Delhi: લોકડાઉનની જાહેરાત થતા જ દિલ્હીમાં દારૂની દુકાનો પર ઉમટી પડ્યા લોકો, જુઓ PHOTOS

કેજરીવાલે કરી લોકડાઉનની જાહેરાત

1/4
image

નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસ સંક્રમણ બેકાબૂ ગતિથી ફેલાઈ રહ્યું છે જેને કારણે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 6 દિવસના લોકડાઉનની જાહેરાત કરી છે જે આજ રાતે 10 વાગ્યાથી લાગુ થશે અને આવતા સોમવારે સવારે 5 વાગ્યા સુધી રહેશે. આ જાહેરાત બાદ લોકોમાં અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને દારૂની દુકાનો પર લોકો ઉમટી પડ્યા છે. 

વાઈન શોપમાં ભીડ

2/4
image

રાજદાની દિલ્હીમાં પૂર્ણ લોકડાઉન આજે એટલે કે સોમવારે રાતે 10 વાગે શરૂ થશે અને આગામી સોમવાર (26 એપ્રિલ)ના રોજ સવારે 5 વાગ્યા સુધી લાગુ રહેશે. આ જાહેરાત બાદ દારૂની દુકાનો પર ભીડ ઉમટી છે. 

બેકાબૂ થયા લોકો

3/4
image

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લોકડાઉન દરમિયાન જરૂરી સેવા ચાલુ રહેશે એમ જણાવ્યું છે. પંરતુ દારૂની દુકાનોમાં તો જબરદસ્ત ભીડ જોવા મળી રહી છે. 

કોટા ખરીદવામાં ઉતાવળ

4/4
image

દારૂની દુકાનો પર ઉમટી પડેલી ભીડમાં અનેક લોકો માસ્ક વગર જોવા મળ્યા. દિલ્હીમાં લગભગ દરેક દારૂની દુકાનની બહાર સશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા જોવા મળ્યા.