Weather Forecast: 45 કિમીની ઝડપથી સવાર સવારમાં ત્રાટક્યું ચક્રવાત, ગુજરાતમાં કયા વિસ્તારોમાં છે વરસાદની આગાહી? શું કહે છે અંબાલાલ તે પણ જાણો

રાજ્ય હવામાન ખાતાએ આગામી 6 દિવસ માટે આગાહી કરી છે. રાજ્યમાં જો કે હવે ધીરે ધીરે વરસાદનું જોર ઘટી રહ્યું છે. પરંતુ બંગાળની ખાડીમાં બનેલું હળવા દબાણનું ક્ષેત્ર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ ગયું અને વાવાઝોડું 17 ઓક્ટોબરની સવારે પુડુચેરી અને નેલ્લોર વચ્ચેના દરિયાકાંઠે અથડાયું. જાણો ક્યાં ક્યાં તેની અસર જોવા મળી રહી છે. આગામી કેટલાક દિવસોમાં રાજ્યમાં ક્યાં વરસાદ પડી શકે છે અને રાજ્ય હવામાન અંગે આગાહીકાર અંબાલાલ પટેલ શું કહે છે તે પણ ખાસ જાણો. 

રાજ્યમાં આ વિસ્તારોમાં વરસાદની આગાહી

1/7
image

કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં થન્ડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજકોટ, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, કચ્છ, પંચમહાલ, દાહોદમાં સામાન્ય વરસાદ. વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલીમાં સામાન્ય થી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. છેલ્લા 24 કલાકમાં 30થી વધુ તાલુકાઓમાં પડ્યો વરસાદ. 

બંગાળની ખાડીમાં બન્યું તોફાન

2/7
image

દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં ડિપ્રેશન એક ચક્રવાતી વાવાઝોડામાં પરિણમ્યું છે અને વાવાઝોડું 17 ઓક્ટોબરની સવારે પુડુચેરી અને નેલ્લોર વચ્ચેના દરિયાકાંઠે અથડાયું. 45 કિમીની ઝડપથી સવાર સવારમાં આ તોફાન ત્રાટક્યું છે. 50 થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. કેરળ, આંધ્ર પ્રદેશ અને તમિલનાડુમાં છેલ્લા 3 દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે હાલાત ખરાબ છે. હવામાન વિબાગે આજે અને આગામી 3 દિવસ સુધી આ ત્રણ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના જતાવી છે. 

આ વિસ્તારોમાં તોફાનની અસર

3/7
image

હવામાન ખાતાના જણાવ્યાં મુજબ ચક્રવાતી તોફાનની અસર કેરળ, આંધ્ર પ્રદેશ અને તમિલનાડુ ઉપરાંત મહારાષ્ટ્ર, ગુજરાત અને પશ્ચિમ બંગાળમાં પણ જોવા મળી શકે છે. આજે અને આગામી 2 દિવસ મુંબઈ અને મહારાષ્ટ્રમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે. બેંગ્લુરુ, હૈદરાબાદ, રાયલસીમા,  કોલકાતા, અને ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. 

ગુજરાત પર અસર?

4/7
image

પૂર્વોત્તર મોનસૂન અને બંગાળની ખાડીમાં હવામાનની હલચલના કારણે કેરળ કર્ણાટક તેંલગણા, આંધ્ર પ્રદેશ, કોંકણ, મહારાષ્ટ્ર, અને ગુજરાતના દક્ષિણી ભાગોમાં મૂસળધાર વરસાદની સંભાવના જતાવવામાં આવી છે. હવામાન વિભાગે આ વિસ્તારો માટે યલ્લો એલર્ટ જાહેર કરેલું છે. હવામાન વિભાગે જણાવ્યું કે આ ઉપરાંત આજુબાજુના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.   

અંબાલાલની આગાહી

5/7
image

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી મુજબ આગામી 17 થી 24 ઓક્ટોબર માવઠા પડશે. 22 ઓક્ટોબર પછી દક્ષિણ ગુજરાત તથા દક્ષિણ સૌરાષ્ટ્રમાં માવઠા થશે. 18 ઓક્ટોબર થી 20 નવેમ્બર અરબી સમુદ્રમાં ડિપ ડિપ્રેશન બનશે જે સાનુકુળ સ્થિતિ સર્જાશે તો ચક્રવાત બની શકે છે. અણધાર્યો વરસાદ રાજ્યમાં વિવિધ વિસ્તારમાં થશે. આજથી અરબી સમુદ્રના વિસ્તારોમાં પવન નું જોર વધશે. 22 થી 24 ઓક્ટોબર બંગાળના ઉપસાગરમાં ભારે વાવાઝોડું ફૂંકાશે. ઉત્તરીય પર્વતિય વિસ્તારોમાં પશ્ચિમી વિક્ષેપ આવશે જેના કારણે બરફ પડશે અને ઠંડી વધશે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, પંચમહાલ તથા ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે. બપોર પછી વરસાદ ગાજવીજ સાથે આવી શકે. કચ્છના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડી શકે.   

વધુ એક ચક્રવાતની શક્યતા?

6/7
image

29-30 ઓક્ટોબર ના સમયે પશ્ચિમી વિક્ષેપ આવશે. દિવાળી ના તહેવારો માં વાદળછાયું વાતાવરણ રહી શકે. 1 થી 7 નવેમ્બર વાતાવરણ વાદળછાયું રહેશે. બંગાળ ના ઉપસાગર માં વાવાઝોડાની અસર ના કારણે ગુજરાત માં કમોસમી વરસાદ આવી શકે. 18 થી 20 ઓક્ટોબર દરમિયાન બંગાળમાં વાવાઝોડું બનશે

7/7
image

વરસાદની આગાહીથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે કેમ કે પહેલા અતિવૃષ્ટિ અને હવે માવઠાની આગાહીથી પણ ચિંતા વધી છે. છેલ્લા બે દિવસથી ગુજરાતના વિવિધ જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. સામાન્યથી મધ્યમ વરસાદની સાથે થન્ડર સ્ટોમ એક્ટિવિટી પણ થશે એવી આગાહી છે.