાં સોડિયમ અને પ્રિજર્વેટિવ્સનું પ્રમાણ વધું હોય છે તેનાથી ઈમ્યૂનિટી ડાઉન થાય છે અને રિકવરીમાં મુશ્કેલી પડે છે.

તીખું અને તળેલું ન ખાવું જોઈએઃ

3/5
image

હેલ્થ એક્સપર્ટની માનીએ તો કોરોનાના દર્દીએ રિકવરી દરમ્યાન તીખી, તળેલી અને મસાલેદાર વસ્તુઓ ન ખાવી જોઈએ. નહીં તો ખાંસીની સમસ્યા વધી શકે છે. લાલ મરચાની જગ્યાએ કાળા મરી અને આદુનો ઉપયોગ કરી શકાય છે.

વધારે તેલવાળી ચીજો ન ખાવીઃ

4/5
image

કોરોનાના દર્દીએ સારવાર દરમ્યાન અને રિકવરી પીરિયડ દરમ્યાન તળેલી ચીજો બિલકુલ ન ખાવી જોઈએ. તેમાં ફેટની માત્રા વધારે હોય છે અને પાચનમાં મુશ્કેલી થાય છે. કોલેસ્ટ્રોલ વધે છે અને ઈન્યૂન સિસ્ટમ પણ ખરાબ થાય છે.

કોલ્ડ ડ્રિંક, સોડા અને સોફ્ટ ડ્રિંક ન પીવોઃ

5/5
image

કોરાના સંક્રમિત વ્યક્તિએ બજારમાં મળતી કોઈપણ પ્રકારની કોલ્ડ ડ્રિંક, સોફ્ટ ડ્રિંક કે સોડા ન પીવી જોઈએ. તમે લીંબૂ પાણી, નારિયલ પાણી, ફ્રૂટ જ્યૂસ વગેરે પી શકો છો. પણ અન્ય કોલ્ડ ડ્રિંક્સ કે સોડા ભારે નુકસાન કારક છે.

(નોંધ- કોઈપણ ઉપાય કરતા પહેલાં નિષ્ણાત કે તબીબની સલાહ લેવી આવશ્યક છે. ZEE 24 કલાક આ જાણકારી માટે જવાબદારીનો દાવો નથી કરતું.)