Photos : દુનિયાની ભલભલી સુંદરીઓને પણ શરમાવે તેવો હોય છે નાગા સાધુઓનો શ્રૃંગાર

 આપણે બધા જ જાણીએ છીએ કે, પ્રયાગરાજમાં કુંભ મેળાનો આરંભ થઈ ચૂક્યો છે. આવામાં કહેવાય છે કે, અહીં આવનાર દરેક વ્યક્તિ કુંભના રંગમાં રંગાયેલું નજર આવે છે. ખાસ કરીને નાગા સાધુ. કહેવાય છે કે, નાગા સાધુ કુંભની આત્મા હોય છે. કુંભમાં જો નાગા સાધુ અને તેમની હર-હર મહાદેવનો અવાજ ન સંભળાય તો કુંભ અધૂરો લાગે છે. ઉલ્લેખનીય છે કે, કુંભ દરમિયાન નાગા સાધુ અને તેમની વેશભૂષા લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. તેમનો શ્રૃંગાર અને અજીબોગરીબ હરકત દરેકને પોતાની તરફ આકર્ષિત કરે છે. આવામાં ઉત્સાહી લોકોને આ જાણવું જરૂર ગમશે કે નાગા સાધુઓનો શ્રૃંગાર અને અસ્ત્ર-શસ્ત્ર કેવા હોય છે. જાણો તેની સાથે જોડાયેલી રોચક વાત. 

પ્રયાગરાજ : આપણે બધા જ જાણીએ છીએ કે, પ્રયાગરાજમાં કુંભ મેળાનો આરંભ થઈ ચૂક્યો છે. આવામાં કહેવાય છે કે, અહીં આવનાર દરેક વ્યક્તિ કુંભના રંગમાં રંગાયેલું નજર આવે છે. ખાસ કરીને નાગા સાધુ. કહેવાય છે કે, નાગા સાધુ કુંભની આત્મા હોય છે. કુંભમાં જો નાગા સાધુ અને તેમની હર-હર મહાદેવનો અવાજ ન સંભળાય તો કુંભ અધૂરો લાગે છે. ઉલ્લેખનીય છે કે, કુંભ દરમિયાન નાગા સાધુ અને તેમની વેશભૂષા લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. તેમનો શ્રૃંગાર અને અજીબોગરીબ હરકત દરેકને પોતાની તરફ આકર્ષિત કરે છે. આવામાં ઉત્સાહી લોકોને આ જાણવું જરૂર ગમશે કે નાગા સાધુઓનો શ્રૃંગાર અને અસ્ત્ર-શસ્ત્ર કેવા હોય છે. જાણો તેની સાથે જોડાયેલી રોચક વાત. 
 

ચીમટો

1/7
image

નાગાઓમાં ચીમટો રાખવો અનિવાર્ય હોય છે. ધૂની રમાડવામાં સૌથી વધુ ચીમટો જ કામમાં આવે છે. ચીમટો એક હથિયાર પણ છે અને ઓજાર પણ. તે નાગાઓના વ્યક્તિત્વનો મહત્વનો ભાગ હોય છે. તેનો ઉલ્લેખ અનેક જગ્યાઓએ મળે છે કે અનેક નાગા સાધુ ચીમટાથી પોતાના ભક્તોને આર્શીવાદ આપતા હતા. મહારાજનો ચીમટો અડે તો નાવડી પાર થઈ જાય. 

રત્ન કેટલાક નાગા સાધુ રત્નોની માળા પણ ધારણ કરે છે. મોંઘા રત્ન જેમ કે, મુંગા, પોખરાજ, માણેક વગેરે રત્નોની માળાઓ ધારણ કરનારા નાગા બહુ જ ઓછા હોય છે. તેમને ધનથી મોહ નથી હોતો, પણ આ રત્ન તેમના શ્રૃંગારનો આવશ્યક ભાગ હોય છે.  

હથિયાર

2/7
image

નાગાઓને માત્ર સાધુ જ નહિ, પરંતુ યોદ્ધા પણ માનવામાં આવ્યા છે. તેઓ યુદ્ધ કળામાં માહેર, ક્રોધી અને બળવાન શરીરના સ્વામી હોય છે. હંમેશા તેઓ પોતાની સાથે તલવાર, ફરસો કે ત્રિશુલ લઈને ચાલે છે. આ હથિયાર તેમના યોદ્ધા હોવાનું પ્રમાણ છે. સાથે જ તે તેમના લૂકનો પણ હિસ્સો છે.

