સોળે કળાએ ખીલ્યો નર્મદા જિલ્લો, ક્યારેય નહીં જોયો હોય સ્ટેચ્યુ ઓફ યુનિટીનો આવો નજારો

જયેશ દોશી, નર્મદા: નર્મદા જિલ્લો 43 ટકા વનવિસ્તાર ધરાવતો જિલ્લો છે વળી અહીં પ્રાકૃતિક સૌંદર્યની પણ હાળમાળા છે. આ વર્ષે ચોમાસાની સીઝનમાં સારો વરસાદ પડ્યો અને જેને કારણે જંગલ વિસ્તારમાં આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે અને સારા વરસાદ બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં જંગલની મજા માણવા પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે એટલેજ નર્મદાને મિનિકાશ્મીર તરીકે ઓળખવામાં આવે છે.

1/10
image

ચોમાસાની સિઝનમાં નર્મદા જિલ્લાનું સૌંદર્ય ખૂબ જ અદભુત હોય છે. તેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેની આજુબાજુના સાતપુડા અને પહાડો અને એની વચ્ચે ગુજરાત રાજ્યની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમના સમગ્ર વિસ્તારનું દ્રશ્ય જોવું એક અદ્ભુભૂત લહાવો છે

2/10
image

તેમાંય જો ચોમાસાની સીઝન ચાલતી હોય ત્યારે વાત જ અલગ હોય છે. હાલ ત્યારે ભરપૂર વરસાદનાની સિઝન ચાલી રહી છે જેના કારણે અહીંયાના ડુંગરો લીલાછમ બની ગયા છે.

3/10
image

જંગલમાં વહેતાં ઝરણાં પણ પાણીથી ભરપૂર રહ્યા છે. ત્યારે આ સિઝનમાં હજારોની સંખ્યામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા તેમજ આ વિસ્તારમાં ફરવા માટે પ્રવાસીઓ ભારતભરમાંથી આવી રહ્યા છે.

4/10
image

પ્રવાસીઓ કહી રહયા છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર સાથે અન્ય કોઈ ને સરખાવાય નહિ એવી અનુભૂતિ. અહીંયા આવનાર પ્રવાસીઓ કરી રહ્યા છે, નર્મદા જિલ્લો વન આચ્છાદિત જિલ્લો છે.

5/10
image

અહીંયા સાતપુડા અને વીંદ્યાચાલની ગિરિમાળાઓ વચ્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમ આવેલો છે.

6/10
image

ચોમાસામાં આ ગિરિકંદરાઓએ જાણે લીલી ચાદર ઓઢી હોય તેવા સુંદર દ્રશ્યો કેવડિયા એકતા નગરમાં જોવા મળે છે.

7/10
image

વરસતા વરસાદ વચ્ચે કુદરતી સૌંદર્ય અદભુત મીની કાશ્મીરની યાદ અપાવે છે. ત્યારે આવા સુંદર વતાવરણને માણવા પ્રવાસીઓ અહીંયા આવે છે.

8/10
image

9/10
image

10/10
image