સિંહણ ડેમ ઓવરફ્લો; મનમોહક દ્રશ્યો જોવા આસપાસના લોકો એકઠા થયા, જુઓ PHOTOs

Gujarat HeavyRains: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં છેલ્લા ત્રણ દિવસથી સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો હોવાથી ઉપરવાસમાં પાણી આવક વધતા ખંભાળિયા નજીક આવેલ સિંહણ ડેમ ઓવરફ્લો થયો છે. ખંભાળિયા અને આસપાસના વિસ્તારોમાં રહેતા લોકો ડેમ ઓવરફ્લો થતા તેના નયનરમ્ય દ્રશ્યો જોવા એકઠા થયા હતા.

1/3
image

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં મોસમનો કુલ 50 ઇંચ જેટલો વરસાદ થયો જે ચાલુ વર્ષનો 130 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ વચ્ચે ખંભાળિયામાં બે દિવસમાં 15.5 ઇંચ મુશળધાર વરસાદ વરસતા ઉપરવાસમાં પાણીની સારી એવી આવક થતા ખંભાળિયાના સલાયા બંદર તેમજ તેના આસપાસના 10થી વધુ ગામને પીવાનું પાણી અને સિંચાઈ માટેનું પાણી પૂરું પાડતો સિંહણ ડેમ ઓવરફલો થયો છે.

2/3
image

આરાધના ધામ પાસે આવેલ સિંહણ ડેમ ઓવરફ્લો થતા લોકો ખુશ ખુશાલ જોવા મળ્યા. સિંહણ ડેમ ઓવરફ્લો થતા સિંહણ, નાના માંઢા, મોટા માંઢા, નાના આંબલા, મોટા આંબલા સહિતના ગામોને સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવતું હોવાથી ખેડૂતોને ફાયદો થશે, ત્યારે ખંભાળીયા તાલુકામાં મુશળધાર વરસાદ વરસ્યો હતો. જેથી ઉપરવાસ અને ગ્રામ્ય વિસ્તારોમાં વધુ વરસાદના કારણે સિંહણ ડેમ ઓવરફ્લો થયો છે. 

3/3
image

ખંભાળિયા તાલુકાના લોકો માટે જીવાદોરી સમાન સિંહણ ડેમ ઓવરફ્લો થયો હતો. જેથી સ્થાનિકોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો. સાથે જ ખંભાળીયાના આસપાસના વિસ્તારમાં રહેતા લોકો સિંહણ ડેમ ઓવરફ્લો થયાના નયનરમ્ય દ્રશ્યો જોવા ઉમટી પડ્યા હતા અને ડેમના મનમોહક દ્રશ્યો જોઈ ખુબ જ ખુશ જોવા મળી રહ્યા છે.