જટા અને દાઢી જટાઓ પણ નાગા સાધુઓની સૌથી મોટી ઓળખ છે. મોટી-મોટી જટાઓની દેખરેખ પણ એટલા જ જતનથી કરવામાં આવે છે. કાળી માટીથી તેને ધોવામાં આવે છે. સૂર્યની રોશનીમાં સૂકવવામાં આવે છે. પોતાની જટાઓને નાગા સજાવે છે. કેટલાક ફૂલથી, કેટલાક રુદ્રાક્ષ તો કેટલાક મોતીઓની માળાઓથી જટાનો શ્રૃંગાર કરે છે. તો જટાની તરફ દાઢી પણ નાગા સાધુઓની ઓળખ હોય છે. તેની દેખરેખ પણ જટાઓની જેમ થાય છે. નાગા સાધુ પોતાની દાઢીને પણ કાળજીથી સાફ કરે છે.   

લંગોટ

3/7
image

સામાન્ય રીતે નાગા સાધુઓ નિર્વસ્ત્ર હોય છે, પરંતુ અનેક સાધુ એવા છે જે લંગોટ પણ ધારણ કરે છે. તેની પાછળ અનેક કારણ છે, જેમ કે ભક્તોને તેમની પાસે આવવામાં કોઈ તકલીફ ન થાય. અનેક સાધુ હઠયોગ માટે લંગોટ ધારણ કરે છે. જેમ કે, લોખંડની લંગોટ, ચાંદીની લંગોટ, લાકડીની લંગોટ. તે પણ એક તપની જેમ હોય છે.

રુદ્રાક્ષ

4/7
image

ભસ્મની જેમ નાગાઓને રુદ્રાક્ષ પણ બહુ પ્રિય છે. કહેવાય છે કે, રુદ્રાક્ષ ભગવાન શિવના આસુંઓથી ઉત્પન્ન થયા હતા. તે સાક્ષાત ભગવાન શિવના પ્રતિક છે. આ કારણે લગભગ તમામ શૈવ સાધુ રુદ્રાક્ષની માળા પહેરે છે. આ માળાઓ સાધારણ નથી હોતી. તેને વર્ષો સુધી સિદ્ધ કરવામાં આવે છે. આ માળાઓ નાગાઓ માટે આભા મંડળ જેવું વાતાવરણ પેદા કરે છે. કહેવાય છે કે, જો કોઈ નાગા સાધુ કોઈના પર ખુશ થઈને પોતાની માળા આપી દે તો તે વ્યક્તિ પર તેઓ ન્યૌછાવર થઈ જાય છે. 

તિલક

5/7
image

નાગા સાધુ સૌથી વધુ ધ્યાન પોતાના તિલક પર આપે છે. તે ઓળખ અને શક્તિ બંનેનું પ્રતિક છે. રોજ તિલક એક જેવું લાગે, તેના માટે તેઓ બહુ જ સાવધાન રહે છે. તેઓ ક્યારેય પોતાના તિલકની શૈલી બદલતા નથી. તિલક લગાવવા માટે તે બારીકાઈથી કામ લે છે. જેમાં સારામાં સારો મેકઅપ મેન પણ મ્હાત ખાઈ જાય છે. 

ફૂલ

6/7
image

અનેક નાગા સાધુ નિયમિત રૂપે ફૂલોની માળા ધારણ કરે છે. તેમાં ગોટાના ફૂલ સૌથી વધુ પસંદ કરાય છે. તેની પાછળ કારણ છે કે, ગોટાના ફૂલ લાંબા સમય સુધી તાજા રહે છે. નાગા સાધુ ગળામાં, હાથ પર અને વિશેષ રીતે પોતાની જટાઓમાં ફૂલ લગાવે છે. જોકે, અનેક સાધુ પોતાની જાતને ફૂલોથી દૂર પણ રાખે છે. તે એક અંગત પસંદ અને વિશ્વાસનો મામલો છે.

ભસ્મ

7/7
image

નાગા સાધુઓને સૌથી વધુ પ્રિય હોય છે ભસ્મ. ભગવાન શિવના ઔધડ રૂપમાં ભસ્મ રમાડવું બધા જાણે છે. આવા જ શૈવ સંપ્રદાયના સાધુ પણ પોતાના આરાધ્યની પ્રિય ભસ્મને પોતાના શરીર પર લગાવે છે. રોજ સવારે સ્નાન બાદ નાગા સાધુ સૌથી પહેલા પોતાના શરીર પર ભસ્મ લગાવે છે. આ ભસ્મ તાજી હોય છે. ભસ્મ શરીર પર કપડાની જેમ કામ કરે છે.