Photos : આખી દુનિયા ન ભૂલે તેવો ઈતિહાસ ઈન્દિરા ગાંધીએ 1966માં આજના દિવસે રચ્યો હતો

 લાલ બહાદુર શાસ્ત્રીના અચાનક નિધન બાદ ભારતમાં વડાપ્રધાનની પસંદગી કરવાની હતી, જેમાં પૂર્વ ફાઈનાન્સ મંત્રી મોરારજી દેસાઈનું નામ સૌથી આગળ ચાલી રહ્યું હતું. આ મામલામાં ઈન્દિરા ગાંધીએ ચાર દિવસ પહેલા સુધી પોતાનું નામ રાખ્યું ન હતુ. પરંતુ છેલ્લી પારી પર કોંગ્રેસે તેમના નામ પર મહોર લગાવી અને નક્કી થયું કે, ઈન્દિરા ગાઁધી ભારતના આગામી વડાપ્રધાન બનશે. જોકે, પોતાની કેબિનેટની જાહેરાત કરવા સુધી તે વડાપ્રધાન પદ સંભાળી શક્યા ન હતા. આ પહેલા 16મેથી 11 ભારતીય રાજ્યોના મુખ્યમંત્રીઓએ ઈન્દિરા ગાંધીના નામ પર લીલી ઝંડી બતાવી હતી. 19 જાન્યુઆરી, 1966ના રોજ ઈન્દિરા ગાંધીએ ભારતના પહેલા મહિલા વડાપ્રધાન બનીને ઈતિહાસ સર્જી દીધો હતો.

ગુજરાત : લાલ બહાદુર શાસ્ત્રીના અચાનક નિધન બાદ ભારતમાં વડાપ્રધાનની પસંદગી કરવાની હતી, જેમાં પૂર્વ ફાઈનાન્સ મંત્રી મોરારજી દેસાઈનું નામ સૌથી આગળ ચાલી રહ્યું હતું. આ મામલામાં ઈન્દિરા ગાંધીએ ચાર દિવસ પહેલા સુધી પોતાનું નામ રાખ્યું ન હતુ. પરંતુ છેલ્લી પારી પર કોંગ્રેસે તેમના નામ પર મહોર લગાવી અને નક્કી થયું કે, ઈન્દિરા ગાઁધી ભારતના આગામી વડાપ્રધાન બનશે. જોકે, પોતાની કેબિનેટની જાહેરાત કરવા સુધી તે વડાપ્રધાન પદ સંભાળી શક્યા ન હતા. આ પહેલા 16મેથી 11 ભારતીય રાજ્યોના મુખ્યમંત્રીઓએ ઈન્દિરા ગાંધીના નામ પર લીલી ઝંડી બતાવી હતી. 19 જાન્યુઆરી, 1966ના રોજ ઈન્દિરા ગાંધીએ ભારતના પહેલા મહિલા વડાપ્રધાન બનીને ઈતિહાસ સર્જી દીધો હતો.

1/3
image

વર્ષ 1966થી 1977 સુધી સતત 3 પારી માટે ભારતના વડાપ્રધાન રહ્યા હતા. ત્યાર બાદ ચોથી પારીમાં 1980થી લઈને 1984માં તેમની હત્યા સુધી તેઓ વડાપ્રધાન રહ્યા હતા. 19 જાન્યુઆરીએ ઈન્દિરા ગાંધીના વડાપ્રધાન બન્યાના બીજા દિવસે એટલે કે 20 જાન્યુઆરી, 1966ના રોજ મોટાભાગના પેપરમાં હેડલાઈન્સ હતી કે, 48 કરોડ લોકોના વડાપ્રધાનને નાતે 48 વર્ષના ઈન્દિરા ગાંધી દુનિયાની સૌથી તાકાતવાર મહિલા બની ગઈ છે.

2/3
image

આ રિપોર્ટમાં લખાયું હતું કે, તેમને ભારે બહુમતથી કોંગ્રેસ પાર્ટીના નેતા પસંદ કારયા છે, અને તેઓએ મોરારજી દેસાઈને પરાજિત કર્યા છે. એક સમયે પૂર્વ ફાઈનાન્સ મંત્રી મોરારજી દેસાઈને તાર્કિક ઉત્તરાધિકારી માનવામાં આવતા હતા, પરંતુ 20 મહિના પહેલા તેમને શાસ્ત્રીથી પણ મ્હાત ખાવી પડી હતી. તે સમયે રેસમાં ગુલજારીલાલ નંદાનું નામ પણ આગળ ચાલી રહ્યું હતું. પણ ત્યારે તેમને પોતાનું નામ પરત લઈ લીધું હતું. ઔપચારિક રીતે ઈન્દિરા ગાંધીએ 24 જાન્યુઆરીના રોજ પદભાર સંભાળ્યો હતો.  

3/3
image

મોરારજી દેસાઈ પર પણ ઉમેદવારી પરત લેવા માટે દબાણ નાખવામાં આવ્યું હતું. પણ મોરારજી ટસ ના મસ ન થયા. તેમણે પોતાની ઉમેદવારી પરત ન લીધી હતી. આખો દેશ એમ માનતુ હતું કે, વડાપ્રધાન પદ માટે ઉભા રહેલા મોરારજી દેસાઈને ઓછા સાંસદોનું સમર્થન મળશે. પરંતુ પરિણામ તો ચોંકાવનારું આવ્યું હતું. મોરારજી દેસાઈને 169 સાંસદોનું સમર્થન મળ્યું હતું. જ્યારે કે, બાકીના સાંસદોના સમર્થનથી ઈન્દિરા ગાંદી 19 જાન્યુઆરી, 1966ના રોજ દેશના પહેલા મહિલા વડાપ્રધાન બન્યા હતા.