સ્ટેચ્યુ ઓફ યુનિટી જોઈને પ્રભાવિત થયા ડો.સુભાષ ચંદ્રાજી, સરદાર પટેલની પ્રતિમાને કર્યું વંદન

આરોગ્ય વનની ડાયરીમાં તેઓએ મેસેજ લખ્યો હતો કે, વિશ્વમાં સૌથી સુંદર આરોગ્ય વન અહી બનાવવામાં આવ્યુ છે. દરેક રાજ્યમાં આ રીતે આરોગ્ય વન બનાવવું જોઈએ

ઝી મીડિયા/બ્યૂરો :રાજ્યસભાના સાંસદ ડો. સુભાષ ચંદ્રાએ કેવડિયાની મુલાકાત લીધી. ડો સુભાષ ચંદ્રાએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલની પ્રતિમાને નમન કર્યા. ડો. સુભાષ ચંદ્રાએ યુનિટી ગ્લો ગાર્ડનની પણ મુલાકાત લીધી. 3.61 એકરમાં પથરાયેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી (statue of unity) ના વિશાળ ગાર્ડનમાં LED લાઈટથી ઝગમગતાં પ્રાણીઓની પ્રતિકૃતિ, વૃક્ષો અને ફુવારાઓ વચ્ચે તેમણે થોડો સમય વિતાવ્યો હતો. ડો.સુભાષ ચંદ્રાજીએ લોકો સાથે ડાન્સ પણ કર્યો. તો સાથે જ યુનિટી ખાતે આવેલા નાના બાળકોને વ્હાલ પણ કર્યો અને તેમની સાથે વાત કરી હતી. ત્યારબાદ નર્મદા નિગમના અધિકારીઓએ તેમને નર્મદા ડેમ પર તૈયાર કરેલ રંગબેરંગી લાઈટિંગનો શો બતાવ્યો હતો. સુભાષજીએ ટેન્ટ સિટીની પણ મુલાકાત કરી. 

1/9
image

ડો.સુભાષ ચંદ્રાજીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર જઈને સરદાર પટેલની પ્રતિમાને વંદન કર્યું અને તેઓને શ્રદ્ધાંજલિ અર્પી હતી. સાથે જ સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ બનેલા ટુરિસ્ટ પ્લેસની મુલાકાત પણ કરી હતી. સુભાષ ચંદ્રાજી સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં બનેલા ટેન્ટ સિટી વનમાં રોકાયા હતા. તેઓએ અહીંની કોફીનો સ્વાદ પણ માણ્યો હતો. 

2/9
image

સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈને ડો. સુભાષજી ચંદ્રાજીએ કહ્યું કે, મને એવુ લાગે છે કે હું મારી જાતને પ્રશ્ન પૂછુ છું કે હું પહેલા અહી કેમ ન આવ્યો. બાળપણથી જ સરદાર પટેલ વિશે આપણે વાંચતા આવ્યા, સાંભળતા આવ્યા છીએ. ભારતવર્ષને આજે આઝાદીને 70 વર્ષથી ઉપર થયા છે. સરદાર પટેલે દેશને એકત્રિત કરવામાં, દેશને આકાર આપવામાં દેહપુરુષ જેવુ યોગદાન આપ્યું છે. માત્ર તેમના કારણે જ આ શક્ય બની શક્યું. આવા યુગપુરુષને આપણે 70 વર્ષ સુધી ઈગ્નોર કર્યા. તેમને જે સન્માન મળવા જોઈતું હતું તે નથી મળ્યું. પીએમ મોદીને હું પ્રણામ કરુ છું કે, તેઓએ સરદાર પટેલ માટે એક સ્થાન બનાવીને સાબિત કર્યું કે આખો દેશ તેમનો ઋણી હતો, છે અને આગળ પણ રહેશે.

3/9
image

તેમણે આ વિશ્વ વિખ્યાત સ્થળ વિશે કહ્યું કે, હું જોઈ રહ્યો છું કે, દસ વર્ષ બાદ આ જગ્યાને વિશ્વના તમામ લોકો જોવા આવશે. આ જગ્યાને જે રીતે બનાવવાયું છે, એક એક ડિટેઈલિંગ પર ધ્યાન અપાયું છે. ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ કરતા પણ સારુ બનાવાયું છે. સ્વચ્છતા અહીં ઝળકે છે. આ એક માત્ર સ્થળ ટુરિઝમ મેપમાં દેશને આગળ લઈ જશે.   

4/9
image

આરોગ્ય વનની ડાયરીમાં તેઓએ મેસેજ લખ્યો હતો કે, વિશ્વમાં સૌથી સુંદર આરોગ્ય વન અહી બનાવવામાં આવ્યુ છે. દરેક રાજ્યમાં આ રીતે આરોગ્ય વન બનાવવું જોઈએ. લોકોએ જીવનમાં એકવાર આરોગ્ય વન અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત અચૂક લેવી જોઈએ.

5/9
image

તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીના આરોગ્ય વનની મુલાકાત લીધી હતી. જ્યાં તેઓએ અલગ અલગ પ્રકારના ઔષધીય પ્લાન્ટ્સ વિશે માહિતી મેળવી હતી. આજે સવારનો નાસ્તો પણે તેમણે હરિયાળી વચ્ચે કર્યો હતો. તો આદિવાસી બહેનો સાથે વાતચીત કરી હતી. 

6/9
image

ઝી 24 કલાકના એડિટર દિક્ષીત સોની તથા સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિકારી સાથે સાથે ડો.સુભાષ ચંદ્રાજી 

7/9
image

સ્ટેચ્યુ ઓફ યુનિટી પર બનાવાયેલી દરેક જગ્યાઓ વિશે તેમણે વિગતવાર અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી. 

8/9
image

આરોગ્ય વન બાદ તેઓએ રિવર રાફ્ટિંગ સ્થળ, જંગલ સફારીમાં પણ થોડો સમય વિતાવ્યો હતો. જંગલ સફારીમાં રાખવામાં આવેલા વિદેશી પશુપક્ષીઓને તેમણે નિહાળ્યા હતા. 

9/9
image

આ પહેલા તેઓ વડોદરામાં અગ્રવાલ સમાજનાં એક કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. અકોટામાં અગ્રવાલ સમાજનો એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અગ્રવાલ સમાજનાં અનેક અગ્રણીઓ હાજર રહ્યા હતા. અકોટામાં અગ્રવાલ સમાજનાં વિવિધ પ્રકલ્પોનું નિર્માણ કરવામાં આવશે. અગ્રવાલ સમાજનાં કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ તેઓ કેવડિયાની મુલાકાત કરી હતી. અગ્રવાલ સમાજનાં અગ્રણીઓ દ્વારા ડો. સુભાષ ચંદ્રાજીનું સન્માન કરવામાં આવ્યું હતું.