લોન્ચ થઈ ભારતની પહેલી ઇલેકટ્રિક એસયૂવી, કિંમત છે...

1/6
image

હુંડઈ મોટર્સે ભારતમાં એની ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરી છે. આ ભારતની પ્રથમ ઈલેક્ટ્રિક એસયૂવી છે. કંપનીનું કહેવું છે કે, આ કાર ARAI દ્વારા સર્ટિફાઈડ છે અને એક વખત ચાર્જ કરવા પર 452 કિલોમીટર સુધી ચાલે છે.

2/6
image

આંતરાષ્ટ્રીય સ્તર પર કોના બે મોર્ડલ- ઈલેક્ટ્રિક અને ઈલેક્ટ્રિક લાઈટમાં ઉપલબ્ધ છે. આમાં 64 કિલોવોટ લીથિયમ આયન બેટરી છે. જ્યારે કોના લાઈટમાં 39.2 કિલોવોટ લીથિયમ આયન બેટરી છે જે એક વખત ચાર્જ કરવા પર 312 કિલોમીટર સુધી જઈ શકે છે. જોકે, અત્યાર સુધી તે વાત સ્પષ્ટ નથી શકી નથી કે, ભારતમાં કોના લાઈટને લોન્ચ કરવામાં આવશે કે નહીં. 

3/6
image

કોના ઈલેક્ટ્રિકને ચાર્જ કરવામાં 9 કલાકનો સમય લાગે છે, જ્યારે આના લાઈટ વર્ઝનને 6 કલાકનો સમય લાગે છે. Hyundaiનો દાવો છે કે, એક કલાકના ચાર્જમાં આની 80 ટકા બેટરી ચાર્જ થઈ જશે. આના માટે તમારે આને 100kW DCના ફાસ્ટ ચાર્જરને જોડવું પડશે. હ્યુંડઇ કોના ઈલેક્ટ્રિક કારમાં ફાસ્ટ ચાર્જિંગ ઓપ્શન પણ મળશે. કંપનીએ ઓફિશયલ સાઈટ પર આની જાણકારી આપી છે. હ્યુંડઇનો દાવો છે કે કોના ઈલેક્ટ્રિકને મોબાઈલની જેમ ચાર્જ કરવામાં આવી શકશે.

4/6
image

કોનાના સેફ્ટી ફિચરની વાત કરીએ તો એમાં છ એરબેગ સાથે એન્ટી-લોક બ્રેક સિસ્ટમ, બ્લાઈંડ સ્પોટ ડિટેક્શન, હિલ સ્ટાર્ટ એસિસ્ટ,રિવર્સ કેમેરો, રિયર ટાઈમ ટ્રાફિક એલર્ટ સાથે-સાથે ઓટોનોમસ ઈમરજન્સી બ્રેકિંગ સિસ્ટમ પણ ઉપલબ્ધ છે.

5/6
image

આ કારમાં 7 ઈંચના ટચ સ્ક્રિન ઈન્ફોટેનેમેન્ટ સિસ્ટમની સાથે-સાથે એપ્પલ કારપ્લે, એન્ડ્રોઈડ ઓટો અને હીટેડ એન્ડ વેન્ટિલેટેડ સીટ્સ જેવી સુવિધાઓ આપવામાં આવી રહી છે. 

6/6
image

એક રિપોર્ટ પ્રમાણે ભારતમાં આની કિંમત 25.30 લાખ રૂપિયાની આસપાસ હોવાની આશા છે. મળતી માહિતી પ્રમાણે હ્યુંડઇ ભારતમાં દર મહિને 50 યૂનિટ્સ કાર વેચવાની કોશિષમાં છે. શરૂઆતમાં ભારતના 20 શહેરોમાં આની ડિલરશીપ આપવામાં આવી શકે છે. હાલમાં 11 શહેરોમાં 15 ડિલરશીપ આપેલી છે.