Electricity Saving tips: આખો દિવસ ચલાવશો AC તો પણ બિલ આવશે સાવ મગતરા જેવું! જાણો કેવી રીતે

Electricity Saving tips: બળબળતા તાપમાં ઘરમાં એસી ચલાવવું હોય અને તે પણ પાછું વીજળીનું બિલ ઓછું આવે તેવું ઈચ્છતા હોવ તો અહીં જણાવેલી કેટલીક ટ્રિક્સ જાણો. કેવી રીતે વીજળી બચાવવી તે અંગે શું કહ્યું સરકારે તે પણ ખાસ જાણો....

1/10
image

એસી ચલાવતી વખતે ઘરની વીજળીનું બિલ કેવી રીતે ઓછું આવે તે અંગે સરકાર તરફથી અનેક રીત જણાવવામાં આવી છે જેને અપનાવીને લોકો પોતાના ખિસ્સાનો ભાર ઓછો કરી શકે છે. 

ટ્રિકથી વીજળી બચાવવામાં મદદ

2/10
image

સરકાર દ્વારા જણાવવામાં આવેલી ટ્રિકથી વીજળી બચાવવામાં ઘણી મદદ લઈ શકાય છે. કેટલીક ટ્રિક તો ખુબ ફાયદાકારક પણ સાબિત થઈ શકે છે. અહીં જણાવેલી ટ્રિક વિશે જાણો. 

ઘરથી બહાર જતા પહેલા

3/10
image

લાઈટ બંધ કરો- ઘરમાંથી બહાર જતા પહેલા એ વાતનું ધ્યાન રાખો કે ઘરની બધી લાઈટ્સ બંધ હોય. વીજળીના બિલમાં ઘણી બચત થઈ શકે છે. 

ઓટોમેટિક ડિવાઈસ

4/10
image

ઓટોમિટેક ડિવાઈસ- અનેક એવા ડિવાઈસ હોય છે જે વીજળીનું બિલ બચાવવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. લાઈટ સ્વિચ ઓફ કરનારા ડિવાઈસ ઘણા મદદગાર સાબિત થઈ શકે છે. 

આવા ડિવાઈસમાં સેન્સર ફિટ

5/10
image

આવા ડિવાઈસમાં સેન્સર ફિટ કરવામાં આવે છે જેની મદદથી જ કામ થાય છે. તેને પણ તમે ઘરમાં લગાવી શકો છો. 

લાઈટ અને પંખાની સફાઈ

6/10
image

લાઈટ અને પંખાની સફાઈ- ગંદી ટ્યૂબ લાઈટ્સ રહેવાથી પ્રકાશ ઝાંખો આવે છે. આવામાં જરૂરી છે કે તમે સમયાંતરે સ્વચ્છતા રાખો. 

પંખા પણ ગંદા હોય તો

7/10
image

આ ઉપરાંત પંખા પણ જો ગંદા હોય તો તેનાથી વીજળીનો વપરાશ વધુ થતો હોય છે. એર ફ્લો ઓછો થવા લાગે છે. જરૂરી છે કે તમે તે બધુ સાફ કરો. 

એસીનો ઓછો ઉપયોગ

8/10
image

એસીનો ઓછો ઉપયોગ- એસીનો ઓછામાં ઓછો ઉપયોગ કરો. જેથી કરીને વીજળી બચાવી શકાય. રૂમ બંધ રાખવાથી થોડીવાર એસી ચલાવીને રૂમ ઠંડો કરી શકાય છે.   

ઈન્વર્ટર એસી

9/10
image

આ સાથે જ ઈન્વર્ટર એસીની મદદથી પણ તમે વીજળીનો વપરાશ ઓછો કરી શકો છો. તમને હંમેશા વીજળી બચાવવામાં તેનો ઉપયોગ મદદગાર સાબિત થઈ શકે છે. 

Disclaimer

10/10
image

અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.