government

રાવણ દહન કાર્યક્રમ મામલે હર્ષ સંઘવીનું મોટું નિવેદન, જાણો શું કહ્યું ગૃહ રાજ્યમંત્રીએ

ગુજરાતના યુવાનોને કેફી દ્રવ્યોના નશાની ચુંગાલમાંથી મુક્ત કરવા અને કેફીનાશક દ્રવ્યોના પેડલરોને નેસ્તનાબુદ કરવા મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાવણ દહન મામલે પણ મોટી જાહેરાત કરતા કહ્યું હતું કે, ગુજરાતમાં આ વખતે રાહણ દહન કાર્યક્રમ યોજી શકાશે

Oct 13, 2021, 07:36 PM IST

યુવાનોને નશાના ચુંગાલમાંથી મુક્ત કરવા અને પેડલરોને નેસ્તનાબુદ કરવા સરકારનો મક્કમ નિર્ધાર: હર્ષ સંઘવી

ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઇ સંઘવીએ જણાવ્યુ છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્યમાં કેફી અને નશાકારક દ્રવ્યોના વેપારને નાથવા રાજ્ય સરકાર કટીબધ્ધ છે. રાજ્યના યુવાનોને કેફી દ્રવ્યોના નશાની ચુંગાલમાંથી મુક્ત કરવા અને કેફીનાશક દ્રવ્યોના પેડલરોને નેસ્તનાબુદ કરવાના મક્કમ નિર્ધાર સાથે રાજ્ય સરકાર આગળ વધી રહી છે

Oct 13, 2021, 07:05 PM IST

વરસાદમાં તૂટેલાં રસ્તાઓનું સમારકામ શરૂ, મુખ્યમંત્રીએ રસ્તાઓની મરામત માટે કરી 74.70 કરોડ રૂપિયાની ફાળવણી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજયમાં ભારે વરસાદને કારણે આ વર્ષે રાજ્યના નગરોમાં માર્ગ રસ્તાઓને થયેલા નુકસાનની મરામત અને રોડ રિસરફેસના કામો માટે 74.70 કરોડ રૂપિયા મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત તત્કાલ મંજૂર કર્યા છે.

Oct 5, 2021, 10:07 AM IST

PM Awas Yojana: સરકારે બનાવ્યા નવા નિયમ, જાણી લો નહીં તો રદ કરવામાં આવશે ફાળવણી

જો તમે પણ પીએમ આવાસ યોજનાના લાભાર્થી છો તો તમારા માટે આ મોટા સમાચાર છે. પીએમ આવાસ યોજનાના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જો તમે પણ પ્રધાનમંત્રી આવાસ ફાળવવામાં આવ્યું છે તો તમારે આ જાણવું જરૂરી છે

Sep 25, 2021, 08:38 PM IST

ગુજરાતીઓ માટે હરખના સમાચાર, ગરબાને સરકારે શરતી મંજૂરી આપી, જાણો શું રહેશે નિયમ

 કોરોનાને કારણે ગત્ત વર્ષે ક્યાંય ગરબાના આયોજનને સરકાર દ્વારા મંજુરી આપવામાં આવી નહોતી, જો કે આ વર્ષે સ્થિતિ થોડી હળવી થતા સોસાયટી અને ફાર્મ હાઉસોમાં તથા શેરી ગરબાને નિશ્ચિત નિયમો સાથે મંજુરી આપવામાં આવી છે. જો કે હાલ આ અંગે SOP ની જાહેરાત કરવામાં આવી નથી. સરકાર દ્વારા આ અંગે ટુંક જ સમયમાં જાહેરાત કરવામાં આવશે. આ ઉપરાંત કર્ફ્યૂમાં પણ 1 કલાકની રાહત આપવામાં આવી છે. હવે કર્ફ્યૂ રાત્રે 12 વાગ્યાથી લાગુ પડશે જે સવારે 6 વાગ્યા સુધી લાગુ રહેશે. 

Sep 24, 2021, 06:40 PM IST

આવી રહ્યા છે તહેવાર, સ્વાસ્થ મંત્રાલયે કોવિડને જોતાં કહી આ મોટી વાત

સ્વાસ્થ્ય મંત્રાલયે ફરી એકવાર ચેતવ્યા છે કે દેશમાં કોરોનાની બીજી લહેર (Corona Second Wave) હજુ પણ ચાલુ છે, ભલે દરરોજ નવા કેસમાં ઘટાડો આવી રહ્યો હોય. એવામાં બેદરકારી ભારે પડી શકે છે.

