આ છે મોદી સરકારના 10 શક્તિશાળી મંત્રીઓ, વધુ વિગતો માટે ખાસ જુઓ PHOTOS

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મંત્રીમંડળમાં મંત્રાલયોની ફાળવણી થઈ ગઈ છે. અમિત શાહને ગૃહ મંત્રાલય સોંપવામાં આવ્યું છે. અમિત શાહ પહેલીવાર કેન્દ્રીય કેબિનેટ મંત્રી બન્યા છે. જ્યારે નિર્મલા સીતારમનને નાણા મંત્રાલય ફાળવવામાં આવ્યું છે. રાજનાથ સિંહને રક્ષા મંત્રાલય અપાયું છે.  

1/10
image

અમિત શાહ: અમિત શાહ પહેલીવાર કેન્દ્રીય કેબિનેટ મંત્રી બન્યા છે. તેમને ગૃહ મંત્રાલય ફાળવવામાં આવ્યું છે. તેમણે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની જવાબદારી નિભાવી છે. 

2/10
image

રાજનાથ સિંહ: પીએમ મોદીના શપથ લીધા બાદ બીજા નંબર શપથ લેનારા રાજનાથ સિંહને રક્ષા મંત્રાલયનો ભાર સોંપવામાં આવ્યો છે. મોદી સરકારના ગત કાર્યકાળમાં તેમની પાસે ગૃહ મંત્રાલયની જવાબદારી હતી.

3/10
image

એસ. જયશંકર: પીએમ મોદીના મંત્રીમંડળમાં એક.જયશંકર એક સરપ્રાઈઝ એલિમેન્ટ બનીને ઉભર્યાં. તેમને વિદેશ મંત્રી તરીકેનો કાર્યભાર સોંપાયો છે. આ અગાઉ સુષમા સ્વરાજ પાસે વિદેશ મંત્રાલયની જવાબદારી હતી. આ વખતે તેઓ કેબિનેટમાં સામેલ નથી. 

4/10
image

નિર્મલા સીતારમન: અગાઉના કાર્યકાળમાં રક્ષા મંત્રાલયની જવાબદારી સંભાળી ચૂકેલા નિર્મલા સીતારમનને આ વખતે મોદી સરકારના બીજા કાર્યકાળમાં નાણા મંત્રાલયની જવાબદારી સોંપાઈ છે. આ ઉપરાંત તેઓ કોર્પોરેટ અફેર્સ મંત્રાલય પણ સંભાળશે. 

5/10
image

મુખ્તાર અબ્બાસ નકવી: મોદી કેબિનેટમાં મુખ્તાર અબ્બાસ નકવીને એકવાર ફરીથી અલ્પસંખ્યક કલ્યાણ મંત્રાલય ફાળવવામાં આવ્યું છે. 

6/10
image

નીતિન ગડકરી: નીતિન ગડકરીને સડક પરિવહન અને રાજમાર્ગ તથા સુક્ષ્મ, લઘુ તથા મધ્યમ એન્ટરપ્રાઈઝીઝ (MSME) મંત્રાલયની જવાબદારી સોંપાઈ છે. આ અગાઉ પણ તેઓ આ જ મંત્રાલયની જવાબદારી સંભાળી રહ્યાં હતાં. 

7/10
image

પિયૂષ ગોયલ: રેલવે અને વાણિજ્ય તથા ઉદ્યોગ મંત્રાલયની જવાબદારી પિયૂષ ગોયલને સોંપવામાં આવી છે. ગત સરકારમાં પણ તેઓ રેલવે મંત્રાલય સંભાળી રહ્યાં હતાં. 

8/10
image

સ્મૃતિ ઈરાની: સ્મૃતિ ઈરાનીને કપડાં મંત્રાલય અને મહિલા તથા બાળ વિકાસ મંત્રાલયની જવાબદારી સોંપાઈ છે. અગાઉ મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની જવાબદારી મેનકા ગાંધી સંભાળી ચૂક્યા છે. તેમને આ વખતે કેબિનેટમાં સ્થાન મળ્યું નથી.

9/10
image

રવિશંકર પ્રસાદ: અગાઉની મોદી સરકારના કાર્યકાળમાં કાયદા મંત્રી તરીકે કાર્યભાર સંભાળી ચૂકેલા રવિશંકર પ્રસાદને આ વખતે ફરી એકવાર કાયદો તથા ન્યાય, સંચાર અને ઈલેક્ટ્રિક તથા સૂચના મંત્રાલય સોંપાયું છે. 

10/10
image

હર્ષવર્ધન: હર્ષવર્ધનને સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ, વિજ્ઞાન તથા ટેક્નોલોજી, ભૂવિજ્ઞાન મંત્રાલય સોંપાયું છે.