ઘર બેઠા જન્માષ્ટમીએ ભગવાન શામળિયા શેઠના રત્નજડિત સોનાવેશ શણગારના કરો દર્શન, જુઓ PHOTOs

જન્માષ્ટમીને લઇને ગુજરાતના અનેક કૃષ્ણ મંદિરોમાં ભક્તો કૃષ્ણભક્તિમાં લીન બન્યા છે. ગુજરાતના જાણીતા કૃષ્ણ મંદિરોમાં  શામળિયા શેઠથી લઈને દ્વારકા, ડાકોરમાં ભક્તોનું ઘોડાપૂર ઉભરાયું છે, ભક્તોમાં અનોખો ઉલ્લાસ જોવા મળી રહ્યો છે. જન્માષ્ટમી પર્વે કાળિયાનાથને નિરખવા ભકતોની લાંબી લાઇનો જોવા મળી રહી છે. ગુજરાતના નાના મોટા અનેક કૃષ્ણમંદિરોની બહાર ભક્તોની ભીડ જામી છે. 
 

1/5
image

શામળાજી મંદિરમાં શામળિયા શેઠ એક ઝલક મેળવવા માટે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. આજના દિવસે ભગવાન શામળિયાના દર્શન કરી ભક્તો પાવન થાય છે એટલે એક ઝલક મેળવવા માટે લોકો લાઈનો લગાવીને બેઠા છે.  

2/5
image

શામળાજીમાં જન્માષ્ટમી પર્વને લઇને ભગવાનને અનોખો શણગાર કરવામાં આવ્યો છે. શામળિયા શેઠને પીળા રંગના વાઘા અને સોનાના આભૂષણોથી ખાસ શણગાર કરવામાં આવ્યો છે. 

3/5
image

ભક્તો આ વિશેષ શણગારથી સજ્જ શામળિયાના દર્શન કરીને ભાવવિભોર બન્યા છે. આજે ભક્તોને આજે શંખ, ચક્ર, ગદા સાથે વિષ્ણુ અવતારના દર્શન કરવાનો લ્હાવો મળ્યો છે. સોનાવેશમાં શામળાજીના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી.  

4/5
image

5/5
image