વિધાનસભા ચૂંટણી

યોગી મંત્રિમંડળનો થઇ શકે છે વિસ્તાર, કેટલાક મંત્રીઓ પર લટકતી તલવાર!

પેટાચૂંટણી (Bypolls 2020)માં મળેલી સફળતા બાદ યોગી સરકાર (Yogi Government)ની નજર હવે આગામી 2022માં યોજાનારી વિધાનસભા ચૂંટણી (Assembly Election) પર છે.

Nov 14, 2020, 03:28 PM IST

બિહાર ચૂંટણી: ત્રીજા તબક્કાનું મતદાન શરૂ, 15 જિલ્લાની 78 સીટો પર કાંટાની ટક્કર

મળતી માહિતી અનુસાર સવારે 9 વાગ્યા સુધી કુલ 7.69 ટકા મતદાન થયું છે. સીટો પર સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું છે અને કેટલીક સીટોને છોડીને તમા સીટો પર સાંજે 5 વાગ્યા સુધી મતદાન થશે.

Nov 7, 2020, 07:22 AM IST

પેટાચૂંટણીનું પિક્ચર થશે ક્લિયર, સૌથી વધુ 20 ઉમેદવારો મોરબી બેઠક પર

પેટા ચૂંટણીમાં આજે સોમવારે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો અંતિમ દિવસ છે. આજે સાંજ સુધીમાં પેટા ચૂંટણીના ઉમેદવારનુ ચિત્ર સ્પષ્ટ થશે અને ત્યારબાદ 8 બેઠકો પર ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઇ જશે. 

Oct 19, 2020, 10:23 AM IST

બિહારમાં નીતીશ કુમારમાં નેતૃત્વમાં ચૂંટણી નહી લડે LJP, ચિરાગ પાસવાનનું પ્રથમ નિવેદન

બિહારના વિધાનસભાની ચૂંટણી (Bihar Assembly Elections 2020) પહેલાં રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (NDA)માં તિરાડ પડી ગઇ છે અને લોક જનશક્તિ પાર્ટી (LJP)ના મુખ્યમંત્રી નીતીશ કુમારના નેતૃત્વમાં ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો છે.

Oct 5, 2020, 12:06 PM IST

Bihar Elections: ચૂંટણી પંચે બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી, વિગતો જાણવા કરો ક્લિક

 બિહાર વિધાનસભા ચૂંટણી ત્રણ તબક્કામાં યોજાશે. પહેલા તબક્કાનું મતદાન 28 ઓક્ટોબર, બીજા તબક્કાનું મતદાન 3 નવેમ્બર, અને ત્રીજા તબક્કાનું મતદાન 7 નવેમ્બરે થશે. મતગણતરી 10 નવેમ્બરે હાથ ધરાશે. 

Sep 25, 2020, 01:15 PM IST

કોંગ્રેસમાં સામેલ થનાર 6 બસપા ધારાસભ્યોને HC ની નોટિસ, 11 ઓગસ્ટ સુધી માંગ્યો જવાબ

BSPની ટિકીટ્પર રાજસ્થાન વિધાનસભા ચૂંટણી જીતનાર 6 ધારાસભ્યો કોંગ્રેસમાં સામેલ થતાં રાજસ્થાન હાઇકોર્ટે નોટિસ જાહેર કરવામાં આવી છે. બસપાના 6 ધારાસભ્યોને રાજસ્થાનની ચૂંટણી બાદ કોંગ્રેસમાં વિલય કરી લીધું હતું.

Jul 30, 2020, 07:46 PM IST

વિધાનસભા પેટાચૂંટણીઃ કોંગ્રેસે 8 સીટો પર કરી ઇન્ચાર્જની નિમણૂક

રાજ્યમાં કુલ 8 વિધાનસભાની સીટ પર પેટાચૂંટણી યોજાશે. કોંગ્રેસે આ તમામ સીટ માટે ઇન્ચાર્જની નિમણૂક કરી છે. 

Jul 3, 2020, 05:28 PM IST

રાજ્યમાં 8 વિધાનસભાની પેટાચૂંટણીઓના વાગશે પડઘમ, આ મહિનામાં યોજાઇ શકે છે ચૂંટણી

15 માર્ચે રાજીનામું આપનારા 4 ધારાસભ્યોની બેઠકો સપ્ટેમ્બર મહિના સુધીમાં ભરવાની રહેશે. જેના કારણે સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં જ વિધાનસભાની પેટાચૂંટણીઓ યોજાવાની શક્યતા રહેલી છે.

