gir somnath

Amreli નો આ દોડવીર યુવક સોમનાથથી પહોંચશે અયોધ્યા, 21 દિવસમાં કાપશે 1800 કિ.મીનું અંતર

સોમનાથથી (Somnath Temple) અયોધ્યા રામ મંદિર સુધીની દોડનો ઘનશ્યામ સુદાણી (Ghanshyam Sudani) શુભારંભ કર્યો છે. 21 દિવસમાં 1800 કિ.મી અંતર કાપી અયોધ્યા (Ayodhya Ram Mandir) પહોંચશે

Mar 30, 2021, 12:14 PM IST

ગીર સોમનાથમાં પકડાઇ વિશાળ કાય માછળી, ઉચકવા માટે ક્રેન જોવા માટે સેંકડો લોક એકત્ર થયા

જિલ્લાના ઉનાના નવાબંદર ગામે એક ફિશીંગ બોટમાં કારજ નામની મહાકાય માછલી ઝડપાઇ હતી. આ માછલી આશરે 400 કીલોથી વધારે વજનની હોવાનો માછીમારો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. ગીર સોમનાથ જિલ્લામાં ઉના તાલુકાના નવાબંદર ગામે માછીમારી કરી બોટ નવાબંદર તરફ આવી રહી હતી. ત્યારે અચાનક જ કારજ નામની મહાકાય માછલી પકડાઇ હતી. આ અંગે નવાબંદરના સરપંચ અને માછીમાર આગેવાન સોમવારે મજેઠીયાના અનુસાર પકડાયેલી વિશાળકાય માછલી આશરે 400-500 કિલો વજનની અને 10 ફુટથી વધારે લંબાઇ ધરાવે છે. 

Mar 28, 2021, 06:50 PM IST
Farmers dissatisfied with purchase of chickpeas at support prices in Gir Somnath PT2M9S

Gir Somnath માં ટેકાના ભાવે ચણાની ખરીદીમાં ખેડૂતોમાં અસંતોષ

Farmers dissatisfied with purchase of chickpeas at support prices in Gir Somnath

Mar 10, 2021, 04:20 PM IST

Gir Somnath: ગીર ગઢડામાં એવા લગ્ન સમારંભનું આયોજન કે આખા વિશ્વ મીડિયાનું ધ્યાન ખેંચ્યું

તાલુકાના ફાટસર ગામે એક એવા લગ્ન યોજાયા જેણે આખા વિશ્વની મીડિયા કંપનીઓની નજર ખેંચી હતી. જેમાં દુલ્હનની ઉંચાઇ માત્ર દોઢ ફૂટ અને દુલ્હો માત્ર 2 જ ફૂટનો હતો. અમરેલીના ટીંબી ગામમાં પાનનો ગલ્લો મુસ્લિમ પરંપરા સાથે કરવામાં આવ્યા હતા. આ અનોખા નિકાહના ફોટા હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યા છે. અમરેલી જિલ્લામાં જાફરાબાદ તાલુકાના ટીંબી ગામના રફીક મન્સુરી વ્યવસાયે પાનનો ગલ્લો ધરાવે છે. તેઓની ઉંમર 32 વર્ષની છે. તેઓની હાઇટ ડોઢ જ ફુટની છે. તેઓ શારીરિક રીતે તંદુરસ્ત છે પરંતુ માત્ર હાઇટના કારણે જ લગ્ન નહોતા થઇ રહ્યા. 

Mar 6, 2021, 08:13 PM IST
Gir Somnath: 13th Graduation Ceremony, Governor Acharya Devvrat will be present PT2M2S

અહો વૈચિત્રમ ! કોડીનારમાં પોતાની પત્ની ભાગી જતા યુવક માસીને ભગાડી લાવ્યો

 ડોળાસામાં એક ખુબ જ વિચિત્ર બનાવ સામે આવ્યો છે. કોડીનારમાં ડોળાસામાં ભાણીયો પોતાના માસીને લઇને ફરાર થઇ ગયો હતો. ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર જેન્તીભાઇ (ઉ.વ 40) નામના એક વ્યક્તિ હેર સલુનની દુકાન ચલાવે છે. તેઓના લગ્ન 18 વર્ષ પહેલા ડેડાણની રીટા નામની મહિલા સાથે થયા હતા. તેમને સંતાનમાં બે પુત્રો એક કાર્તિક ઉ.વ 16 અને અમિત ઉ.વ 12 છે. જેન્તીભાઇ વર્ષોથી ડોળીયાસામાં હેરસલુનની દુકાન ચલાવે છે. તેઓ ખુબ જ સીધા અને સરળ માણસ છે. જો કે તેમના પત્ની રીટા ખુબ શોખીન પ્રકારની મહિલા હતા. 

