આ રીતે એક મહિના સુધી ખાવ દૂધી, જલદી ઘટવા લાગશે વજન
દૂધીનું શાક ટેસ્ટી લાગે છે. સ્વાદની સાથે સાથે દૂધીમાં ઘણા પોષક તત્વો પણ હોય છે, જે આપણા શરીરને સ્વસ્થ રાખે છે. દૂધી એક ફેટ બર્નર શાકભાજી છે. નિયમિત રૂપથી તેને ખાવાથી થોડા દિવસમાં વજન અને મોટા પેટથી છૂટકારો મળી શકે છે.
દૂધીના પોષક તત્વ
દૂધીમાં મેગ્નીશિયમ, ડાયટ્રી ફાઈબર, ફાસ્ફોરસ, પોટેશિયમ, થાયમિન, રાઇબોફ્લેવિન, વિટામિન એ, વિટામિન સી, વિટામિન બી3, બી3, સોડિયમ, મિનરલ્સ, આયરન, ઝિંક અને કેલ્શિયમ હોય છે.
દૂધીનું જ્યુસ
દૂધી ખાવાથી પેટ સ્વસ્થ અને હલકું રહે છે. આ ખાવાથી તમારા શરીરમાંથી ટોક્સિન બહાર નીકળી જાય છે. બીજી તરફ જો તમને તેનું શાક પસંદ ન હોય તો તમે તેનો રસ બનાવીને પી શકો છો.
વજન ઘટાડે છે
દૂધીનું શાક ખાવાથી ઝડપથી વજન ઘટવા લાગે છે. કારણ કે તેમાં ભરપૂર માત્રામાં ડાયટ્રી ફાઈબર હોય છે. દૂધીને તમે બાફીને અને તેમાં મીઠું નાખીને ભોજનમાં સામેલ કરી શકો છો. તેનાથી શરીરની ચરબી ગાયબ થઈ જશે.
લિવર માટે ફાયદાકારક
દૂધીનું શાક કે તેનાથી બનેલી વસ્તુ ખાવાથી લિવર સ્વસ્થ રહે છે. આ લિવર માટે એક રામબાણની જેમ કામ કરે છે. તેનાથી લિવર સારી રીતે કામ કરે છે.
પાચન શક્તિ મજબૂત
દૂધીનું શાક ખાવાથી પાચન શક્તિ મજબૂત થાય છે. તેનાથી પેટ સાથે જોડાયેલી સમસ્યા દૂર થાય છે. તેનાથી એસિડિટી, ગેસ થતો નથી. જે લોકોને શુગર છે, તેણે દરરોજ દૂધીનું જ્યૂસ પીવું જોઈએ. તેનું જ્યૂસ ખાલી પેટ પીવાથી ખુબ ફાયદો થાય છે.
Trending Photos