IPL 2019 : આઈપીએલ ઈતિહાસમાં ટીમોના ટોપ-5 સ્કોર, વિરાટની ટીમ છે સૌથી ઉપર

આઈપીએલની 12મી સિઝન શરૂ ગણતરીના દિવસ બાકી છે. દુનિયાની સૌથી અમીર ક્રિકેટ લીગમાં આજ સુધી ઘણા રેકોર્ડ બન્યા અને તૂટ્યા છે. આવો જ એક રેકોર્ડ છે ટીમોના ટોપ-5 સ્કોરનો, આવો કરીએ એક નજર
 

આઈપીએલની 12મી સિઝન 23 માર્ચથી શરૂ થઈ રહી છે. આ સિઝનનો પ્રથમ મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર બેંગલોર વચ્ચે રમાશે. આવો એક નજર કરીએ, આ ટૂર્નામેન્ટમાં ટોપ-5 ટીમ સ્કોર પર... 
 

આરસીબી 263/5 vs પુણે વોરિયર્સ

1/5
image

રોયલ ચેલેન્જર્સની ટીમ એકપણ વખત ટાઇટલ જીતી શકી નથી પરંતુ આઈપીએલમાં તેના બેટ્સમેન સૌથી વધુ બોલરોને ધોવે છે. ક્રિસ ગેલે 23 એપ્રિલ 2013ના રમાયેલા મેચમાં પુણે વોરિયર્સ વિરુદ્ધ અણનમ 175 રન બનાવ્યા હતા. ગેલે 66 બોલની પોતાની ઈનિંગમાં 17 સિક્સ અને 13 ચોગ્ગા ફટકાર્યા હતા. ગેલે માત્ર 30 બોલમાં સદી ફટકારી જે ટી20 ઈતિહાસની સૌથી ઝડપી સદી છે. પુણેની ટીમ માત્ર 133 રન બનાવી શકી અને 130 રનથી આરસીબીએ વિજય મેળવ્યો હતો. 

આરસીબી 248/3 vs ગુજરાત લાયન્સ

2/5
image

વર્ષ 2016માં ગુજરાત લાયન્સ વિરુદ્ધ આરસીબીએ પ્રથમ બેટિંગ કરતા 3 વિકેટ પર 248 રન ફટકાર્યા હતા. તેમાં મોટુ યોગદાન એબી ડિ વિલિયર્સનું રહ્યું, જેણે અણનમ 129 રન ફટકાર્યા હતા. આ સિવાય કેપ્ટન વિરાટ કોહલીએ પણ 109 રન બનાવ્યા હતા. આ મેચ 14 મેએ રમાઈ હતી. લાયન્સની ટીમ 104 રનમાં ઓલઆઉટ થઈ ગઈ અને તેનો 144 રનથી પરાજય થયો હતો. 

સીએસકે 246/5 vs રાજસ્થાન રોયલ્સ

3/5
image

=વર્ષ 2010માં ચેન્નઈ સુપરકિંગ્સના બેટ્સમેન મુરલી વિજયે રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ સદી ફટકારી હતી. તેણે 56 બોલમાં 127 રન બનાવ્યા હતા. ચેન્નઈના એમએ ચિદંમ્બરમ સ્ટેડિયમ પર યજમાન ટીમે 5 વિકેટ પર 246 રન બનાવ્યા જે તે સમયે આઈપીએલના ઈતિહાસનો ટોપ ટીમ સ્કોર હતો. 

કેકેઆર 245/6 vs કિંગ્સ ઇલેવન પંજાબ

4/5
image

કોલકત્તા નાઇટરાઇડર્સે ગત સિઝનમાં કિંગ્સ ઇલેવન પંજાબને ધોયું અને 6 વિકેટ પર 245 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં 12 મે 2018ના રમાયેલા આ મેચમાં કેકેઆર માટે સુનીલ નારાયણ 36 બોલમાં 75 રન (9 ચોગ્ગા અને 4 સિક્સ), ક્રિસ લિને 17 બોલ પર 27 રન, રોબિન ઉથપ્પા 17 બોલમાં 24 રન બનાવ્યા હતા. ત્યારબાદ કેપ્ટન દિનેશ કાર્તિકે 23 બોલ પર 50 (5 ફોર, 3 સિક્સ) અને આંદ્રે રસેલ 14 બોલમાં 30 રન (2 ફોર અને 3 સિક્સ) બનાવીને આઈપીએલના ઈતિહાસનો ચોથો સર્વશ્રેષ્ઠ સ્કોર બનાવ્યો હતો. 

સીએસકે 240/5 vs કિંગ્સ ઇલેવન પંજાબ

5/5
image

વર્ષ 2008માં એમએસ ધોનીની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સનો આ બીજો મેચ હતી અને માઇકલ હસીનું બેટ ચાલ્યું કે રેકોર્ડ બની ગયો. ચેન્નઈએ કિંગ્સ ઇલેવન પંજાબ વિરુદ્ધ આ મેચમાં 5 વિકેટ પર 240 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. હસીએ 54 બોલ પર અણનમ 116 રન બનાવ્યા હતા, જેમાં 10 સિક્સ અને સાત ચોગ્ગા સામેલ રહ્યાં હતા. આ મેચ પંજાબની યજમાનીમાં મોહાલીના પીસીએ સ્ટેડિયમમાં 19 એપ્રિલે રમાયો હતો.