Feb 28, 2021, 08:05 PM IST

Gir Somnath: છેલ્લા 74 વર્ષથી આજ સુધી આ બુથ પર હંમેશા થયું છે 100% મતદાન

ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢતા તાલુકામાં એક મતદાન મથક એવું આવેલું છે કે જ્યાં દેશ આઝાદ થયો ત્યારથી આજ સુધી 100 ટકા મતદાન થયું છે. કોઇ પણ ચૂંટણી હોય આ બુથ પર હંમેશા 100 ટકા મતદાન નોંધાયું છે. તેવામાં આજે પણ આ મતદાન મથક પર મતદાન ચાલુ થયાના એક જ કલાકમાં 100 ટકા મતદાન થઇ ગયું હતું. એક તરફ જ્યારે મતદાન માટે અપીલ કરવામાં આવી રહી છે ત્યારે સમગ્ર ગુજરાત માટે આ મતદાન મથક એક આદર્શ કહી શકાય.

Feb 28, 2021, 05:04 PM IST

ગીર સોમનાથ: રામ મંદિર નિધિ એકત્ર કરવા ગયેલા RSS ના કાર્યકર્તાઓ પર હિચકારો હૂમલો, ગામમાં પોલીસનો ખડકલો

છાછર ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું. ગત રાત્રે ચોક્કસ કોમનાં ટોળા દ્વારા આરએસએસના 5 જેટલા કાર્યકરો પર હુમલો થતા છાછરમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. રામ મંદિર નિર્માણ નિધિ એકત્ર કરવા ગયેલા આરએસએસનાં કાર્યકરો પર હુમલાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. ગીર સોમનાથ જિલ્લાનાં કોડીનાર તાલુકાનાં છાછર ગામમાં ગત રાત્રે આર એસ એસના 5 જેટલા કાર્યકરો પર એક ચોક્ક્સ કોમનું ટોળું તૂટી પડ્યું હતું. પથ્થરથી હુમલો કરતા તમામને નાના મોટી અને ગંભીર ઈજાઓ થતા પ્રથમ કોડીનારની રા.ના.વાળા હોસ્પિટલે અને ત્યારબાદ વધુ સારવાર અર્થે જૂનાગઢ હોસ્પિટલ ખસેડાયા છે. આર એસ એસના કાર્યકર્તા જીગ્નેશ પરમારનાં કહેવા મુજબ તેઓ છાછર ગામે રામ મંદિર નિર્માણ નિધિ એકત્રીકરણ સંદર્ભે છાછર ગામ ગયા હતા. ત્યાં એક હિન્દૂ પરિવારમાં અવસાન થયું હોય ત્યાં ઉત્તરક્રિયામાં ભાગ લઈ પરિવારજનોને સધિયારો આપતા હતા, ત્યારે તેમના પર અચાનક હુમલો કરી દેવામાં આવ્યો હતો. લગભગ 2 થી 3 કલાક સુધી ટોળું આતંક માચાવતું રહ્યું અને સંઘનાં ઘાયલ કાર્યકરો એક ઘરમાં પુરાય રહ્યા હતા. આખરે કલાકો બાદ કોડીનાર પોલીસ પહોંચી અને તમામને બહાર કાઢયા હતા. 

Feb 21, 2021, 08:08 PM IST

Gir Somnath: અભણ મહિલાએ પુત્રને મેસેજ કરી કહ્યું પાંચ જણાથી મને બચાવો, સવારે લાશ મળી આવી!

બોડવા ગામે ગ્રામ પંચાયતના મહિલા સદસ્યની તિક્ષણ હથિયાર મારી ઘાતકી હત્યાનો ચકચારી બનાવ બન્યો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક તપાસમાં પ્રેમ પ્રકરણ અને પૈસાની લેતી દેતીથી હત્યા થઇ હોવાનું સામે આવ્યું છે. આ અંગે ગુનો નોંધીને પોલીસ દ્વારા વધારે તપાસ આદરવામાં આવી છે. 

Feb 5, 2021, 04:44 PM IST

ગીર સોમનાથ ખાંભાની ગૌચર જમીનમાં ફાંસલા મુકનારા 48 લોકોની ધરપકડ

ખાંભા ગામની ગૌચરની જમીનમાં વન્ય પ્રાણી ના શિકાર અર્થે મુકેલ ફાસલામાં સિંહ બાળનો પગ ફસાયાની ઘટના સામે આવતા વન વિભાગ સફાળું જાગ્યું હતું. ગુજરાતના વન્ય વિસ્તારોમાં હાઈ એલર્ટ જારી કરી કુલ 38 લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા. જૂનાગઢ મુખ્ય વન સરંક્ષક ડૉ.કે.રમેશે વન્ય પ્રાણીના શિકાર કરતી ગેંગ સક્રીય થઇ હોવાના મુદ્દે પ્રેસ કોનફરન્સ યોજી હતી. જેમાં ખાંભા ગામે સિંહ બાળ ફાસલામાં ફસાવાના મામલે જણાવ્યું હતું કે, બે ફાસલા મુકવામાં આવ્યા હતા. જેમાં એકમાં સિંહ બાળ અને બીજા ફાસલામાં શીયાળ ફસાયું હતું. બંનેને વેટરનરી ડોક્ટર દ્વારા સહી સલામત બહાર કાઢીને સારવાર બાદ ફરી જંગલમાં છોડી મુકવામાં આવ્યા હતા. 

