બગોદરા હાઈવે ફરી રક્તરંજિત થયો : ખાનગી બસ અને ટ્રકની ટક્કરમાં 25 ઘાયલ, 2 ના મોત

Accident News : બગોદરા હાઈવે ફરીથી રક્તરંજિત થયો છે. વહેલી સવારે મુસાફરોની મોતની ચીચીયારીઓથી હાઈવેનો માહોલ ડરામણોબન્યા હતો. બગોદરામાં મીઠાપુર નજીક વહેલી ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જનશાળી પાસે ખાનગી બસ અને ટ્રક વચ્ચેની ટક્કરમાં 2 મુસાફરોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા, તો 25 જેટલા મુસાફરો ઘાયલ થયા છે. 

1/6
image

પ્રાપ્ત માહિતી અનુસાર, વહેલી સવારે ધુમ્મસભર્યા વાતાવરણમાં બગોદરા મીઠાપુર નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે. તો 25 લોકો ઘાયલ થયા છે. જનશાળી પાસે ખાનગી બસ-ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત સર્જાયો હતો.  

2/6
image

તમામ ઈજાગ્રસ્તોને બગોદરા CHC સેન્ટરમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા છે. વહેલી સવારે આ ઘટના બની હતી. ઈમરજન્સની કોલ મળતા જ 108 એમ્બ્યુલન્સ દર્દીઓની સારવાર માટે કામે લાગી હતી.  

3/6
image

જોકે, આ અકસ્માત કેવી રીતે થયો તેનુ કારણ હજી સામે આવ્યું નથી. પરંતુ અકસ્માતને પગલે પોલીસ દોડતી થઈ હતી. ઘટનાસ્થળ પર પહોંચેલી પોલીસ હાલ અકસ્માતની માહિતી મેળવી રહી છે. 

4/6
image

5/6
image

6/6
image