close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

ips

સ્નિફર ડોગ પર મજાક ભારે પડી! મહિલા IPSએ રાહુલ ગાંધીને આપ્યો સણસણતો જવાબ

ગઈ કાલે એટલે કે 21 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ધૂમ હતી. ભારતમાં પણ તેના માટે ખાસ આયોજન કરાયા હતાં. સરકાર સંગઠનોથી લઈને બિનસરકારી સંગઠનોએ યોગ દિવસના અવસરે યોગાભ્યાસ કર્યાં.

Jun 22, 2019, 02:58 PM IST

વિવાદો સાથે સંજીવ ભટ્ટનો જૂનો નાતો છે, પીએમ મોદી સામે વ્હોરી લીધી હતી દુશ્મની

પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટે 30 વર્ષ જૂના જામજોધપુરના કસ્ટોડિયલ ડેથ કેસમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. ત્યારે આ સમાચારથી સમગ્ર પોલીસ બેડામાં સન્નાટો વ્યાપી ગયો છે. ત્યારે આ પૂર્વ આઈપીએસનો વિવાદો સાથેનો નાતો બહુ જ જૂનો રહ્યો છે. તેમજ તેમનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેનો વિવાદ પણ કોઈનાથી છુપાયેલો નથી. મોદી સરકારની કામગીરી સામે સવાલો ઉભા કરીને તેઓ હંમેશા વિવાદમાં રહ્યા છે. તેમની સામેના નાર્કોટિક્સ કેસમાં તેઓ 10 મહિનાથી જેલમાં છે.

Jun 20, 2019, 02:06 PM IST

જામનગર : 30 વર્ષ જૂના કસ્ટોડિયલ ડેથ કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને થઈ આજીવન કેદ

જામજોધપુરમાં 30 વર્ષ જૂના કસ્ટોડિયલ ડેથમાં જામનગર કોર્ટનો ચુકાદો આવી ગયો છે. જેમાં જામનગર સેશન્સ દ્વારા પૂર્વ IPS સંજીવ ભટ્ટ અને કોન્સ્ટેબલ પ્રવિણસિંહ ઝાલાને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે. 1990ના વર્ષમાં જામનગરમાં પોલીસ કસ્ટડીમાં એક શખ્સનું મોત થયું હતું, જેનો આદે જામનગર કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો હતો.  

Jun 20, 2019, 11:50 AM IST

ગુજરાતના મુખ્ય સચિવ જે.એન. સિંઘને મળ્યું 6 મહિનાનું એક્સટેન્શન

રાજ્યના મુખ્ય સચિવ જે.એન.સિંઘ વયમર્યાદાના આજે નિવૃત થવાના છે. પરંતુ રાજ્ય સરકાર મુખ્ય સચિવને 6 મહિનાના એક્સટેન્શનની જાહેરાત કરી છે. આજે બપોરે તેમના એક્સટેન્શનની જાહેરાત થવાની હતી, જે મુજબ 6 મહિના એક્સટેન્શન જાહેર થયું હતું. આમ, આ એક્સટેન્શન બાદ રાજ્યના મુખ્યસચિવ તરીકે સૌથી વધુ સમય સુધી જે. એન. સિંહ કાર્યરત રહેશે.

May 31, 2019, 01:15 PM IST

શારદા ચિટફંડ કેસના IPS અધિકારી સુપ્રીમ કોર્ટ પહોંચ્યા, ધરપકડથી બચવા માગી રાહત

ધરપકડથી બચવા માટે કોલકાતાના પૂર્વ પોલીસ કમિશનર રાજીવ કુમારે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. રાજીવ કુમારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી ધરપકડ પર 7 દિવસ માટે વધુ પ્રતિબંધ વધારવાની માગ કરી છે.

May 20, 2019, 12:05 PM IST

જાણો ગુજરાત પોલીસમાં આ એક વર્ષમાં કયા 11 આઈપીએસ અધિકારી થશે નિવૃત્ત

રાજ્યમાં એકસાથે 11 જેટલા આઈપીએસ અધિકારીઓ નિવૃત્ત થતાં અન્ય અધિકારીઓને મળશે બઢતીનો લાભ, ડીજી કક્ષાથી માંડીને ડીસીપી કક્ષા સુધીના 11 અધિકારીઓ આ વર્ષે નિવૃત્ત થવા જઈ રહ્યા છે
 

May 3, 2019, 11:15 PM IST

શહીદ હેમંત કરકરે અંગે સાધ્વી પ્રજ્ઞાએ ભાંગરો વાટ્યો, ભાજપે છેડો ફાડ્યો

ભોપાલ લોકસભા સીટથી ભાજપ ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે મુંબઇ આતંકવાદી હૂમલામાં શહીદ પોલીસ અધિકારીને પોતાના શ્રાપ લાગ્યો હોવાની વાત કરી હતી

Apr 19, 2019, 09:10 PM IST

ગુજરાતના આ IPS અને IAS અધિકારીએ ઉઠાવ્યો આદિવાસી બાળકીઓનો શિક્ષણ ખર્ચ

મોટાભાગે IPS અને IAS અધિકારીઓ ફરજમાં જ વ્યસ્ત હોય છે. પરંતુ ગુજરાતના IPS અશોકકુમાર યાદવે બનાસકાંઠાના આદિવાસી વિસ્તારની ગરીબ બાળાઓને દત્તક લઈને તેમને ભણાવવાનો ખર્ચ પોતે ઉઠાવ્યો છે. ત્યારે તે દર વર્ષે પોતાનો જન્મદિવસ બનાસકાંઠાના આદિવાસી બાળકો સાથે ઉજવે છે. આ વર્ષે તેઓએ પુલવામા થયેલા હુમલાના કારણે જન્મદિનની ઉજવણી કરી ન હતી. તેઓએ આજના દિવસને શ્રદ્ધાંજલિના કાર્યક્રમરૂપે ઉજવી હતી.