Jun 26, 2020, 01:11 PM IST

બિહાર બાદ હવે બંગાળ, અમિત શાહ આજે મમતા બેનરજીના ગઢમાં કરશે વર્ચ્યુઅલ રેલી

કોરોના (Corona Virus) મહામારીએ દેશમાં ચૂંટણી પ્રચારની તસવીર જ બદલી નાખી છે. બિહાર બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) હવે પશ્ચિમ બંગાળમાં વર્ચ્યુઅલ રેલીથી મંગળવારે ભાજપના ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. શાહની આ રેલી ખુબ મહત્વની છે  કારણ કે પ્રદેશમાં આગામી વર્ષે (2021)માં વિધાનસભા ચૂંટણી થવાની છે પરંતુ ભાજપ અત્યારથી જ ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયો છે. 

Jun 9, 2020, 07:24 AM IST

કોરોના સંકટ વચ્ચે આ રાજ્યમાં યોજાશે વિધાનસભા ચૂંટણી, અધિકારીઓએ તૈયારી શરૂ કરી

કોરોના વાયરસનો (Corornavirus) કહેર યથાવત્ત છે. બીજી તરફ એ વાતના સંકેત મળી રહ્યા છે કે, કોરોના મહામારી વચ્ચે બિહારમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. મુખ્યચૂંટણી અધિકારીએ યોગ્ય સમયે ચૂંટણી કરાવવા માટેના સંકેત આપ્યા છે. મંગળવારે બિહાર વિધાનસભા ચૂંટણીની તૈયારી મુદ્દે પ્રથમ વીડિયો કોન્ફરન્સિંગ બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં તમામ DM અને ચૂંટણી અધિકારીઓ હાજર હતા.

Jun 2, 2020, 09:32 PM IST

ચૂંટણીની તૈયારીઃ અમિત શાહ 9 જૂને બિહારમાં કરશે વર્ચુઅલ પત્રકાર પરિષદ અને રેલી

પ્રદેશ અધ્યક્ષ સંજય અગ્રવાલે કહ્યુ કે, કેન્દ્રની મોદી સરકારે હંમેશા વ્યાપારીઓની મદદ કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2014માં કરવામાં આવેલા કાર્યોની લીધે 2019ની લોકસભા ચૂંટણીનમાં 55 ટકા મત મળ્યા અને એનડીએ ગઠબંધને 40માંથી 39 સીટ પોતાના નામે કરી હતી.

Jun 1, 2020, 05:50 PM IST

ધોળકા બેઠક કેસ અંગે ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ સુપ્રિમનો દરવાજો ખખડાવ્યો

ધોળકા વિધાનસભાની ચૂંટણી રદ કરવાના હાઇકોર્ટના નિર્ણય મામલે રાજ્યના શિક્ષણ અને કાયદા મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સુપ્રિમ કોર્ટમાં અરજી ફાઇલ કરી છે. આમ, તેઓએ સુપ્રિમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. 

May 13, 2020, 12:39 PM IST

ભાજપના સંકટમોચન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાનો ચુકાદો રૂપાણી સરકારના માથે મોટું રાજકીય સંકટ લાવી શકે છે

રાજ્યમાં રૂપાણીની સરકારને મોટો ઝટકો લાગ્યો છે. ભાજપના વરિષ્ઠ નેતા અને કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિહ ચૂડાસમા (Bhupendrasinh Chudasama) ની ગુજરાત વિધાનસભાની 2017ની ધોળકા બેઠક પરની ચૂંટણી રદ કરવામાં આવી છે. ત્યારે આ ચુકાદો રૂપાણી સરકાર (Vijay Rupani) માટે મોટુ રાજકીય સંકટ લાવી શકે છે. રાજ્યમા પોતાની સરકાર હોય ત્યારે આ પ્રકારનો ચુકાદો આવે રાજકીય પક્ષ માટે મોટો ચુકાદો ગણી શકાય. સતત લાંબી મજલ કાપીને સત્તા પર આવેલા ભાજપે (BJP) ગત અનેક ચૂંટણીમાં જીત મેળવી છે. ત્યારે તેમના પક્ષના નેતાની જીતને આ રીતે પડકારવામાં આવી છે. ભૂપેન્દ્રસિંહ પોસ્ટલ ચૂંટણી જીત પર અનેક સવાલો ઉભા થયા હતા. અઢી વર્ષથી આ કાયદાકીય લડાઈ

May 12, 2020, 12:55 PM IST

ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાના ચૂંટણી રદના ચુકાદા પર સરકારની આવી છે પ્રતિક્રિયા...