Feb 4, 2021, 10:04 PM IST

તલાલામાં ભૂકંપના આંચકા સાથે સંભળાયો ભેદી ધડાકો, લોકો ગભરાયા

સૌરાષ્ટ્ર કચ્છમાં ભૂકંપના આંચકા આવવા સામાન્ય વાત છે. હવે ભૂકંપના આંચકા (earthquake) આવ્યા બાદ શું કરવું તે પણ સમજી ગયા છે. ત્યારે ગીર વિસ્તારમાં પણ સતત ભૂકંપના આંચકા આવતા રહે છે. આવામાં ગીર (gir) વિસ્તારમાં આજે ફરી ભૂકંપના આંચકા આવ્યો હતો. જોકે, વિચિત્ર વાત એ હતી કે, ભૂકંપના આંચકા સાથે લોકોને મોટો ધડાકો પણ સંભળાયો હતો. 

Jan 28, 2021, 12:00 PM IST

ગીર સોમનાથની દિકરીએ મેડલોનો કર્યો ઢગલો કર્યો, સમગ્ર પંથકનું નામ કર્યું રોશન

જિલ્લાના પેઢવાડા ગામની ગરીબ પરિવારની દીકરીએ જુડોમાં ગોલ્ડ મેડલ જીતીને પરિવારનું નામ રોશ કર્યું છે. દેશમાં યોજાતી ખેલો ઇન્ડિયા સ્પર્ધામાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. પેઢાવાડા ગામમાં જ્યાં ભુપતભાઇ નામના વ્યક્તિ રીક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે. બે દીકરી, એક દિકરો અને પતિ પત્ની આમ કુલ પાંચ લોકોનો આ પરિવાર માત્ર ભુપતભાઇની રીક્ષા પર જ નિર્ભર છે. 

Jan 24, 2021, 11:32 PM IST

પશુ ચિકિત્સકની ટીમે 220 ફાર્મના અનેક મરઘાઓને જમીનમાં દફન કર્યાં

  • બર્ડફલૂના વાયરસનો માણસમાં પ્રવેશ ન થાય તે હેતુથી પ્રશાસન દ્વારા 10 કિલોમીટરના વિસ્તારની તમામ ચીકન, નોનવેજની હોટેલો બંધ કરાવી છે. તેમજ ચીકન ખાવા પર પ્રતિબંધ લગાવ્યો

Jan 24, 2021, 08:45 AM IST

ગીર સોમનાથમાં એકસાથે બર્ડફ્લૂના 13 કેસ, હવે તંત્ર કરશે કિલિંગની કામગીરી

  • ઉનાના ચીખલી ગામે થોડા દિવસ પહેલા 18 મરધીઓના મોત થયા હતા
  • 13 મરઘીઓમાં બર્ડ ફ્લૂ (bird flu virus) ની પુષ્ટિ થઈ
  • આસપાસના એક કિલોમીટરની ત્રિજ્યામાં કિલિંગની કામગીરી હાથ ધરાશે

Jan 23, 2021, 10:14 AM IST

જો તમે આ શહેરના નાગરિક છો અને અકસ્માત થાય તો કોઈ ટેન્શન નહીં, સારવાર અને ભરણપોષણ પાલિકા કરશે

આ અનોખી નગરપાલિકા દ્વારા નાગરિકોના હિતમાં મહત્વપુર્ણ નિર્ણય લીધો છે. શહેરના 17 હજાર મતદારો માટે વીમા સુરક્ષા કવચની સુવિધા આપી છે. અકસ્માત વીમા પોલીસીનું એક વર્ષનું પ્ર‍િમીયમ પણ પાલીકા દ્વારા ભરાયું

Jan 17, 2021, 05:48 PM IST

ગીરના જંગલમાં દીપડી અને સિંહ બાળનો મૃતદેહ મળી આવતા વન વિભાગ દોડતું થયું

જંગલ વિસ્તારની જસાધાર રેન્જમાંથી ત્રણેક સિંહ બાળાનો મૃતદેહ મળી આવ્યો છે. જ્યારે તુલસીશ્યામ રેન્જમાંથી દસેક વર્ષની દીપડીનો મૃતદેહ મળી આવ્યો છે. આ જુદી-જુદી બંન્ને ઘટનાઓમાં બાળ સિંહ અને દીપડીનું મોત નિપજ્યું છે. જો કે બંન્ને પ્રાણીઓનાં મોત ઇનફાઇટના કારણે થયું હોવાનું ફોરેસ્ટ વિભાગ માની રહ્યું છે. હાલ બંન્ને મૃતદેહોને પીએમ અર્થે જુદા જુદા એનીમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ મોતનું કારણ સ્પષ્ટ થશે.

Jan 15, 2021, 11:35 PM IST

ગીર સોમનાથઃ તાલાલામાં માત્ર 5 કલાકમાં ભૂકંપના 15 આંચકા, કોઈ જાનહાની નહીં

છેલ્લા ઘણા સમયથી સતત આવી રહેલા ભૂકંપના આંચકાને કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ પહેલા જુનાગઢ જિલ્લામાં પણ ભૂકંપના આંચકા આવ્યા હતા. 

Dec 7, 2020, 09:16 AM IST