Sep 23, 2021, 10:30 PM IST

ગુજરાત માટે આગામી બે દિવસ ભારે: સરકારે પણ સમાચાર સાંભળી તાબડતોબ ઉચ્ચ અધિકારીઓને દોડાવ્યા

*  રાજયમાં આગામી દિવસોમાં હવામાનની આગાહી અનુસાર તા.૨૧,૨૨/૦૯/૨૦૨૧ સુધી પંચમહાલ, છોટા ઉદેપુર અને વડોદરામાં અતિભારે વરસાદની સંભાવના 
* સરદાર સરોવર જળાશયમાં હાલ ૧૮૬૭૩૧ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહઃ જે કુલ સંગ્રહ શકિતના ૫૫.૮૯% છે. 

Sep 21, 2021, 08:49 PM IST

Assam Rifles કરી રહ્યું છે ભરતી, સેનામાં જોડાવવાનું સપનું હોય તો ચુકતા નહીં આ મોકો

કોરોનાની અસર ગુજરાત અને સમગ્ર દેશમાં થઈ રહી છે. જેના પગલે જરૂરિયાત મુજબ લોકડાઉનને લાગૂ કરવામાં આવ્યું હતું. અને આ સમયમાં ઘણા લોકોની નોકરી પણ છીનવાઈ ગઈ હતી. સાથે જ લોકોના રોજગાર-ધંધા પર માઠી અસર પડી હતી. આ સમયમાં નોકરી (jobs) શોધતા યુવાનો માટે આ એક સારા સમાચાર આવ્યા છે.

Sep 20, 2021, 06:32 AM IST

પર્સનલ ફોન્સનું હેકિંગ થયું કે નહીં? પેગાસસ વિવાદમાં સરકાર પર સુપ્રીમ કોર્ટનું કડક વલણ, ચુકાદો સુરક્ષિત

કેન્દ્ર સરકાર તરફથી રજૂ સોલિસિટર જનરલ તુષાર મેહતાએ ખંડપીઠને જણાવ્યુ કે સરકાર આ મામલામાં વધારાની એફિડેવિટ દાખલ નહીં કરે કારણ કે તેમાં રાષ્ટ્રીય સુરક્ષાનો મામલો સામેલ છે.

Sep 13, 2021, 03:51 PM IST

તહેવારો પહેલાં સસ્તું થશે Cooking Oil, જમાખોરી પર લગાવવામાં આવશે લગામ

સરકારનું કહેવું છે ખાદ્ય ઓઇલના આયાત (Import) પર કસ્ટમના ભાવને ઓછા કરવા છતાં ભાવમાં ઘટાડો થઇ રહ્યો નથી અને તેનું એક કારણ જમાખોરી હોઇ શકે છે.

Sep 10, 2021, 09:52 PM IST

બિનકાયદેસર બાયોડિઝલનું હબ બની રહ્યું છે સુરત? સરકારના કથિત પ્રતિબંધ વચ્ચે ધમધોકાર વેચાણ

છેલ્લા કેટલાંય સમયથી સમગ્ર રાજ્યમાં બાયોડીઝલ ના વેચાણ ધુમ ચાલી રહ્યું છે. જેને કારણે બાયોડિઝલના વેચાણ કૌભાંડને ઝડપી પાડવા રાજ્ય સરકારે આદેશ આપવામાં આવ્યા છે. ત્યારે  પાંડેસરા અને સરથાણામાં કેમિકલ મિશ્રિત બાયોડીઝલનું વેચાણ કરવામાં વોન્ટેડ મનીષ મારવાડીને ઇકો સેલે ઝડપી પાડ્યો છે. મુંબઇ પોર્ટ અને કંડલાથી ઇન્ડસ્ટ્રીયલ કેમિકલ લાવી તેમાં પાંડેસરાના ગોડાઉનમાં ભેળસેળ કરી બાયોડીઝલના નામે વેચવાનું રેકેટ ચલાવતો હોવાનું બહાર આવ્યું હતું. 

Sep 7, 2021, 06:02 PM IST

New Labour Code: હવે સપ્તાહમાં મળશે ત્રણ રજા? 1 ઓક્ટોબરથી બદલાઈ રહ્યાં છે નિયમો

સપ્તાહમાં ત્રણ દિવસ રજાની માગ કર્મચારીઓ ઘણા સમયથી કરી રહ્યા છે. ત્યારે હવે તેમની માગને લઈ સરકાર ગંભીર રીતે વિચાર કરી રહી છે. મોદી સરકાર 1 ઓક્ટોબરથી નવા શ્રમ અને કાનૂન લાગૂ કરી શકે છે. જેમાં સપ્તાહમાં 3 દિવસ રજાની પણ વાત કરવામાં આવી છે.

