10 ગણો શક્તિશાળી થયો પાપી ગ્રહ રાહુ, પણ આ 3 રાશિવાળાને કરાવશે બંપર આકસ્મિક ધનલાભ, નવી નોકરી મળશે

રાહુને ખરાબ સંગત, ગુસ્સા, ચાલાકી, ક્રુરતા, લાલચ વગેરેનો કારકગ્રહ ગણવામાં આવે છે. આવામાં રાહુના શનિના નક્ષત્રમાં ગોચરથી અનેક રાશિવાળાના જીવનમાં ઉથલપાથલ મચી શકે છે. રાહુ એક રાશિમાં લગભગ 18 મહિના સુધી રહે છે. જો રાહુની સ્થિતિ તમારી કુંડળીમાં સારી હોય તો તે જાતકને જમીનથી ઉપાડીને આકાશ સુધી પહોંચાડી દે છે. 

1/6
image

રાહુને છાયા ગ્રહ કે રહસ્યમયી ગ્રહ માનવામાં આવે છે. તેની ગણતરી ક્રુર ગ્રહમાં પણ થાય છે. પરંતુતેની સ્થિતિમાં ફેરફારની અસર દર રાશિના જાતકોના જીવનમાં કોઈને કોઈ રીતે અવશ્ય પડે છે. રાહુ ગ્રહ રહસ્યોથી ભરેલો છે. આવામાં ખોટું પણ સાચું લાગવા લાગે છે. રાહુને ખરાબ સંગત, ગુસ્સા, ચાલાકી, ક્રુરતા, લાલચ વગેરેનો કારકગ્રહ ગણવામાં આવે છે. આવામાં રાહુના શનિના નક્ષત્રમાં ગોચરથી અનેક રાશિવાળાના જીવનમાં ઉથલપાથલ મચી શકે છે. રાહુ એક રાશિમાં લગભગ 18 મહિના સુધી રહે છે. જો રાહુની સ્થિતિ તમારી કુંડળીમાં સારી હોય તો તે જાતકને જમીનથી ઉપાડીને આકાશ સુધી પહોંચાડી દે છે. અત્રે જણાવવાનું કે રાહુ એક નિશ્ચિત સમયગાળા બાદ રાશિ ઉપરાંત નક્ષત્ર પરિવર્તન પણ કરે છે. તેની અસર તમામ રાશિના જાતકો પર પડે છે. રાહુ હાલ ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં બિરાજમાન છે અને 2 ડિસેમ્બર સુધી આ નક્ષત્રમાં જ રહેશે. આવામાં રાહુના નક્ષત્ર પરિવર્તનની અસર દરેક રાશિના જાતકોના જીવનમાં કોઈને કોઈ રીતે જરૂર પડે છે. રાહુના ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં જવાથી કઈ રાશિઓ પર સૌથી વધુ અસર પડશે તે જાણો. 

2/6
image

વૈદિક પંચાંગ મુજબ રાહુ 16 ઓગસ્ટે સવારે 9.36 વાગે ઉત્તરાભાદ્રપદ નક્ષત્રના તૃતીય પદમાં પ્રવેશ કરી ગયો છે. હવે 2 ડિસેમ્બર સુધી આ જ પદમાં રહેશે. રાહુ આ નક્ષત્રમાં 16 માર્ચ 2025 સુધી રહેશે. 27 નક્ષત્રોમાંથી 26મું નક્ષત્ર ઉત્તરાભાદ્રપદને મનાય છે. આ નક્ષત્રના સ્વામી શનિ છે. આવામાં શનિને રાહુ સાથે મિત્રતા ભાવ છે. જે કેટલીક રાશિઓ માટે રાહુ અને શનિનો સાથ શુભ ફળ અપાવી શકે છે. 

કુંભ રાશિ

3/6
image

રાહુનું શનિના નક્ષત્રમાં રહેવાથી કુંભ રાશિના જાતકો માટે લાભકારી સાબિત થઈ શકે છે. આ રાશિમાં રાહુ આઠમા અને શનિ લગ્ન ભાવમાં બિરાજમાન  છે. આવામાં આ રાશિના જાતકોને બમણો ફાયદો મળી શકે છે. લાંબા સમયથી અટકેલા કામ પૂરા થવાની સાથે ધન ધાન્યમાં વધારો થઈ શકે છે. પરિવાર સાથે સારો સમય પસાર થઈશકે છે. પરિવાર સાથે કોઈ ધાર્મિક સ્થળ પર જઈ શકો છો. ભૌતિક સુખોની પ્રાપ્તિ થ ઈશકે છે. લાંબા સમયથી તમે જે સમસ્યાનો કે પડકારનો સામનો કરી રહ્યા હતા તેમાં હવે સફળતા મળી શકે છે. કોર્ટ કચેરીના મામલાઓમં લાભ મળી શકે છે. રોકાણનું વિચારતા હોવ તો આ સમયગાળામાં રોકાણ કરવું લાભકારી નીવડી શકે છે. 

વૃષભ રાશિ

4/6
image

આ રાશિના જાતકો માટે રાહુનું શનિના નક્ષત્રમાં રહેવું એ લાભકારી સિદ્ધ થઈ શકે છે. આ રાશિમાં શનિ દસમા અને રાહુ અગિયારમાં ભાવે બેઠા છે. આવામાં આ રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં સફળતાની સારી તકો મળી શકે છે. લાંબા સમયથી અટકેલા કામો પૂરા થઈ શકે છે. નોકરીયાતો માટે આ સમયગાળો લાભકારી સાબિત થઈ શકે છે. તમને બંપર આકસ્મિક ધનલાભની તક છે. રાહુના પ્રભાવથી તમારી અનેક ઈચ્છાઓ પૂરી થઈ શકે છે. આ સાથે જ તમે  તમારા જીવનથી ખુબ સંતુષ્ટ જોવા મળી રહ્યા છો. વિદેશથી ઘણો ધનલાભ થઈ શકે છે. સટ્ટાબાજીમાં સારા એવા પૈસા કમાઈ શકો છો. પૈસાની બચત કરવામાં સફળ થશો. પરિવાર સાથે સારો સમય પસાર  થશે. નવી નોકરીની અનેક તકો મળી શકે છે. વિદેશ જવાની પણ તક મળી શકે છે. 

કન્યા રાશિ

5/6
image

કન્યા રાશિના જાતકો માટે પણ  રાહુનું નક્ષત્ર પરિવર્તન લાભકારી સિદ્ધ થઈ શકે છે. આ રાશિના જાતકોના જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓનો હવે અંત આવી શકે છે. તમારા અહંકારના કારણે જે કામ બગડ્યા હશે તે પાર પડશે. વૈવાહિક જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ હવે સમાપ્ત થઈ શકે છે. કરિયરના ક્ષેત્રમાં તમને ઘણો લાભ મળી શકે છે. તમારા દ્વારા કરાયેલી મહેનતના કારણે તમને નોકરીમાં નવી તકો મળી શકે છે. આ સાથે પદોન્નતિ અને પગારમાં વધારો થઈ શકે છે. 

Disclaimer:

6/6
image

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.