PHOTOS: પુલવામામાં આજે શહીદ થનાર મેજરના હાર્ટ પેશન્ટ માતાને ન અપાયા દીકરાના મોતના ખબર
દહેરાદૂન : પુલવામામાં જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં સોમવારે આતંકવાદીઓ સાથે થયેલ અથડામણમાં દહેરાદૂનના વધુ એક યુવાને શહીદી વહોરી. આજે પુલવામાના પિંગલીના વિસ્તારમાં દહેરાદૂનના ચૂક્કુવાલામાં રહેતા મેજર વીએસ ઢૌડિંયાલ વીરગતિને પ્રાપ્ત થયા છે. વી.એસ.ઢૌડિંયાલની સાથે અન્ય ત્રણ જવાનો પણ પુલાવામાં આતંકીઓ સાથેની અથડામણમાં શહીદ થયા છે. મેજલ ઢૌંડિયાલના શહીદ થવાના સમાચાર મળતા જ ઉત્તરાખંડ વિધાનસભામાં તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. જ્યાં સંસદીય કાર્યમંત્રી પ્રકાશ પંતે વિધાનસભામાં શોક સંદેશ વાંચ્યો હતો.
ઘરમાં દાદી, માતા અને પત્ની
દહેરાદૂનના ચૂક્કુવાલામાં રહેતા મેડર વી.એસ. ઢૌંડિયાલ અહીં પોતાની માતા, દાદી અને પત્ની સાથે રહેતા હતા. જ્યાં તેમની શહાદતના સમાચાર તેમના માતાને આપવામાં આવ્યા ન હતા.
દિલના દર્દી છે માતા
મેજર ઢૌંડિયાલના માતા હાર્ટ પેશન્ટ છે. આવામાં તેમને કોઈ પ્રકારના દુખદ સમાચાર ન આપવામાં આવે, તેથી તેમને દીકરાના મોતના સમાચાર આપવામાં આવ્યા નથી.
ત્રણ બહેનોમાં એકમાત્ર ભાઈ
મેજર ઢૌડિંયાલ સમગ્ર પરિવારમાં એકમાત્ર અને સૌથી નાના દીકરા હતા. તેમની ત્રણ બહેનો છે, જે તેમનાથી મોટી છે. આવામાં જ્યારે તેમની પત્ની અને બહેનોને શહીદીના સમાચાર આપવામાં આવ્યા હતા, તો બધાના રડી રડીને ખરાબ હાલ થયા હતા.
ઘરની બહાર લોકોની ભીડ લાગી
મેજર ઢૌંડિયાલની શહીદીના સમાચાર જોતજોતમાં આખા ટાઉનમાં પ્રસરાઈ ગયા હતા. તેમની ઘરની બહાર મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. આવામાં તેમની માતા વારંવાર પૂછી રહ્યા હતા કે, આખરે શું થયું છે.
તાજેતરમાં જ થયા હતા લગ્ન
ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જ મેજર ઢૌંડિયાલના લગ્ન થયા હતા. આવામાં તેમની શહીદીના સમાચાર મળતા જ તેમની પત્ની બેહાલ થઈ ગઈ હતી.
Trending Photos