CM Bhagwant Mann Marriage: માતા અને બહેને પસંદ કરેલી યુવતી સાથે લગ્ન કરશે CM ભગવંત માન, જાણો ડો. ગુરપ્રીત કૌર વિશે

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન લગ્નના બંધનમાં બંધાવવા જઈ રહ્યા છે. તેઓના લગ્ન ડો.ગુરપ્રીત કૌર સાથે થશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ લગ્ન સમારોહમાં સામેલ થશે. 

પ્રથમ પત્ની અને બાળકો અમેરિકામાં રહે છે

1/5
image

ભગવંત માનના પ્રથમ લગ્ન ઈન્દ્રપ્રીત કૌર સાથે થયા હતા. ભગવંત માનના પુત્ર દિલશાન માન (17) અને પુત્રી સીરત કૌર માન (21) અમેરિકામાં માતા ઈન્દ્રપ્રીત કૌર સાથે રહે છે. 20 માર્ચ 2015માં ભગવંત માન ઈન્દ્રપ્રીત કૌરે કોર્ટમાં પરસ્પર સહમતિથી ડિવોર્સની અરજી આપી હતી. આ અરજીમાં માનનો તર્ક એ હતો કે તેઓ રાજનીતિના કારણે પત્નીથી ડિવોર્સ લઈ રહ્યા છે. રિપોર્ટ્સ મુજબ કોર્ટમાં અપાયેલી અરજીમાં ભગવંત માનની પત્નીએ શરત મૂકી હતી કે તેઓ જો ભારત છોડીને કેલિફોર્નિયા શીફ્ટ થાય તો તેઓ ડિવોર્સની અરજી પાછી ખેંચી લેશે. 

રાજકારણે પતિ પત્ની વચ્ચે ઊભું કર્યું અંતર!

2/5
image

બીજી બાજુ માન રાજકારણ છોડવા તૈયાર નહતા. માનનો તર્ક એવો હતો કે તેઓ લોકોનો વિશ્વાસ તોડી શકે નહીં. જો તેમની પત્ની તેમની સાથે ભારતમાં સેટ થવા માંગતી હોય તો તેઓ ડિવોર્સની અરજી પાછી ખેંચી લેશે. ભગવંત માને પોતાના ડિવોર્સનું કારણ ફેસબુક પેજ ઉપર પણ શેર કર્યું હતું. તેમણે લખ્યું હતું કે પંજાબને તેમના પરિવાર ઉપર પસંદ  કર્યું. રાજકારણ માટે તેઓ પત્નીથી અલગ થઈ રહ્યા છે. રાજકારણના કારણે તેઓ પત્નીને સમય આપી શકતા નહતા અને પછી જેના લીધે પતિ પત્ની વચ્ચે અંતર ઊભું થઈ ગયું.   

ભાવિ પત્નીની પસંદગીમાં માતાનો ફાળો

3/5
image

અત્રે જણાવવાનું કે કોમેડિયનમાંથી રાજનેતા બનેલા ભગવંત માન 2014માં પહેલીવરા સંગરૂરથી સાંસદ બન્યા હતા. ત્યારે તેમના પત્ની ઈન્દ્રજીત કૌર પણ તેમના પ્રચારમાં જોવા મળ્યા હતા. જો કે 2015માં બંનેના ડિવોર્સ થઈ ગયા હતા. ભગવંત માને 2019માં પણ સંગરૂરથી ચૂંટણી જીતી. 2022માં તેઓ આપ તરફથી પંજાબમાં સીએમ ઉમેદવાર બન્યા. પાર્ટીને પ્રચંડ બહુમત મળ્યું અને ભગવંત માને 16 માર્ચ 2022ના રોજ પંજાબના સીએમ તરીકે શપથ લીધા. તેમની ભાવિ પત્નીની પસંદગીમાં માતાનો ફાળો છે. 

કોણ છે ભાવિ પત્ની

4/5
image

ભગવંત માન 48 વર્ષના છે. ભગવંત માનના ભાવિ પત્ની તેમના પરિવારની નીકટ છે. ભગવંત માન અને તેમના ભાવિ પત્ની એકબીજાને સારી રીતે જાણે છે. ભગવંત માનના માતાજી પણ તેમને પસંદ કરતા હતા. માતાની ઈચ્છા હતી કે મુખ્યમંત્રી ભગવંત માન તેમનું ઘર વસાવે. માતા અને બહેને જાતે જ આ યુવતીની પસંદગી કરી છે. 

લગ્નનો ખર્ચો પોતે ઉઠાવશે

5/5
image

ભગવંત માનના લગ્ન શીખ રીતિ રિવાજ મુજબ થશે. જેને જોતા તમામ તૈયારીઓ કરી લેવાઈ છે. એવું કહેવાઈ રહ્યું છે કે તેમના ભાવિ પત્ની પણ શીખ છે. લગ્નના આયોજનનો તમામ ખર્ચો ભગવંત માન પોતે ઉઠાવી રહ્યા છે. લગ્નની તૈયારીઓની તમામ જવાબદારી આમ આદમી પાર્ટીના નેતા રાધવ ચડ્ઢાના માથે છે. તેઓ તમામ તૈયારીઓ કરી રહ્યા છે. આ કાર્યક્રમને ખુબ જ ગુપ્ત રખાયો છે. ચંડીગઢમાં થનારા આ લગ્ન સમારોહમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદીયા પણ સામેલ થશે.