કોઈ પણ ગેરંટી વગર સરકાર આપે છે લોન, અત્યાર સુધીમાં આટલા લોકોએ લીધો છે લાભ

કોરોના સંકટમાં લોકો મોટા પાયે આ યોજનાનો ફાયદો ઉઠાવી રહ્યા છે. 

નવી દિલ્હી: કોરોના વાયરસના કારણે દેશભરમાં લાગેલા લોકડાઉને રોજ કમાઈને ખાનારા રેકડીવાળા, ફેરિયાઓ, લારીવાળા, લોકોની કમર તોડી નાખી છે. આવા લોકોની મદદ માટે મોદી સરકારે સ્વનિધિ યોજનાની શરૂઆત કરી છે. કોરોના સંકટમાં લોકો મોટા પાયે આ યોજનાનો ફાયદો ઉઠાવી રહ્યા છે. 

પીએમ સ્વનિધિ યોજના

1/7
image

2 જુલાઈના રોજ પીએમ સ્વનિધિ યોજનાની શરૂઆત થઈ હતી. કેન્દ્ર સરકારે આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ આ યોજનાની શરૂઆત કરી છે. જે હેઠળ 50 લાખ લોકોને લોન આપવાનો લક્ષ્યાંક નક્કી કરાયો છે. સૌથી ખાસ વાત એ છે કે આ યોજના હેઠળ કરજ લેવા માટે કોઈ ગેરંટીની જરૂર નથી. 

રેકડીવાળા, ફેરિયાઓ માટે સરકારની ભેટ

2/7
image

સ્વનિધિ યોજના હેઠળ 25 લાખથી વધુ અરજી મળી છે. પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં કહેવાયું છે કે 12 લાખ લોકોની અરજીને મંજૂરી અપાઈ છે. લગભગ 5.35 લાખની લોન વિતરણ કરાઈ ચૂકી છે. 

લાખો લોકોએ કરી અરજી

3/7
image

ઉત્તર પ્રદેશમાં 6 લાખથી વધુ અરજી મળી છે. જેમાંથી 3.27 લાખને મંજૂરી અપાઈ છે. ઉત્તર પ્રદેશમાં સ્વનિધિ યોજના હેઠળ લોન માટે સ્ટેમ્પ ડ્યૂટી માફ કરાઈ છે. 

ગેરંટી વગર મળે છે લોન

4/7
image

અત્રે જણાવવાનું કે પીએમ સ્વનિધિ યોજના હેઠળ સ્ટ્રીટ વેન્ડર્સને  10 હજાર રૂપિયાની લોન મળે છે. લોન માટે કોઈ ગેરંટીની જરૂર પડતી નથી. પીએમ મોદીનું કહેવું છે કે આ યોજનાનો હેતુ માત્ર લોન આપવાનો નથી પરંતુ તેને સ્ટ્રીટ વેન્ડર્સના સમગ્ર વિકાસ અને આર્થિક ઉત્થાનના પરિપ્રેક્ષ્યમાં જોવું જોઈએ. 

તમે પણ શરૂ કરી શકો છો તમારું કામ

5/7
image

આવામાં જો તમે કે તમારા સર્કલમાં કોઈ પૈસાના અભાવે રેકડી કે લારી લગાવી શકતા નથી તો તમે કે તેમને ગેરંટી વગર પીએમ સ્વનિધિ યોજના હેઠળ 10,000 રૂપિયા સુધીની લોન લઈ શકો છો. તમે નજીકની બેંકમાં જઈને આ યોજના હેઠળ 10 હજાર રૂપિયા લોન લઈને કારોબાર શરૂ કરી શકો છો. 

હપ્તામાં ચૂકવી શકો છો લોનની રકમ

6/7
image

કરજ લેનારા લોકોએ એક વર્ષની અંદર માસિક હપ્તામાં આ લોન ચૂકવવાની રહેશે. કરજ સમયસર ચૂકવનારાઓને 7 ટકા વાર્ષિક વ્યાજ સબસિડી પણ અપાવશે. આ સાથે જ 1200 રૂપિયા સુધીની કેશબેકની પણ સુવિધા છે.   

આત્મનિર્ભર ભારતનો સંકલ્પ

7/7
image

નોંધનીય છે કે કોરોનાનો સૌથી વધુ માર રોજેરોજ કમાનારા મજૂરો પર પડ્યો હતો. અનલોકના દોરમાં ઉદ્યોગ ધંધા ફરીથી શરૂ તો થઈ ગયા છે પરંતુ મોટા પાયે અનેક લોકો એવા છે જે રેકડી કે લારી લગાવીને પોતાના પરિવારનો ગુજારો કરે છે. તેમનો કારોબાર હજુ પણ શરૂ શક્યો નથી.