મહાકાળીનુ ધામ વાદળોની ફોજમાં લપેટાયું, સોળે કલાએ ખીલી ઉઠ્યું પાવાગઢનું સૌંદર્ય
જ્યેન્દ્ર ભોઈ/પંચમહાલ :વરસાદ પડતા જ પાવાગઢનો માહોલ પલટાયો છે. પાવાગઢનુ સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યુ છે. જાણે કે, આખો પાવાગઢ પર્વત વાદળોની ફોજમાં લપેટાયો હોય! વાતાવરણમા પલટો આવતાં પાવાગઢ પર હિલ સ્ટેશન જેવો નજારો જોવા મળ્યો છે. પાવાગઢ પર્વતનું સૌંદર્ય આહલાદક દ્રશ્યોથી ખીલી ઉઠ્યું છે. આવામાં માતાજીના દર્શનાર્થે આવેલા ભક્તોને કુદરતી નજારો માણવાની મજા પડી છે. પ્રવાસીઓ કુદરતી નજારામાં સેલ્ફી લેતા નજરે પડ્યા છે. પાવાગઢ પર્વત પર લીલીછમ ચાદર ઓઢાઢી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. ચોમાસામાં પાવાગઢનું સૌંદર્ય સોળે કલાએ ખીલી ઉઠે છે.
1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7
Trending Photos