મુકેશ અંબાણી લાવ્યા જિયોનો જબરદસ્ત પ્લાન, ડેઈલી 2 GB ડેટા સાથે ફ્રીમાં જુઓ નેટફ્લિક્સ અને બીજા ઢગલો ફાયદા

 જિયોએ દેશમાં ઈન્ટરનેટના ઉપયોગ કરવાના ક્ષેત્રમાં ક્રાંતિ લાવી દીધી છે. જિયોના લોન્ચ બાદથી અનેક લોકો ઈન્ટરનેટનો ઉપયોગ કરવા લાગ્યા છે. આ સાથે જ જિયોએ દેશના ખૂણે ખૂણે ઈન્ટરનેટ પહોંચાડ્યું છે. જિયોએ એક નવો કોમ્બો પ્લાન લોન્ચ કર્યો છે જે નેટફ્લિક્સ સાથે આવે છે.

1/7
image

રિલાયન્સ જિયોના દેશમાં 48 કરોડ યૂઝર્સ છે. તે દેશની જાણીતી ટેલિકોમ કંપની છે. હાલ જિયોની કમાન બિઝનેસમેન અને એશિયાના સૌથી ધનિક મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણીના હાથમાં છે. આકાશ હાલ જિયોના ચેરમેન છે. જિયોએ દેશમાં ઈન્ટરનેટના ઉપયોગ કરવાના ક્ષેત્રમાં ક્રાંતિ લાવી દીધી છે. જિયોના લોન્ચ બાદથી અનેક લોકો ઈન્ટરનેટનો ઉપયોગ કરવા લાગ્યા છે. આ સાથે જ જિયોએ દેશના ખૂણે ખૂણે ઈન્ટરનેટ પહોંચાડ્યું છે.   

રિચાર્જ પ્લાનના ભાવ

2/7
image

થોડા સમય પહેલા રિલાયન્સ જિયોએ પોતાના રિચાર્જ પ્લાનના ભાવ વધાર્યા હતા. જિયોએ પોતાનો પોર્ટફોલિયો અપડેટ કરતા ટેરિફ પ્લાનના ભાવમાં વધારો કર્યો હતો. આ વધારો ગત 3 જુલાઈએ કર્યો હતો. 

નવા રિચાર્જ પ્લાન

3/7
image

વધારા બાદ પણ જિયો પોતાના યૂઝર્સને અલગ અલગ પ્રાઈઝ રેન્જમાં રિચાર્જ પ્લાન ઉપલબ્ધ કરાવે છે. જે યૂઝર્સને અલગ અલગ બેનિફિટ્સ ઓફર કરે છે. આ બેનિફિટ્સ વેલિડિટી અને ડેટાના આધારે અલગ અલગ હોય છે.   

નેટફ્લિક્સ સબસ્ક્રિપ્શન

4/7
image

જિયોએ એક નવો કોમ્બો પ્લાન લોન્ચ કર્યો છે જે નેટફ્લિક્સ સાથે આવે છે. આ પ્લાન એવા લોકો માટે એક શાનદાર ઓપ્શન છે જે નેટફ્લિક્સનો આનંદ લેવા માંગે છે અને આ સાથે જ પોતાના મોબાઈલ ડેટા અને કોલિંગની જરૂરિયાતોને પૂરી કરવા માંગે છે. 

પ્લાનની ખાસિયત

5/7
image

આ પ્લાનની ખાસિયત એ છે કે આ પ્લાન નેટફ્લિક્સ (મોબાઈલ)ના ફ્રી સબસ્ક્રિપ્શન સાથે આવે છે. તમને નેટફ્લિક્સનું ફ્રી મોબાઈલ સબસ્ક્રિપ્શન મળે છે. જેનાથી તમે તમારા સ્માર્ટફોન પર નેટફ્લિક્સની વિશાળ લાઈબ્રેરીમાં રહેલી ફિલ્મો અને વેબ સિરીઝનો આનંદ ઉઠાવી શકો છો. 

પ્લાનના ફાયદા

6/7
image

આ પ્લાનની કિંમત 1,299 રૂપિયા છે અને તે 84 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાનમાં યૂઝર્સને રોજનો 2જીબી ડેટા મળે છે. આ પ્લાન અનલિમિટેડ કોલિંગ સાથે આવે છે. જેનાથી યૂઝર્સ કોઈ પણ નેટવર્ક પર જેટલું ઈચ્છે એટલું કોલિંગ કરી શકે છે. 

સુવિધા

7/7
image

યૂઝર્સને આ પ્લાનમાં રોજ  100 SMSની સુવિધા પણ મળે છે. જિયોના આ પ્લાનમાં યૂઝર્સને જિયો ટીવી, જિયો સિનેમા, અને જિયો ક્લાઉડ ફ્રી એક્સેસ પણ મળે છે. જો તમે 5જી ફોન યૂઝ કરતા હોવ તો તમારા એરિયામાં 5જી નેટવર્ક ઉપલબ્ધ હોય તો તમને 5જી ડેટા યૂઝ કરી શકો છો.