Feb 21, 2019, 12:07 AM IST

UPSCમાં નિષ્ફળ ઉમેદવારો માટે ખુશખબરી: સરકાર આપશે નોકરી, જાણો કઇ રીતે

આઇએએસ ઇન્ટરવ્યુ સુધી પહોંચીને નિષ્ફળ ગયેલા ઉમેદવારોને અન્ય મંત્રાલયોમાં ક્લાસ-1થી નીચેની પોસ્ટ પર નોકરી આપવામાં આવે તેવું સરકારનું આયોજન

Feb 11, 2019, 06:17 PM IST

કોણ છે મોઈન કુરેશી, જેણે કારણે CBIના અધિકારીઓ બે બિલાડીઓની જેમ બાખડી રહ્યાં છે

સીબીઆઈના વિવાદમાં આ તમામ કડીઓને જોડો, તો વધુ એક મોટું માથુ સામે આવે છે. તે છે મોઈન કુરેશી. ત્યારે કોણ છે મોઈન કુરેશી? 

Oct 24, 2018, 01:10 PM IST

કરિયરની શરૂઆતથી સફળતા અને વિવાદ સાથે IPS રાકેશ અસ્થાનાનો ગાઢ નાતો !!

સીબીઆઈનો વિવાદ હાલ સળગતા ચરુ જેવો બની ગયો છે. ભલભલા ગુનાઓના ભેદ ઉકેલતી સીબીઆઈ પોતે જ તેના ટોચના અધિકારીઓને કારણે વિવાદમાં સપડાઈ છે. ભલભલા કૌભાંડોની તપાસ કરીને કૌભાંડીઓને પસીનો છોડાવી દેતા સીબીઆઈના બે ટોચના અધિકારીઓ વચ્ચેનો વિવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે અને હવે તો સોશિયલ મીડિયામાં તેના જોક્સ પણ વાઈરલ થઈ રહ્યાં છે. ગુજરાત કેડરના આઈપીએસ ઓફિસર સમગ્ર વિવાદના કેન્દ્રમાં છે.

Oct 24, 2018, 12:34 PM IST

ગુજરાતના IAS અને IPS અધિકારીઓના વિદેશ પ્રવાસપર લાગી બ્રેક, જાણો કારણ

ગુજરાતમાં ફરજ બજાવતા IAS અને IPS અધિકારીઓના વિદેશ પ્રવાસ પર રોક લગાવવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

Oct 12, 2018, 01:09 PM IST

UPSC: સિવિલ સેવામાં મોટું પરિવર્તન, ફાઉન્ડેશન કોર્સનાં આધારે નક્કી થશે કેડર

સિવિલ સર્વિસમાં પરીક્ષા અને ફાઉન્ડેશન કોર્સમાં મળેલા પોઇન્ટ્સનાં આધારે મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે

May 21, 2018, 05:24 PM IST

શિવાનંદ ઝા અને જે.એન સિંઘ બે બિહારી મિત્રોનાં હાથમાં ગુજરાતની ધુરા

જે.એન સિંઘ અને શિવાનંદ ઝા બંન્ને એક જ શાળામાં ભણી ચુકેલા વિદ્યાર્થીઓ ઉપરાંત સારા મિત્રો પણ છે

Mar 4, 2018, 07:44 PM IST

બિહારનાં ઓપી સિંહ બનશે યુપીનાં નવા DGP: દયાવાન સ્વભાવનાં કારણે જાણીતા

આઇપીએસ ઓમપ્રકાશ સિંહ ઉત્તરપ્રદેશનાં નવા પોલીસ મહાનિર્દેશક (DGP) હશે. ગૃહવિભાગનાં પ્રમુખ સચિવ અરવિંદ કુમારે જણાવ્યું કે, 1983 બેન્ચનાં આઇપીએસ અધિકારી ઓમપ્રકાશ સિંહ પ્રદેશનાં આગામી પોલીસ મહાનિર્દેશક  હશે. તે સુલ્ખાનસિંહનું સ્થાન લેશે જે 31 ડિસેમ્બરે સેવાનિવૃત થયા. ઘણી વાર જનતા વચ્ચે તે પોલીસ અધિકારીની ચર્ચા હોય જે ક્રાઇમ અને ક્રિમિનલ સાથે સખ્તી વર્તે છે. 

Dec 31, 2017, 11:47 PM IST

મોદી સરકારે બેદરકાર 176 અધિકારીઓને ફરજીયાત સેવાનિવૃત કર્યા

સરકારી નોકરીમાં લાલીયાવાડી કરનારા અધિકારીઓ વિરુદ્ધ હવે આકરી કાર્યવાહી કરવામાં આવશે

Dec 20, 2017, 05:46 PM IST