ગુજરાતનો પ્રથમ કિસ્સો : ચીની યુવતીએ કચ્છમાં લીધી કોરોના વેક્સીન 

ભારતીય વેક્સીનને દુનિયાભરમાં ડંકો વગાડ્યો છે. અન્ય દેશોમાં પણ ભારતીય વેક્સીનને માન્યતા મળી છે અને તેની ડિમાન્ડ વધી છે. આવામાં અંજારના મેઘપર બોરીચી સીએચસી ખાતે ચાઈનાથી કચ્છમાં આવેલી યુવતીએ કોરોના વેકશીનની પ્રથમ રસી લીધી હતી. તેણે પોતે જ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી રસી લેવા સીએચસી સેન્ટર પહોંચી હતી.

નિધિરેશ રાવલ/કચ્છ :ભારતીય વેક્સીનને દુનિયાભરમાં ડંકો વગાડ્યો છે. અન્ય દેશોમાં પણ ભારતીય વેક્સીનને માન્યતા મળી છે અને તેની ડિમાન્ડ વધી છે. આવામાં અંજારના મેઘપર બોરીચી સીએચસી ખાતે ચાઈનાથી કચ્છમાં આવેલી યુવતીએ કોરોના વેકશીનની પ્રથમ રસી લીધી હતી. તેણે પોતે જ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી રસી લેવા સીએચસી સેન્ટર પહોંચી હતી.

1/2
image

36 વર્ષીય રાઉન યાનલી નામની ચીનની યુવતી હાલ કચ્છમાં ફરવા આવી છે. તે રિપબ્લિક ઓફ ચાઈનાની હેનાન પ્રાંતની વતની છે. ત્યારે આ ચાઈનીઝ યુવતીએ પોતાની રીતે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી ભારતીય વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો છે. 

2/2
image