આ સુરતી કાકાને મળીને પીએમ મોદી પણ છેતરાઈ જશે, આબેહુબ તેમના જેવા દેખાય છે

Surat News ચેતન પટેલ/સુરત : દેશના વડાપ્રધાનના અનેક ચાહકો દેશમાં છે, ઘણી વખત તેઓના ચાહકો પીએમ મોદી જેવો વેશ પણ ધારણ કરતા હોય છે. ત્યારે સુરતમાં પણ પીએમ મોદીના એક અનોખા ચાહક છે. જહાંગીરપુરા વિસ્તારમાં ફૂટપાથ પર દાણા ચણાની લારી ચલાવતા 62 વર્ષીય વૃદ્ધને લોકો મોદી કાકા કહીને બોલાવે છે. એટલું જ નહી તેઓની સાથે સેલ્ફી પણ પડાવે છે. 
 

1/8
image

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકચાહના ખુબ જ છે. દેશમાં પીએમના અનેક ચાહકો છે અને આ ચાહકો પીએમ માટે કઈને કઈ અલગ કરતા જ હોય છે. ત્યારે હીરા નગરી સુરત શહેરમાં પણ પીએમ નરેન્દ્ર મોદીના એક અનોખા ચાહક છે. સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં 62 વર્ષીય અશોકભાઈ મીર્ગીયા તેમના જેવા દેખાય છે. 

2/8
image

અશોકભાઈ નમો દાણા ચણાની લારી ચલાવે છે. તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જેમ દાખેવા આબેહુબ દેખાવ કર્યો છે. તેથી લોકો તેમને મોદી કાકા કહીને સંબોધન કરે છે. એટલું જ નહી શાળાએ જતા બાળકો પણ તેઓને હાથ મિલાવીને મોદી કાકા કહીને બોલાવે છે.

3/8
image

અશોકભાઈ જહાંગીરપુરા વીસ્તારમાં દાણા ચણાની લારી ચલાવે છે અને લોકો તેમને મોદી કાકા કહીને બોલાવવા લાગ્યા હતા. જેથી તેઓએ પોતાની લારીનું નામ પણ નમો ભેલ અને દાણા ચણા રાખી દીધું હતું. તેઓની લારી પર નાસ્તો કરવા આવતા લોકો તેઓની સાથે સેલ્ફી પણ લઇ રહ્યા છે. 

4/8
image

અશોકભાઈ પીએમ મોદીની જેમ હુબેહું દાઢી રાખે છે અને તેઓ લારી પર આવે છે ત્યારે લોકો તેઓની સાથે સેલ્ફી લઈને નાસ્તાની લિજ્જત પણ માણે છે.   

5/8
image

અશોકભાઈએ જણાવ્યું હતું કે તેમની ઉમર ૬૨ વર્ષ છે. તેઓ છેલ્લા 50 વર્ષથી સુરતમાં રહે છે અને દાણા ચણાની લારી ચલાવે છે. તેઓએ થોડી દાઢી રાખી હતી અને કપડા પણ મોદી સાહેબ જેવા પહેરે છે. જેથી લોકો મને મોદી સાહેબની જેમ જ ઓળખે છે. નાના બાળકો શાળાએ જતી વખતે મને હાથ હલાવીને મોદી કાકા કહીને જાય છે. બધા મોદી સાહેબની જેમ જ મને ઓળખે છે. 

6/8
image

વધુમાં જણાવ્યું હતું કે બધા તેઓને મોદી કાકા બોલાવતા હતા, જેથી તેઓએ પણ પીએમનો પ્રચાર કરવાનું નક્કી કર્યું હતું અને બાદમાં તેઓએ મારી લારીનું નામ પણ નમો રાખી દીધું છે. નામ બદલ્યા બાદ મારો ધંધો પણ ખબૂ જ વધી ગયો છે. બધા મને હવે મોદી કાકા જ કહીને બોલાવે છે. પીએમ મોદી માટે કહેવા માટે શબ્દો ઓછા પડે છે. તેઓના જેવા પીએમ મળવા ખુબ જ મુશ્કેલ છે. પીએમ ગરીબોને આવાસો પણ આપી રહ્યા છે. પહેલા હું ઝુપડામાં રહેતો હતો પરંતુ બાદમાં મેં આવાસમાં ફોર્મ ભર્યું હતું અને મને ઘર પણ મળ્યું છે.   

7/8
image

8/8
image