Himmatnagar News: હિંમતનગરમાં યુવતીએ કેનેડાના વિઝા અપાવવાની લાલચ આપી છેતરપિંડી આચરી હોવાની ઘટના સામે આવી છે. ફરિયાદી સહિત સાત જણાના 1 કરોડ 37 લાખની છેતરપિંડી આચરી છે. હિંમતનગરમાં પ્રીતિ ઈન્સ્ટિટ્યુટ ખોલીને સંચાલક યુવતીએ છેતરપિંડી આચરી હોવાનું ખુલ્યું છે. પ્રિતીબેન પ્રશાંતભાઈ વ્યાસ નામની યુવતીઓ ઈન્સ્ટિટ્યુટ સંસ્થા શરુ કરી હતી. સંસ્થાના નામે વિઝા અપાવવાની લાલચ આપીને લોકો પાસેથી રૂપિયા ઉઘરાવ્યા હતા. જેમાં કેનેડાના વર્ક વિઝાના બહાને ફરિયાદી પાસેથી હિંમતનગરના યુવકના 23 લાખ રુપિયા પડાવ્યા હતા, ફરિયાદી પ્રિયમસિંહ ભરતસિંહ સીસોદીયા સહિત સાત જણા 1 કરોડ 37 લાખમાં છેતરાયો. ૨૩ લાખમાંથી ચાર લાખ રૂપિયા પરત આપીને બાકીના 19 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી હતી.
Ahmedabad Cyber Crime: અમદાવાદ શહેરના સાયબર ક્રાઈમ વિભાગે સોશિયલ મીડિયા પર ચાલી રહેલા એક ભયાનક "લવ ગુરુ" સ્કેમનો પર્દાફાશ કર્યો છે. ઇન્સ્ટાગ્રામ પર “Pooja Kinnar Guruma” ના નામે ખોટી ઓળખ આપી મહિલાઓને પ્રેમ લગ્ન અને વશીકરણ જેવી સમસ્યાઓ ઉકેલવાના બહાને ઠગતા આરોપી રાજનીશ ગોવિંદલાલ ભાર્ગવાની રાજસ્થાનના બિકાનેરથી ધરપકડ કરવામાં આવી છે.
Valsad News: રાજ્યના છેવાડે આવેલ વલસાડ જિલ્લાના ઉમરગામ પોલીસ સ્ટેશનની હદમાં એક વિચિત્ર ઘટના પ્રકાશમાં આવી છે. એક ફરિયાદી વૃદ્ધને કેટલાક ઈસમોએ રૂપિયા ડબલ કરી આપવાની લાલચમાં એવા ફસાવ્યા હતા કે વૃદ્ધે 19 લાખથી પણ વધારે રૂપિયા ખોવાણો વારો આવ્યો છે. વૃદ્ધને એવી હૈયા ધારણા આપી હતી કે રૂપિયાનો વરસાદ થશે અને તમારા માતાજીની કૃપા થશે અને લાખો રૂપિયાનો ફાયદો થશે.
Ahmedabad News:ડિજિટલ ગેજેટના વધુ પડતા ઉપયોગના કારણે સ્પાઈનની સમસ્યામાં વધારો થઈ રહ્યો છે. બદલાતી લાઈફ સ્ટાઇલ અને બેઠાડુ જીવનની અસર નાની ઉંમરની વ્યક્તિઓ ઉપર પડી રહી છે. 20 થી 40 વર્ષની ઉંમર વાળી વ્યક્તિમાં સ્પાઈનને લગતી ફરિયાદો ઉઠી રહી છે. કલાકો સુધી કોમ્પ્યુટર અને લેપટોપ ઉપર કામ કરતા લોકોમાં કમરના દુખાવાની ફરિયાદો ઉઠી. વ્યસ્કોની સાથે બાળકોમાં પણ વધુ પડતા ઉપયોગના કારણે સ્પાઈનના આકરમાં બદલાવ સાથે દુખાવાની સમસ્યા.
Uttarayan Celebration:ઉત્તરાયણના પર્વ નિમિત્તે આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ ગયું હતું. લોકોએ કાપ્યો છે...કાપ્યો છે....લપેટ....લપેટ....ની બૂમો પાડી ઉત્સાહભેર ઉજવણી કરી હતી. પરંતુ અબોલ પક્ષીઓ માટે આ તહેવાર મોતની સજા બની જાય છે. તેને ધ્યાનમાં રાખતાં આણંદ જિલ્લાના પાંચ ગામના આગેવાનોએ અનોખો નિર્ણય લીધો હતો.
