7.5 કેરેટનો ગ્રીન ડાયમંડ, ગુજરાતનું મીઠું, પંજાબનું ઘી...PM મોદીએ બાઈડેનને આપી આ ખાસ ગિફ્ટ, Photos

1/13
image

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ અમેરિકાના રાજકીય પ્રવાસે છે. ગુરુવારે તેમણે વ્હાઈટ હાઉસમાં રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે મુલાકાત કરી. બાઈડેન અને તેમના પત્ની ઝીલ બાઈડેને પીએમ મોદીનું વ્હાઈટ હાઉસમાં ભવ્ય સ્વાગત કર્યું. બાઈડેને પીએમ મોદીને ડિનર માટે પણ આમંત્ર્યા છે. વ્હાઈટ હાઉસના જણાવ્યાં મુજબ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન અને ફર્સ્ટ લેડી ઝીલ બાઈડેન તરફથી પીએમ મોદીને અનેક ભેટ અપાઈ અને પીએમ મોદીએ પણ જો બાઈડેન અને ઝીલ બાઈડેનને ભારતની સંસ્કૃતિની ઝાંખી કરાવતી ખાસમખાસ ભેટ આપી છે.   

2/13
image

PM મોદીએ '10 પ્રિંસિપલ્સ ઓફ ઉપનિષદ' પુસ્તકની પ્રથમ આવૃત્તિ રાષ્ટ્રપતિ જો બાઈડેનને ભેટમાં આપી.    

3/13
image

PM મોદીએ રાષ્ટ્રપતિ બાઈડેનને મૈસૂરના ચંદનથી બનેલું એક ખાસ બોક્સ ભેટમાં આપવામાં આવ્યું,  

4/13
image

આ બોક્સ જયપુરના કારીગરો દ્વારા બનાવવામાં આવ્યું છે. બોક્સની અંદર ભગવાન ગણેશની મૂર્તિ અને એક દીપક સાથે 10 દાન છે.

5/13
image

ગણેશજીની આ ચાંદીની મૂર્તિ અને ચાંદીનો દીવો કોલકાતાના પાંચમી પેઢીના ચાંદી કારીગરોના એક પરિવાર દ્વારા હાથથી બનાવવામાં આવી છે. 

6/13
image

પશ્ચિમ બંગાળના કુશળ કારીગરો દ્વારા બનાવવામાં આવેલ ચાંદીનું નારિયેળ આપવામાં આવ્યું જેને ગૌદાન (ગાયનું દાન, ગૌદાન) માટે ગાયના સ્થાન પર ચડાવવામાં આવે છે.   

7/13
image

પંજાબમાં તૈયારી કરાયેલું ઘી જેને અજ્યદાન (ઘીનું દાન) માટે ચડાવવામાં  આવે છે. મહારાષ્ટ્રમાં તૈયાર કરાયેલો ગોળ જેને ગુડ દાન (ગોળનું દાન) માટે ઉપયોગમાં લેવાય છે. ઉત્તરાખંડથી મળેલા અક્ષત ચોખા જેને ધાન્ય દાન (અનાજનું દાન) માટે ચડાવવામાં આવે છે.   

8/13
image

રાજસ્થાનમાં હસ્તનિર્મિત 24 કેરેટ શુદ્ધ સોનાનો હોલમાર્કવાળો સિક્કો જેને હિરણ્ય દાન (સોનાનું દાન) તરીકે આપવામાં આવે છે. 

9/13
image

ગુજરાતમાં તૈયાર કરાયેલું મીઠું (મીઠાનું દાન) જે લવણ દાન તરીકે અપાય છે. 

10/13
image

તમિલનાડુના તલ (તલ દાન) અપાયા જેમાં તલદાન હેઠળ સફેદ તલના બીજ અપાય છે. ઉત્તર પ્રદેશમાં નિર્મિત તાંબાની પ્લેટ, જેને તામ્ર પત્ર પણ કહેવાય છે. તેના પર એક શ્લોક અંકિત છે. પ્રાચીન કાળમાં તામ્ર પત્રનો વ્યાપક રીતે લેખન અને રેકોર્ડ રાખવા માટે ઉપયોગ થતો હતો. 

11/13
image

એક બોક્સમાં 99.5 ટકા શુદ્ધ અને હોલમાર્કવાળી ચાંદીનો સિક્કો પણ છે જેને રાજસ્થાનના કારીગરો દ્વારા તૈયાર કરાયો છે. તેને રૌપ્ય દાન (ચાંદીનું દાન) તરીકે આપવામાં આવે છે. મેસૂર, કર્ણાટકથી પ્રાપ્ત ચંદનનો એક સુગંધિત ટુકડો ભૂદાન (ભૂમિનું દાન) તરીકે આપવામાં આવ્યું જે ભૂદાન તરીકે જમીન પર ચડાવવામાં આવે છે. 

12/13
image

આ ઉપરાંત પીએમ મોદીએ અમેરિકાના ફર્સ્ટ લેડી ડો. ઝીલ બાઈડેનને પણ ખાસ ભેટ આપી. તેમના તરફથી ફર્સ્ટ લેડીને લેબમાં તૈયાર કરાયેલો 7.5 કેરેટનો લીલો હીરો આપવામાં આવ્યો. આ હીરો પૃથ્વીથી ખોદવામાં આવેલા હીરોના રાસાયણિક અને ઓપ્ટિકલ ગુણોને દર્શાવે છે. હીરો પર્યાવરણ અનુકૂળ પણ છે. કારણ કે તેના નિર્માણમાં સૌર અને પવન ઉર્જા જેવા પર્યાવરણ વિવિધ સંસાધનોનો ઉપયોગ કરાયો હતો. ગ્રીન ડાયમંડને અત્યાધુનિક ટેક્નોલોજીથી ઉપયોગ કરીને સટીકતાથી તૈયાર કરાયો છે. 

13/13
image

ઝીલ બાઈડેનને પેપર મેશી પણ ગીફ્ટ કરાઈ છે. આ એક એવું બોક્સ છે જેમાં લીલો  હીરો રાખવામાં આવે છે. કાર એ કલમદાની તરીકે ઓળખાય છે. કાશ્મીરના ઉત્કૃષ્ટ પપીયર માચેમાં કાગળની લુગદી અને નક્શીવાળા આ બોક્સને કુશળ કારીગરોએ તૈયાર કર્યું છે.