Independence day 2024: PM નરેન્દ્ર મોદીએ 11મી વખત લાલ કિલ્લા પર તિરંગો ફરકાવ્યો, જુઓ તસવીરો
Independence day 2024: આજે સમગ્ર ભારત 77માં સ્વતંત્રતા દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી કરી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઐતિહાસિક લાલ કિલ્લા પર રાષ્ટ્રીય તિરંગો ફરકાવ્યો.v
આઝાદીનો આ પર્વ દર વર્ષે 15મી ઓગસ્ટે સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે અને 15મી ઓગસ્ટ, 1947ના રોજ ભારતને બ્રિટિશ સામ્રાજ્યથી આઝાદી મળી હતી. તે સમગ્ર દેશ માટે ગૌરવ અને આનંદનો દિવસ હતો. સ્વતંત્રતા દિવસ 2024ના અવસર પર, વડાપ્રધાન મોદી રાજઘાટ પહોંચ્યા અને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવવા પહોંચ્યા હતા. અહીં તેમણે 11મી વખત રાષ્ટ્રને સંબોધન કર્યું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 78માં સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ભાગ લેવા માટે લાલ કિલ્લા પર પહોંચ્યા હતા. લાલ કિલ્લા પર છ હજાર મહેમાનો હાજર છે. વડાપ્રધાન સાથે રક્ષા મંત્રી રાજનાથ સિંહ હાજર છે.
વડાપ્રધાન મોદીએ 78મા સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. ભારતીય વાયુસેનાના અદ્યતન હળવા હેલિકોપ્ટરોએ ફૂલોની વર્ષા કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે લાલ કિલ્લા પરથી 11મા સ્વતંત્રતા દિવસ પર સંબોધન કરી રહ્યા છે. 78મા સ્વતંત્રતા દિવસની થીમ વિકસિત ભારત છે. આ અંતર્ગત આઝાદીના 100માં વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.
લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધતા પીએમ મોદીએ કહ્યું, "આજનો દિવસ અસંખ્ય 'સ્વતંત્રતા પ્રેમીઓ'ને શ્રદ્ધાંજલિ આપવાનો છે જેમણે દેશ માટે બલિદાન આપ્યું. આ દેશ તેમનો ઋણી છે."
Trending Photos