પ્રમુખ સ્વામી મહારાજ સાથે આ બે રાષ્ટ્રિય નેતાઓને રહ્યો છે ગાઢ સંબંધ! એક તો સ્વામીજીને માને છે પિતાતુલ્ય
Pramukh Swami Satabdi Mahotsav: પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ યોજાઈ રહ્યો છે. અમદાવાદ ખાતે યોજાઈ રહેલાં આ મહોત્સવમાં દેશ અને દુનિયાભરની લાખો હરિભક્તો આવી રહ્યાં છે. સેંકડો લોકો પોતાનો કરોડોનો ધંધા-રોજગાર છોડીને હાલ આ મહોત્સવમાં સેવા આપવા માટે સાત-સમુંદર પારથી અહીં આવી રહ્યાં છે. ખુબ પ્રધાનમંત્રી મોદીએ આ મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું હતુંકે, પ્રમુખ સ્વામી મહારાજ તેમના માટે પિતાતુલ્ય હતાં. અવારનવાર તેઓ પ્રમુખ સ્વામીને મળતા અને તેમણે કહેલી વાતોને અનુસરતા. પ્રધાનમંત્રી મોદી ઉપરાંત તત્કાલિન રાષ્ટ્રપતિ એ.પી.જે.અબ્દુલ કલામ સાહેબને પણ પ્રમુખ સ્વામી મહારાજ સાથે ગાઢ સંબંધ હતો. જોકે, એ વાત પણ એટલી જ સાચી છેકે, નરેન્દ્ર મોદીને કારણે જ તેમની આ નિકટતા વધી હતી. કારણકે, નરેન્દ્ર મોદી ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા અને અબ્દુલ કલામ ત્યારે દેશના રાષ્ટ્રપતિ હતાં. સમયાંતરે વિવિધ પ્રસંગોમાં તત્કાલિન રાષ્ટ્રપતિ કલામ સાહેબ અને વર્તમાન પ્રધાનમંત્રી મોદીજી અવારનવાર પ્રમુખ સ્વામી સાથે જરૂર સ્નેહમિલનનો લાભ લેતા હતાં. વિવિધ પ્રસંગોની તસવીરો જ અહીં બધુ કહી જાય છે, તેથી અહીં વધારે શબ્દોની જરૂર નથી. જુઓ આ બોલતી તસવીરો...
Trending Photos