હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ : 25 થી 28 ઓક્ટોબર સુધી જાણો ક્યાં છે ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast : એક નહિ, બે મજબૂત વરસાદી સિસ્ટમ સર્જાઈ છે. જેને કારણે ગુજરાતમા ફરી એકવાર ધોધમાર વરસાદનો રાઉન્ડ આવશે. વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પણ આવી ગઈ છે. તેમણે કહ્યું કે, 29 સપ્ટેબરથી મહારાષ્ટ્રના ભાગોમાં એક સિસ્ટમ બનવાની સંભાવના છે. આ સિસ્ટમ 29 અને 30 તારીખે વધુ મજબુત બનશે. જેનાથી સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ વરસાવી શકે છે. તો દરિયા કિનારા ભાગોમાં 60થી 65 કિમીની ઝડપે પવન ફુંકાઈ શકે છે.
આજે 25મી સપ્ટેમ્બરના રોજ કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને મોરબીમાં વરસાદની કોઇ આગાહી કરવામાં આવી નથી. આ ઉપરાંતના તમામ જિલ્લાઓના કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે આપેલા પાંચ દિવસનાં મેપ પ્રમાણે, વરસાદનું જોર થોડું ઘટતું દેખાઇ રહ્યુ છે. કેટલાક સ્થળોએ વરસાદ નહીં થવાનું પણ અનુમાન લગાવવામાં આવ્યુ છે. હવામાન વિભાગના આંકડા કહે છે કે, દેશમાં ચોમાસું ફરી સક્રિય થયું છે. બે મજબૂત સિસ્ટમ સર્જાઈ છે. જેને કારણે ફરીથી દેશના 60 ટકા ભાગમાં વરસાદ જોવા મળશે. દેશમાં નવરાત્રિ પહેલા ભારે વરસાદની શક્યતા છે.
દેશમાં ચોમાસું વિદાય પહેલા ફરી એકવાર સક્રિય થયુ છે. ઉત્તર ભારથી એક વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સ પસાર થયું, જેનાથી પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ, દિલ્હી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં વરસાદ નોંધાયો, તો બીજું બંગાળની ખાડીમાં સર્જાયેલું ઓછા દબાણનું ક્ષેત્ર સાઈક્લોનિક સરક્યુલેશનના રૂપમાં આગળ વધ્યું છે.
Trending Photos