રાજસ્થાનમાં 'મોદી મોડલ'ને પછાડવા માટે કોંગ્રેસે બહાર પાડ્યું 'રાહુલ મોડલ', ખાસ જાણો

રાજસ્થાન ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે ગુરુવારે ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો. કોંગ્રેસે તેને જન ઘોષણાપત્ર નામ આપ્યું.

જયપુર: પાર્ટીનું કહેવું છે કે આ ઘોષણાપત્ર રાજ્યની જનતાની ભાવનાઓ, તેમની અપેક્ષાઓ અને આકાંક્ષાઓને ધ્યાનમાં રાખીને તૈયાર  કરાયું છે. પૂર્વ મુખ્યમંત્રી અશોક ગહલોતે આ અવસરે કહ્યું કે પાર્ટીના ઘોષણાપત્રમાં જન ભાવનાઓને સામેલ કરવાનું આ રાહુલ મોડલ છે અને ઘોષણાપત્ર માટે લગભગ બે લાખ સૂચનો મળ્યાં. 

1/8
image

1. કોંગ્રેસે પોતાના ઘોષણાપત્રમાં વચન આપ્યું છે કે સત્તામાં આવશે તો તે ખેડૂતોના દેવા માફ કરશે.

2/8
image

2. વૃદ્ધો, ખેડૂતોને પેન્શન આપશે, બેરોજગાર યુવાઓને 3500 રૂપિયા સુધીનું માસિક ભથ્થું આપશે. 

3/8
image

3. બાળકીઓનું શિક્ષણ સંપૂર્ણ પણે મફત રહેશે. જેમાં રાઈટ ટુ હેલ્થનો પ્રસ્તાવ સામેલ છે. (તસવીર સાભાર-ડીએનએ)

4/8
image

3. અસંગઠિત મજૂરો માટે બોર્ડ બનાવશે. 

5/8
image

4. ખેડૂતોની સહાયતા માટે કોંગ્રેસે કૃષિ ઉપકરણોને પણ જીએસટી મુક્ત બનાવવાની જાહેરાત કરી. 

6/8
image

5. જર્નલિસ્ટ પ્રોટેક્શનને પણ ઘોષણાપત્રમાં સામેલ કરાયો.

7/8
image

6. પરિક્ષાર્થીઓને સહાયતાની જાહેરાત કરી. તેમણે કહ્યું કે જો કોઈ પરિક્ષાર્થી અન્ય રાજ્યમાં જાય તો તેને ફ્રી ટ્રાન્સપોર્ટ અપાશે. આ માટે વિદ્યાર્થીએ પોતાનું કાર્ડ રજુ કરવું પડશે.

8/8
image

7. ગાયો માટે પણ ભૂમિ ઉપલબ્ધ કરાવવાનો પ્રસ્તાવ રજુ કર્યો.