World Cup 2023 Final: ભીની આંખો, નિરાશા ચહેરા, તૂટ્યું મન... ભારતીય ફેન્સ ક્યારેય ભૂલી નહી શકે આ PHOTOS
IND vs AUS, World Cup Final 2023: ટીમ ઈન્ડિયાનું ફરી એકવાર વર્લ્ડ કપ ટ્રોફી જીતવાનું સપનું અધૂરું રહી ગયું. ઓસ્ટ્રેલિયાએ તેના જ હોમગ્રાઉન્ડમાં ભારતને હરાવીને છઠ્ઠી વખત વર્લ્ડ કપ ટ્રોફી જીતી હતી. ભારતે આપેલા 241 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાએ 43 ઓવરમાં જ જીત મેળવી લીધી હતી. વિજેતા રનની સાથે સાથે ભારતીય ખેલાડીઓ મેદાનની વચ્ચે ખૂબ જ હતાશ દેખાતા હતા. કેપ્ટન રોહિત શર્માથી લઈને મોહમ્મદ સિરાજની આંખોમાં આંસુ હતા. ભારતીય ક્રિકેટ ચાહકો આ તસવીરોને ભાગ્યે જ ભૂલી શકશે.
રોહિત શર્માની આંખોમાં આંસુ
સતત 10 જીત સાથે વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચેલી ટીમ ઇન્ડિયાને જ્યારે હારનો સામનો કરવો પડ્યો ત્યારે તે મેદાન પર ભાંગી પડેલી દેખાતી હતી.ભારતીય કેપ્ટન રોહિત શર્મા પોતાના આંસુ રોકી શક્યો ન હતો. રોહિતની પત્ની રિતિકાની પણ આંખોમાં આંસુ હતા.
મોહમ્મદ સિરાજ પણ રડવા લાગ્યો
ભારતની હાર બાદ ઝડપી બોલર મોહમ્મદ સિરાજ પણ ભાવુક જોવા મળ્યો હતો. તેની આંખોમાં આંસુ હતા. જસપ્રીત બુમરાહે તેને ગળે લગાવીને સાંત્વના આપી.
વિરાટ કોહલી પણ જોવા મળ્યો હતો નિરાશ
ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન વિરાટ કોહલી પણ આ હાર બાદ તૂટી પડતો જોવા મળ્યો હતો. તે ભારે નિરાશા સાથે મેદાન છોડી ગયો હતો. કોહલીએ વર્લ્ડ કપ 2023માં 765 રન બનાવ્યા હતા અને તે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન પણ હતો.
જમીન પર બેસી ગયો કેએલ રાહુલ
ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલ હાર બાદ એટલો દુઃખી થઈ ગયો કે તે જમીન પર બેસી ગયો. તેની પત્ની આથિયા શેટ્ટી પણ સ્ટેન્ડમાં ઉદાસ જોવા મળી હતી.
નમી ગયા શમીના ખભા
માત્ર 7 મેચમાં 24 વિકેટ લઈને ટુર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર મોહમ્મદ શમી પણ હાર બાદ નિરાશ જોવા મળ્યો હતો. તેણે નમીને ખભા સાથે મેદાન છોડી દીધું.
Trending Photos