Ambalal Patel: રાજ્યમાં હવામાનમાં મોટો પલટો જોવા મળી રહ્યો છે. અમદાવાદ અને ગાંધીનગરમાં ઝરમર વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં અતિભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત વાવ-થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ અને દાહોદમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતાને કારણે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં બે દિવસ ભારે વરસાદની હવામાનની આગાહી કરવામાં આવી છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડશે. એક સાથે 4 સિસ્ટમ સક્રિયા થતાં વરસાદ પડશે. 13 અને 14 ઓગસ્ટે બંગાળના ઉપસાગરમા લો પ્રેશર બનશે. જેની અસર પૂર્વ ભારતના ભાગોમાં દેખાઈ શકે. 17, 18 અને 19 ઓગસ્ટે ફરી રાજ્યના વાતાવરણમાં પલટો આવશે. કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે.
Gujarat Monsoon 2026: રાજ્યમાં વરસાદને લઈને મહત્વના સમાચાર. અમદાવાદમાં આર્મીની ટિમો ઉતારાશે. અમદાવાદમાં પાણી નિકાલ માટે આર્મીની મદદ લેવાશે. અમદાવાદમાં 6 આર્મીની ટીમો મેદાને ઉતારાશે. આર્મીની ત્રણ કોલમ અમદાવાદ શહેર માટે કામે લાગશે. અમદાવાદ જિલ્લામાં પણ ત્રણ આર્મીની કોલમ મેદાને ઉતરશે. ઓરિસ્સાથી લવાયેલા 2 NDRF ની ટિમોને પણ અમદાવાદમાં ડિપ્લોઇડ કરાઈ. બે બોટ અને લાઇફ જેકેટ સાથે 50થી વધુ આર્મીના જવાનો લોકોને બચાવવા નીકળ્યા.
ગુજરાતમાં ચોમાસાની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે ત્યારે રાજ્યમાં વરસાદના આગમનને લઈને હવામાન નિષ્ણાતોએ મહત્વના સંકેતો આપ્યા છે. હાલ મહારાષ્ટ્રમાં થઈ રહેલા ભારે વરસાદની પ્રી-મોન્સૂન અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ કેવો રહેશે તે અંગે જાણીતા વેધર એક્સપર્ટ ચિરાગ શાહ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પોતાની આગાહી રજૂ કરી છે.
Gujarat Monsoon 2026: અંબાલાલ પટેલની આગાહી મુજબ જૂન મહિનાના અંત સુધીમાં ગુજરાતમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટીથી લઈને ભારે વરસાદી આફત આવી શકે છે.અલ નિનોની આ ઘાતક સ્થિતિને કારણે મધ્ય ભારત, મહારાષ્ટ્ર અને ગુજરાતના કેટલાક ભાગો વધુ પ્રભાવિત થશે, જેના લીધે ચોમાસાના અંતમાં વરસાદની ખેંચ અથવા અનિયમિતતા જોવા મળી શકે છેય ગુજરાતના ખેડૂતો અને નાગરિકો માટે આગામી 20 થી 30 જૂનનો સમયગાળો હવામાનની દૃષ્ટિએ ખૂબ જ મહત્વનો સાબિત થશે.
Ambalal Patel forecast: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી. આગામી 12 કલાકમાં મધ્ય ગુજરાતના કેટલાક ભાગો અને અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ હવામાન પલટાયા ક મોસમી વરસાદની આગાહી. 31 તારીખ માં ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા. જેમાં બનાસકાંઠાના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા, બંગાળ સાગર વાવાઝોડાની અસર અને અરબી સમુદ્રનું હળવું દબાણ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પ્રભાવિત કરશે.
Shakti Cyclone: અરબ સાગરમાં સર્જાયેલું 'શક્તિ' વાવાઝોડું હવે તીવ્ર બની ગયું છે, પરંતુ ગુજરાત માટે રાહતના સમાચાર છે. હવામાન વિભાગ અને નિષ્ણાતોની આગાહી મુજબ આ વાવાઝોડું 6 ઓક્ટોબરના રોજ ગુજરાત તરફ આવતા પહેલા યુ-ટર્ન લેશે અને ગુજરાતની નજીક પહોંચતા જ તે નબળું પડી જવાની સંભાવના છે. જોકે, આ દરમિયાન 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પણ પડી શકે છે.
Gujarat Weather Forecast: હાલ ગુજરાતમાં વરસાદ લાવે તેવી કોઈ સિસ્ટમ સર્જાયેલી નથી. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, હાલ દક્ષિણ પશ્ચિમ દક્ષિણના પવનો ફૂંકાઈ રહ્યા છે. ત્યારે આગામી સાત દિવસ એટલે 13મી ઓગસ્ટ સુધીમાં ગુજરાતમાં ક્યાંય ભારે વરસાદની કોઈ આગાહી નથી.
Surat Heavy Rains:સુરતમાં મોડી રાતથી સાર્વત્રિક વરસાદ,ઉધના-લિંબાયત રેલવે ગરનાળામાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
Ambalal Patel Monsoon Prediction: દેશનાં કેટલાક વિસ્તારોમાં મોસમ ઝડપથી કરવટ બદલી રહી છે. પૂર્વોત્તર ભારતમાં આગામી સાત દિવસ સુધી હળવાથી ભારે વરસાદની સંભાવના છે. કાશ્મીરથી કેરળ સુધી વરસાદ માટે એલર્ટ જાહેર કરવામાં આવેલ છે. પંજાબ અને તેની આસપાસનાં વિસ્તારોમાં ચક્રવાતી હવાનું દબાણ સર્જાયું છે.