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા (Bhupendrasinh Chudasama) ની ધોળકા બેઠક પર જીતની અરજી પર ગુજરાત હાઈકોર્ટે આજે મહત્વનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટ ચૂંટણી રદ કરતા રૂપાણી સરકાર (Vijay Rupani) ને મોટો ઝટકો લાગ્યો છે. એક તરફ જ્યાં આ ચુકાદા મામલે કોંગ્રેસ પક્ષમાં ખુશીનો માહોલ છવાયો છે, ત્યારે આ મામલે સરકાર તરફથી પ્રતિક્રિયા સામે આવી છે. સૌથી પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (Nitin Patel)  તરફથી પ્રતિક્રીયા આવી હતી. તેઓએ જણાવ્યું કે, નામદાર હાઈકોર્ટના ચુકાદા સામે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા 41 કાયદાકીય સલાહ મેળવી આગળની કાર્યવાહી કરવામાં આવશે. નામદાર સુપ્રીમ કોર્ટમાં ન્યાય મળશે એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે. હાઈકોર્ટના

May 12, 2020, 12:34 PM IST

ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને મોટો ઝટકો, શંકાના દાયરામાં આવેલી વિધાનસભાની ચૂંટણી હાઈકોર્ટે રદ કરી

ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની ગુજરાત વિધાનસભાની જે ચૂંટણી શંકાના દાયરામાં હતી, તેને ગુજરાત હાઈકોર્ટ દ્વારા રદ કરવામાં આવી છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને હાઈકોર્ટ દ્વારા મોટો ઝટકો મળ્યો છે. હાઈકોર્ટે 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી રદ કરી છે, જેમાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની જીત થઈ હતી. કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડે આ અંગે અરજી કરી હતી. વર્ષ 2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગેરરીતિ આચરી જીત મેળવી હોવાનો અશ્વિન રાઠોડે આક્ષેપ કર્યો હતો. 

May 12, 2020, 11:42 AM IST

2017માં વિધાનસભા ચૂંટણીમાં જીત મુદ્દે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાના ભાવિનો આજે ફેંસલો

ગુજરાત વિધાનસભાની ચૂંટમીમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાની જીતને પડકારતી ગુજરાત હાઈકોર્ટેમાં થયેલ અરજી પર આજે ચુકાદો આવ શકે છે. ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાની વિધાનસભામાં થયેલી જીત પર હાઇકોર્ટ ચુકાદો આપશે. કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડે આ અંગે અરજી કરી હતી. વર્ષ 2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગેરરીતિ આચરી જીત મેળવી હોવાનો અશ્વિન રાઠોડે આક્ષેપ કર્યો હતો. 

May 12, 2020, 10:46 AM IST

લાલૂના પુત્ર તેજ પ્રતાપે પૂછ્યું- 2020માં કોનો વધ થશે? લોકોએ આપ્યો જવાબ...

આ વર્ષના અંતમાં થનાર બિહાર વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખતાં નેતાઓ વચ્ચે એકબીજા વિરૂદ્ધ શાબ્દીક જંગ થઇ ગઇ છે. આ સંદર્ભમાં આરજેડી નેતા લાલૂ પ્રસાદના પુત્ર તેજ પ્રતાપ યાદવે એવું નિવેદન આપ્યું છે જેના લીધે જેડીયૂ અને આરજેડી વચ્ચે શાબ્દીક જંગ ફાઇનલ છે.

Feb 21, 2020, 05:36 PM IST

દિલ્હીઃ ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકો, આ બે મોટા નેતા AAPમાં થયા સામેલ

દિલ્હી વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ પક્ષપલ્ટો કરનાર નેતાઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. 
 

Jan 13, 2020, 05:14 PM IST
Jharkhand Assembly Election Results Of 81 Seats PT3M8S

Jharkhand Assembly Election Results: ઝારખંડ વિધાનસભા ચૂંટણીની 81 બેઠકોનું આજે પરિણામ

ઝારખંડ વિધાનસભા (Jharkhand assembly election results 2019) ની 81 બેઠકો માટે તાજેતરમાં જ પાંચ તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી. આજે તેના પરિણામનો દિવસ છે. મતગણતરી સવારે 8 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે. ઝારખંડ (Jharkhand) માં પાંચ તબક્કામાં થયેલું મતદાન 30 નવેમ્બરથી શરૂ થયું હતું અને 20 ડિસેમ્બરે પૂરું થયું હતું. તમામ બેઠકો માટે આજે મતગણતરી હાથ ગણાશે. 24 જિલ્લા મુખ્યમથકોમાં મતગણતરી સવારે 8 વાગ્યાથી શરૂ થઈ રહી. ચૂંટણી પંચે આ માટે તમામ બંદોબસ્ત કરી લીધો છે. પહેલું પરિણામ બપોરે 1 વાગે આવે તેવી આશા છે. ઝારખંડમાં બહુમત માટેનો આંકડો 41 છે.

Dec 23, 2019, 10:25 AM IST