મુકેશ અંબાણી-નીતા અંબાણીના લગ્નના આ Photos તમે નહીં જોયા હોય! ફેરવો એક નજર
Nita Ambani Mukesh Ambani Wedding Photos: બિઝનેસ ટાયકુન મુકેશ અંબાણી અને નીતા અંબાણી અવારનવાર પોતાની લાઈફસ્ટાઈલને લઈને સોશિયલ મીડિયા પર છવાયેલા રહે છે. નીતા અંબાણીના ડિઝાઈનર આઉટફિટ્સથી લઈને તેમની જ્વેલરીની લોકો ચર્ચા કરતા હોય છે. પરંતુ શું તમે ક્યારેય નીતા અંબાણી અને મુકેશ અંબાણીના લગ્નની તસવીરો જોઈ છે ખરા? 38 વર્ષ પહેલા જ્યારે નીતા અને મુકેશ અંબાણીના લગ્ન થયા ત્યારે દુલ્હન બનેલા નીતા અંબાણીના ચહેરા પરની ચમક જોવા લાયક હતી. જુઓ નીતા અંબાણી અને મુકેશ અંબાણીના લગ્નની કેટલીક તસવીરો...
મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પ્રેમની કહાની કોઈ ફિલ્મથી જરાય કમ નથી. આપણે બધા જાણીએ છીએ કે નીતા અંબાણી ક્લાસિકલ ડાન્સિંગના શોખીન છે અને ડાન્સ નીતા અંબાણી પરિવારના વહુ બનવાનો રસ્તો બન્યો હતો.
એવું કહેવાય છે કે 38 વર્ષ પહેલા નીતા અંબાણીએ એક નવરાત્રિ પર આયોજિત થયેલા કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જ્યાં ધીરુભાઈ અંબાણી અને કોકિલાબેન પણ પહોંચ્યા હતા. નીતા અંબાણીને સ્ટેજ પર ડાન્સ કરતા જોઈને ધીરુભાઈ તથા કોકિલાબેન ઈમ્પ્રેસ થઈ ગયા હતા.
રિપોર્ટસનું માનીએ તો ધીરુભાઈ અંબાણીએ નીતા વિશે જાણકારી મેળવ્યા બાદ તેમના ઘરે ફોન કર્યો હતો. જ્યારે ફોન પર ધીરુભાઈએ પોતાનો પરિચય આપ્યો તો નીતાને વિશ્વાસ નહતો આવ્યો અને તેમણે રોંગ નંબર કહીને કાપી નાખ્યો હતો. ધીરુભાઈએ પણ એક નહીં અનેકવાર ફોન કર્યો અને પછી ઘણીવાર બાદ નીતાને વિશ્વાસ થયો કે ફોનની બીજી બાજુ ખરેખર ધીરુભાઈ અંબાણી છે.
એવું કહેવાય છે કે મુકેશ અંબાણીએ ખુબ અતરંગી સ્ટાઈલમાં નીતાને પ્રપોઝ કર્યું હતું. મુકેશ એકવાર નીતાને કાર ડ્રાઈવ પર લઈ ગયા હતા. સિગ્નલ પર ગાડી અટકી તો તેમણે લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. ત્યારે સિગ્નલ ગ્રીન થઈ ગયું અને પાછળથી અન્ય ગાડીઓના હોર્ન વાગવા લાગ્યા હતા. નીતાએ જવા માટે કહ્યું પરંતુ મુકેશ અંબાણીએ જીદ પકડી હતી કે જવાબ સાંભળ્યા બાદ જ તેઓ ગાડી ચલાવશે.
નીતાએ મુકેશ અંબાણીને લગ્ન માટે ત્યારે હા કહી હતી. હવે નીતા અને મુકેશ અંબાણીનો સંબંધ દુનિયાભર માટે કપલ ગોલ્સ જેવો છે.
Trending Photos