Priyanka Chopra અને Nick Jonasએ એનિવર્સરી પર શેર કર્યા લગ્નના Unseen PHOTOS
નિક જોનાસ (Nick Jonas)અને પ્રિયંકા ચોપડા (Priyanka Chopra)ના લગ્નને બે વર્ષ પુરા થઇ ગયા છે, આ અવસર પર કપલે લગ્નના કેટલાક ફોટા શેર કર્યા છે.
નવી દિલ્હી: ઇન્ટરનેશનલ સ્ટાર કપલ નિક જોનાસ (Nick Jonas)અને પ્રિયંકા ચોપડા (Priyanka Chopra)ને લગ્નના બંધનમાં બંધાયાને બે વર્ષ પુરા થઇ ચૂક્યા છે. ખૂબ શાહી અંદાજમાં થયેલા આ લગ્ન આજે પણ લોકોને યાદ છે. લગ્નના બે વર્ષ પુરા થતાં નિક અને પ્રિયંકાએ એકબીજાને ખૂબ ખાસ અંદાજમાં વિશ કર્યું છે. આ અવસર પર બંનેએ પોતાના લગ્નના કેટલકા ફોટા શેર કર્યા છે. ઇંસ્ટાગ્રામ પર કાલે રાત્રે પ્રિયંકાએ 5 અને નિકે 3 તસવીરો શેર કરીને બધાને સરપ્રાઇઝ કરી દીધા. હવે આ તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. જુઓ ફોટોઝ...
પ્રિયંકા અને નિકએ 2 ડિસેમ્બર 2018ના રોજ જોધપુરના જાણિતા ઉમેદ પેલેસમાં લગ્ન કર્યા હતા.
અહીં લાલ વસ્ત્રોમાં પ્રિયંકા એકદમ પ્યારી લાગી રહી છે.
લગ્નના રિવાજ દરમિયાન દુલ્હન વરરાજા એકબીજાનો હાથ પકડેલા છે.
કોઇ મહારાણીથી કમ લાગી રહી નથી પ્રિયંકા ચોપડા.
બંને પરિવારોએ પણ આ અવસર પર ખૂબ મસ્તી કરી હતી.
નિકએ પ્રિયંકાનો આ ફોટો શેર કર્યો છે, જેમાં પ્રિયંકાની સ્માઇલ ખરેખર સુંદર લાગે છે.
પત્ની પ્રિયંકાના હાથને ચૂમતો નિક જોનાસ.
જીવનભર માટે આમ જ હાથ પકડ્યો એકબીજાનો.
2 ડિસેમ્બર 2020ના રોજ પ્રિયંકા ચોપડા અને નિક જોનાસના લગ્નને બે વર્ષ પુરા થઇ ગયા.
આ વણજોયેલી તસવીરો સામે આવતાં જ હવે જૂની તસવીરો પણ વાયરલ થવા લાગી છે.
આજે પણ લોકો નિક અને પ્રિયંકાના વેડિંગ લુકને ફોલો કરે છે. તમામ ફોટો સાભાર: @PriyankaChopra @NickJonas
Trending Photos