Kumbh mela 2019 News

કુંભમેળામાં શાનથી ઉજવાશે આજે માધ પૂર્ણિમા, 80 લાખ શ્રદ્ધાળુઓ સ્નાન કરશે
 જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર હુમલામાં ઓછામાં ઓછા 40 જવાનો શહીદ થવાની ઘટનાને ધ્યાનમાં રાખીને વિશ્વના સૌથી મોટા આધ્યાત્મિક સમાગમ કુંભ મેળાના પાંચમા પ્રમુખ સ્નાન પર્વ માધી પૂર્ણિમા સ્નાન માટે પ્રશાસને સુરક્ષાના કડક બંદોબસ્ત કર્યા છે. આજે કુંભમાં માધી પૂર્ણિમા સ્નાનના અવસર પર શ્રદ્ધાળુ આસ્થાની ડુબકી લગાવી રહ્યાં છે. આજના પાવન દિવસે અંદાજે 80 લાખ શ્રદ્ધાળુઓના ગંગા અને સંગમમાં સ્નાન કરવાની શક્યતા છે. સ્નાનાર્થીઓ માટે મેળા ક્ષેત્રમાં સુરક્ષાની પર્યાપ્ત વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસ ઉપરાંત અન્ય સુરક્ષા એજન્સીઓના જવાન સતત દરેક પળે નજર રાખી રહ્યા છે.
Feb 19,2019, 7:48 AM IST
Photos : દુનિયાની ભલભલી સુંદરીઓને પણ શરમાવે તેવો હોય છે નાગા સાધુઓનો શ્રૃં
 આપણે બધા જ જાણીએ છીએ કે, પ્રયાગરાજમાં કુંભ મેળાનો આરંભ થઈ ચૂક્યો છે. આવામાં કહેવાય છે કે, અહીં આવનાર દરેક વ્યક્તિ કુંભના રંગમાં રંગાયેલું નજર આવે છે. ખાસ કરીને નાગા સાધુ. કહેવાય છે કે, નાગા સાધુ કુંભની આત્મા હોય છે. કુંભમાં જો નાગા સાધુ અને તેમની હર-હર મહાદેવનો અવાજ ન સંભળાય તો કુંભ અધૂરો લાગે છે. ઉલ્લેખનીય છે કે, કુંભ દરમિયાન નાગા સાધુ અને તેમની વેશભૂષા લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. તેમનો શ્રૃંગાર અને અજીબોગરીબ હરકત દરેકને પોતાની તરફ આકર્ષિત કરે છે. આવામાં ઉત્સાહી લોકોને આ જાણવું જરૂર ગમશે કે નાગા સાધુઓનો શ્રૃંગાર અને અસ્ત્ર-શસ્ત્ર કેવા હોય છે. જાણો તેની સાથે જોડાયેલી રોચક વાત. 
Feb 1,2019, 11:07 AM IST
Photos : અકબરે તેના કિલ્લામાં કેદ કર્યું હતું આ પવિત્ર અક્ષયવટને, જેની પાછ
 15 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલા કુંભ મેળામાં ગત ગુરુવારે અક્ષય વૃક્ષ શ્રદ્ધાળુઓ માટે દર્શન માટે ખોલી દેવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અહીં પૂજા કરીને અક્ષયવડની પરિક્રમા લગાવી હતી. સેનાના પૂજારીઓએ પૂજાપાઠ કર્યા હતા. ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં અકબરના કિલ્લામાં અક્ષયવટ આવેલું છે. કહેવામાં આવે છે કે, આ વૃક્ષ પર ચઢીને લોકો મોક્ષની કામના અને પાપોમાંથી મુક્તિ માટે યમુના નદીમાં કૂદીને પોતાનો જીવ આપતા હતા, પરંતુ અકબરે આ પરંપરા પર રોક લગાવી હતી. જો કે ત્યારબાદ આ કિલ્લો બંધ કરી દેવામાં આવ્યો હતો. બ્રિટિશ કાળ પછી આ કિલ્લાની દેખરેખ સેના દ્વારા કરાઈ રહી છે. આ કિલ્લો સેનાનો આયુધ સેન્ટર છે, ત્યાં સેનાના જ પુજારી પૂજા-અર્ચના કરે  છે. હિન્દુ શ્રદ્ધાળુઓ દ્વારા વર્ષોથી માંગ ઉઠી રહી હતી કે, અક્ષયવટને દર્શન માટે ખુલ્લો મૂકવામાં આવે. સરસ્વતી કૂપ માટે કહેવાય છે કે, અહીંથી સરસ્વતી નદી જઈને ગંગા-યમુનાને મળતી હતી. પણ તાજેતરમાં જ પીએમ મોદીએ આ અક્ષયવટ લોકોને દર્શન માટે ખુલ્લુ મૂકવાની જાહેરાત કરી હતી. તો શું છે આ અક્ષયવટ પાછળની કહાની, તે જાણીએ. 
Jan 11,2019, 8:26 AM IST

Trending news