ગોંડલના શ્રી અક્ષર મંદિરે ભગવાનને 108 પ્રકારની કેરીનો ભોગ ધરાવાયો, PHOTOsમાં કરો અન્નકૂટનાં દિવ્ય દર્શન

ઝી બ્યુરો/ગોંડલ: આજે જેઠ સુદ પૂર્ણિમાનાં પવિત્ર દિવસે અહીના પ્રસિદ્ધ શ્રી અક્ષર મંદિર ખાતે ભગવાન સમક્ષ કેરીનો અન્નકૂટ રચવામાં આવ્યો. 

1/10
image

અત્રે ઉલ્લેખનીય છે કે, આ અન્નકૂટમાં ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ તેમજ આફ્રિકાનાં પ્રદેશમાંથી કૂલ ૧૦૮ પ્રકારની કેરી દ્વારા ભગવાનને ભોગ ધરાવવામાં આવ્યો. 

2/10
image

આજે પૂનમ હોય તથા રવિવારનો રજાનો દિવસ તેમજ વેકેશનનો પણ છેલ્લો દિવસ હોવાથી ગોંડલ તેમજ આસપાસનાં ગામડામાંથી અને રાજકોટ, જુનાગઢ, અમદાવાદ, આણંદ, વિદ્યાનગર, વડોદરા, સુરત તેમજ અન્ય શહેરોમાથી ખૂબ જ બહોળી સંખ્યામાં ભકતો પૂનમ ભરવા તથા આમ્ર અન્નકૂટનાં દર્શન કરવા અત્રે અક્ષર મંદિર ખાતે પધાર્યા હતા. 

3/10
image

જેને લઈને મંદિરમાં ભગવાનનાં દર્શન માટે ભક્તોની લાઇન લાગી હતી. આ અન્નકૂટમાં કેરીની વિવિધ જાતો જેવી કે, ચોરસા, ખાંભડાવાળો, દેશી બફાણિયો, મલ્લિકા, બદામ, આમ્રપાલી, તોતાપુરી, મદ્રાસી, પછાતીયો, બારમાસી, વનરાજ, નીલ ફાલસો, સલગત, પાયરી, જમ્બો કેસર, સબજા, દશેરી, દૂધ પેંડા, વલસાડી કેસર, હાફૂસ વગેરે જેવી ૧૦૮ પ્રકારની કેરીનો સમાવેશ થાય છે.

4/10
image

5/10
image

6/10
image

7/10
image

8/10
image

9/10
image

10/10
image