Ahmdabad News: તહેવારને લઈને લોકો વતન જતા ગીતામંદિર એસટી ડેપો ખાતે મુસાફરોની ભીડ વચ્ચે અવ્યવસ્થા. તહેવાર પર વતન જવા લોકોની દોટ. વતન જવાને લઈને ગીતા મંદિર એસ ટી સ્ટેન્ડ પર મુસાફરો ઉમટયા. મુસાફરો ઊમટતા બસ સ્ટેન્ડ પર સર્જાઈ ભીડ. સૌથી વધુ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત રૂટ પર ભીડ. ભીડ વચ્ચે બસ નહિ મળતા હોવાના લોકોના આક્ષેપ
Panchmahal News: પંચમહાલમાં એસટી બસના કંડક્ટરનો વીડિયો વાયરલ. બસમાં કંડક્ટરે લોકોને કરાવ્યો આનંદ. હિન્દી અને ગુજરાતી ગીતો ગાઈને લોકોને મનોરંજન કરાવ્યું. હાથમાં માઈક લઈને સુંદર ગીત ગાતા કંડક્ટર વાયરલ. એસટીના મુસાફરોને પણ આવી સવારી કરવાની મજા. મુસાફરોએ કંડક્ટરના ટેલેન્ટની કરી સરાહના.
Surat News: ધર્મની આડમાં અંધશ્રદ્ધાનો વ્યાપાર ચલાવીને લોકોને છેતરવાના એક આઘાતજનક કિસ્સાનો સુરતમાં પર્દાફાશ થયો છે. સુરતના વેલંજા વિસ્તારમાં રહેતા એક પરિવારે છેલ્લા 12 વર્ષથી તેમની દીકરીને 'માતાજીનો અવતાર' જાહેર કરીને લાખોની છેતરપિંડી આચરી હતી. આ સમગ્ર ગોરખધંધાનો ખુલાસો ત્યારે થયો, જ્યારે ભુઈ તરીકે રજૂ કરાતી દીકરીએ રડીને કહ્યું કે, "મારે ભણવું છે, માતાજી નથી બનવું."
Morbi News:મોરબી જિલ્લાના હળવદમાં મોગલ માતાજીના ભુવાના નામે લોકોમાં અંધશ્રદ્ધા ફેલાવવામાં આવતી હતી અને લોકોને બ્રહ્મમાં નાખીને માતાજીની ટેક રાખવામાં આવતી હતી જે અંગે ભારત જન વિજ્ઞાન જાથાની ટીમ દ્વારા તે ભુવાને ઘરે જઈને તેની ધતિંગ લીલાનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ ભુવાની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે થઈને હળવદમાં ફરિયાદ નોંધાવવા માટે થઈને તજવીજ હાથ ધરી હતી.
Surat News: સુરત ખોડલધામ સમિતિનો મોટો નિર્ણય. નવરાત્રી ગરબામાં અન્ય ધર્મના લોકોને ‘નો એન્ટ્રી’. લવ જેહાદ અટકાવવા માટે ગરબામાં પ્રવેશ પહેલાં ફરજિયાત આઈડી ચેક. “સમાજની દીકરી, સમાજના આંગણે” – દીકરીઓની સુરક્ષાના હેતુથી કડક નિયમ. કોસમાડા લાઈવ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાં ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન. કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર માટે ભંડોળ એકત્ર થશે.
Gujarat Electricity department News: વીજધારકોને વીજળી બિલમાં સરકારે મોટી રાહત આપી છે. રાજ્ય સરકારે યુનિટદીઠ ફ્યૂઅલ ચાર્જમાં 15 પૈસાનો ઘટાડો કર્યો છે. 1 જુલાઈથી જ વીજ વપરાશ પર વીજધારકોને લાભ મળશે. 100 યુનિટે 15 રૂપિયા બચશે. જુલાઈથી સપ્ટે. સુધીના ૩ માસમાં આ ઘટાડાનો લાભ મળશે. સરકારી વીજળી વાપરતા ગ્રાહકો માટે ફ્યૂઅલ સરચાર્જ યુનિટે 15 પૈસા ઘટશે. ઓક્ટોબર-24થી જૂન-25 સુધી FPPPA રેટ રૂ.2.45 રહ્યો.
મોરબીમાં દીકરીના લગ્નમાં માતાપિતા-પરિવારના સભ્યો સહીત 11 લોકો કરશે અંગદાનનો સંકલ્પ. દીકરીને કરિયાવરમાં મોંઘી ચીજવસ્તુઓ તો સૌ કોઈ આપે છે અહી માતાપિતા, દાદા-દાદી સહિતના સભ્યો અંગદાનની ભેટ આપશે.