Gujarat Monsoon 2025 Latest Update: આગામી દિવસોમાં દેશમાં હવામાન ખુશનુમા રહેશે અને લોકોને ગરમીથી રાહત મળશે. એક નહીં પણ બે પશ્ચિમી વિક્ષેપ સક્રિય છે, જેના કારણે ભારે વરસાદ પડશે. આ અંગે IMD એ ચેતવણી જારી કરી છે.
GujaratMonsoon Prediction: હવામાન વિભાગે આગામી 7 દિવસને લઈને આગાહી કરી છે. જેમાં રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. આખા રાજ્યમાં આજે વરસાદનું યેલો અલર્ટ આપવામાં આવ્યું છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા અને વરસાદી ટ્રફ લાઈન પસાર થતા વરસાદની આગાહી છે.
Gujarat Monsoon 2025: ઉત્તર ગુજરાતમાં મધ્યરાત્રીએ ધમાકેદાર વરસાદ. પાલનપુર, અંબાજી હાઈવે પર ફરી વળ્યા પાણી.. તો મહેસાણાના ઊંઝા અને કડી અંડરપાસ બંધ. પાટણના ગરનાળામાં પણ ભરાયા પાણી. તો અમદાવાદમાં સામાન્ય વરસાદે જ ખોલી તંત્રની પોલ. મોડીરાત્રે વરસાદથી રખિયાલ, કાંકરિયા, અજીત મિલ સહિતના વિસ્તારોમાં ભરાયા પાણી. લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો.
Ambalal Patel Rain Forecast: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી ગુજરાતમાં આગામી બે દિવસ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. જો આજની વાત કરીએ તો આજે અમરેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. આ સિવાય ભાવનગર, વલસાડ, નવસારી, ડાંગ, સુરત, નર્મદા અને તાપીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
Amabalal Prediction of Rain: ગુજરાતમાં આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. ગુજરાતના કયા જિલ્લામાં IMD એ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે અને કયા જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. IMD એ 30 મે સુધી રાજ્યમાં ભારે વરસાદ અંગે ચેતવણી જાહેર કરી છે.
Gujarat storm forecast:દ્વારકાના અરબી સમુદ્રમાં ભારે કરંટ જોવા મળ્યો છે, ગોમતી નદીમાં 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા છે, ઊંચા મોજા સાથે દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે અને ગોમતી ઘાટ પર સહેલાણીઓનો જમાવડો જોવા મળ્યો છે, દ્વારકા નપાના ફાયર જવાન અને સિક્યુરિટી ગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે અને સુરક્ષાને લઈ ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.
Gujarat Weather Forecast: ગુજરાતમાં ચોમાસામા ભણકારા વાગી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગે આગામી ત્રણ કલાક વરસાદને લઈ આગાહી કરી છે. હવામાન વિભાગે નાવકાસ્ટ બુલેટીન જાહેર કર્યું છે. સવારે 10 વાગે સુધી દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના કારણે દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદ પડી શકે છે.
IMD Prediction Monsoon: ભારતીય હવામાન વિભાગ (IMD) એ આ વર્ષે જૂનથી સપ્ટેમ્બર સુધીના ચોમાસાની આગાહીમાં ફેરફાર કર્યો છે. આ સમયગાળા દરમિયાન સામાન્ય કરતાં 106 ટકા વધુ વરસાદ પડવાની ધારણા છે, જે અગાઉના 105 ટકાના અંદાજ કરતાં એક ટકા વધુ છે. હવામાન વિભાગનું માનીએ તો આ વખતે સમગ્ર દેશમાં સારો વરસાદ એટલે કે સામાન્ય કરતાં વધુ વરસાદ પડશે. આ સાથે, હવામાન વિભાગે કૃષિ માટે પણ સારા સમાચાર આપ્યા છે.
Gujarat weather update: ગુજરાતમાં આગામી 24 કલાક ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. મધ્યપ્રદેશ પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. આ ઉપરાંત અન્ય ત્રણ સિસ્ટમો સક્રિય થતાં દક્ષિણ ગુજરાત સહિત દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે.
Gujarat Weather Update: ગુજરાતના ઘણા જિલ્લાઓમાં હવામાનમાં પલટો આવ્યો છે. અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે પવન સાથે નાના વાવાઝોડાનો અનુભવ થયો હતો. હવામાન વિભાગે 30 મે સુધી રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે.
Gujarat Weather 2025: આગામી ત્રણ કલાક ગુજરાતના અનેક જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે. એટલું જ નહીં, ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની પણ આગાહી કરાઈ છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ આજે ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરાઈ છે.
GujaratMonsoon 2025 Alert : કેરળ અને મહારાષ્ટ્ર પછી હવે ચોમાસું ક્યાં સક્રિય થશે? હવામાન વિભાગે આ અંગે ચેતવણી જાહેર કરી છે. દિલ્હી-બિહાર સહિત આ રાજ્યોમાં વાવાઝોડા અને ભારે પવન સાથે વરસાદ પડશે.
Gujarat Weather Update: દક્ષિણ પશ્ચિમ ચોમાસુ 2025 કેરળમાં 8 દિવસ વહેલું આવી ગયું. હવે ચોમાસુ અન્ય રાજ્યો તરફ આગળ વધી રહ્યું છે. દિલ્હી એનસીઆર સહિત ઘણા રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ પડશે, જેના કારણે લોકોને ભીષણ ગરમીથી રાહત મળવાની અપેક્ષા છે. ચાલો જાણીએ કે ભારતીય હવામાન વિભાગ (IMD) એ શું ચેતવણી જાહેર કરી છે.