Gujarat Government: ગુજરાત સરકારનો વધુ એક નાગરિક હિતલક્ષી નિર્ણય..રાજ્યના નબળા વર્ગોને મફત અને સક્ષમ કાનૂની સહાય પૂરી પાડવા માટેની આવક મર્યાદામાં વધારો કરાયો. ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ કાયદો-૧૯૯૭ની કલમ-૨૦માં સુધારો કરીને સહાય મેળવવા માટે આવક મર્યાદા રૂ.૧ લાખથી વધારીને રૂ.૩ લાખ કરાઇ
ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે મોરબી જિલ્લાના દરિયાઈ કાંઠાના લોકોને સતર્ક કરાયા છે અને લોકોને શું કરવું અને શું ના કરવું તેની સમજ આપવા માટે રેન્જ આઇજી અશોકકુમાર યાદવ દરિયાકાંઠાના ગ્રામ્ય વિસ્તારમાં પહોંચ્યા હતા.
વાપીના પારડીમાં 22 વર્ષીય યુવતીનું શંકાસ્પદ મોત, ચિતા પર મૃતદેહ પર ડામના નિશાન જોઇ લોકો ચોંકી ઊઠયા, યુવતીને માતાજી આવતા હોવાનું કહી ભુવા પાસે લઈ ગયા તેણે ઐકરા ડામ આપ્યા પછી ખેંચ આવ્યા બાદ પ્રાણપંખેરુ ઊડી ગયા
મેંદરડા તાલુકામાં સમઢીયાળા ગામમાં છેલ્લા ત્રણ વર્ષથી માનસિક દિવ્યાંગ લોકો માટે બનાવવામાં આવેલો ગાંગેડી આશ્રમ સામે આક્ષેપ કરવામાં આવ્યા છે. સુરતમાં રહેતા ભૂમિબેન મહેતાની 22 વર્ષની દીકરી દિશા મહેતા માનસિક દિવ્યાંગ હોવાથી ગાંગડી આશ્રમમાં એક મહિના પહેલા મૂકવામાં આવી હતી.
સુરતમાં રખડતાં કૂતરાઓનો આતંક સામે આવ્યો છે. કેટલાક વિસ્તારોમાં કૂતરાઓને કારણે લોકોનું ઘરની બહાર નિકળવું મુશ્કેલ બની ગયું છે. ખાસ કરીને બાઇક સવાર લોકો પર કૂતરાઓ સતત હુમલા કરી રહ્યાં છે.
આરોપીએ બેફામ રીતે 130ની સ્પીડે કાર ચલાવી ડિવાઈડર કૂદીને રોડની સામેની સાઈડ પહોંચી ગયો હતો. કાર ચાલકે સામેથી આવતા એક પછી એક કુલ પાંચ વાહનને ઉડાવી છ વ્યક્તિને અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.
People are enthusiastic about voting in the country's capital Delhi..... Rahul Gandhi, Sandeep Dixit, S Jaishankar and other luminaries voted..
રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભગવતસિંહ ગાર્ડન પાસે આવેલી નકળંગ ટી સ્ટોલ ખાતે ગત 15મી જાન્યુઆરી 2025 ના રોજ અસામાજિક તત્વો દ્વારા પેટ્રોલ બોમ્બ જેવા જવલનશીલ પ્રવાહી ભરેલ સળગતી બોટલ ફેંકીને ડરનો માહોલ ઉભો કરવાની કોશિશ કરવામાં આવી હતી.
ગૃહરાજ્યમંત્રીએ મહિલાઓને એક્શનમાં આવવાની સલાહ આપી હતી. તેઓએ કહ્યું કે " બહેનો હાથમાં લાકડી લઇને બેસે તો કોઇ પિચકારી મારશે ? બધી બહેનો ભેગી થઇને નીચે બેસો હાથમાં દંડો લઇને. કોઇ ભાઇઓ મોઢામાં મસાલો નહીં નાંખે, એ બિલ્ડીંગની બહાર જ ચૂપચાપ થૂંકીને આવશે"
સ્થાનિક આગેવાન બળવંત ભાઇ બારોટે જણાવ્યું હતું કેમતોના રાજકારણ માટે આ પ્રમાણે વિભાજન થયું, અમારી બેંક ડેરી કચેરી પાલનપુર હતુ જે અમને સાનુકૂળ હતુ પણ હવે માત્ર આધારકાર્ડ રેશનકાર્ડ જેવા સરકારી કામ માટે પણ થરાદના ચક્કર ખાવા પડશે. માત્ર કેટલાક લોકોના ઇશારે આ જિલ્લાનું આ પ્રમાણે વિભાજન કરવામાં આવ્યુ છે.