Aug 30, 2021, 03:04 PM IST

આજે કેન્દ્ર સરકાર લોંચ કરશે E Shram Portal, જાણો આ ઈ-શ્રમ પોર્ટલ વિશે મહત્વની બાબતો

કેન્દ્ર સરકાર અસંગઠીત ક્ષેત્રોના કામદારોનો ડેટાબેઝ તૈયાર કરવા માટે આજે ઈ-શ્રમ પોર્ટલની શરૂઆત કરશે. પોર્ટલની શરૂઆત થઈ ગયા પછી અસંગઠીત ક્ષેત્રોના કામદારો પોતાનું રજીસ્ટ્રેશન કરી શક્શે.

Aug 26, 2021, 08:37 AM IST

રાત્રી કર્ફ્યૂમાં જન્માષ્ટમી પુરતી સરકારે આપી મોટી છુટ, ગણેશઉત્સવ અંગે પણ મહત્વનો આદેશ

રાજ્યમાં જન્માષ્ટમી અને ગણેશોત્સવના આગામી તહેવારોની ઉજવણી લોકો કરી શકે તે હેતુસર મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટિની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. જન્માષ્ટમી તા.૩૦/૮/ર૦ર૧ સોમવારે રાત્રે ૧ર કલાકે કૃષ્ણ જન્મોત્સવ ઉજવી શકાય તે માટે જે ૮ મહાનગરોમાં રાત્રિ કરફયૂ અમલમાં છે તે મહાનગરોમાં તા.૩૦ ઓગસ્ટના એક દિવસ પૂરતો રાત્રિ કરફયુ રાત્રિના ૧ વાગ્યાથી અમલી કરાશે.

Aug 24, 2021, 09:20 PM IST

GUJARAT સરકારનો અનોખો પ્રોજેક્ટ, ખેડૂત લાખો નહી કરોડપતિ બની જશે, તમે લાભ લીધો કે નહી?

ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તે માટે મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના ઉપક્રમે રાજ્યભરના 33 જિલ્લાના 80 સ્થાનોએ આયોજિત ‘સાત પગલાં કૃષિ કલ્યાણ’ના યોજનાનું ઇ-લોન્ચિંગ ગાંધીનગરથી કર્યુ હતું. રાજ્યના સંતુલિત વિકાસ માટે એગ્રીકલ્ચર, ઇન્ડસ્ટ્રી, સર્વિસ સેકટર સહિતના ગ્રોથમાં નવા સંશાધનો અને આધુનિક ખેતી પદ્ધતિ સાથે ગુજરાત વિકાસનું આગવું રોલ મોડેલ બન્યું છે. જેમાં બનાસકાંઠાના પણ ખેડૂતોએ મોટી સંખ્યામાં પાક સહાય યોજનાનો લાભ લઈને પોતાના ખેતરોમાં પાક સંગ્રહ માટેનું સ્ટ્રક્ચર બનાવ્યું છે.

Aug 21, 2021, 07:27 PM IST

ગુજરાતના ઉદ્યોગપતિઓને સરકાર તરફથી મોટી રાહત, કરોડો રૂપિયાની કરી રેલમછેલ

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના ઊદ્યોગકારો-ઔદ્યોગિક વસાહતોને કોવિડ19ની બીજી લહેરની અસરથી રાહત આપતા મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા. જી.આઈ.ડી.સીના અધ્યક્ષ બળવંતસિંહ રાજપૂત અને ઊદ્યોગ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે મુખ્યમંત્રીની બેઠકના પગલે જી.આઈ.ડી.સી દ્વારા ચાર નિતી વિષયક યોજનાઓ જાહેર કરવામાં આવી છે. 

Aug 21, 2021, 06:51 PM IST

સંસદીય કામકાજથી ખુશ નથી CJI રમના, ચિંતા વ્યક્ત કરતા બોલ્યા- હવે યોગ્ય ચર્ચા વગર પાસ થાય છે કાયદા

સીજેઆઈનું આ નિવેદન સંસદના ચોમાસુ સત્રની સમાપ્તિ બાદ આવ્યું છે. વિપક્ષનો એવો આરોપ છે કે પૂરતી ચર્ચા કરાવ્યા વગર ઉતાવળમાં બિલ પાસ કરાવવામાં આવી રહ્યાં છે. ચોમાસુ સત્ર દરમિયાન સારી રીતે કામકાજ થઈ શક્યું નહીં અને છેલ્લા દિવસે શરમજનક નજારો પણ જોવા મળ્યો હતો. 
 

Aug 15, 2021, 12:33 PM IST

અત્યાર સુધી ફળ મળતાં નહોતાં, હવે તો બધાને ફળ મળશે જ, સરકારનું અનોખું અભિયાન

* સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ ૨૦૨૧ને ફળ અને શાકભાજી વર્ષ તરીકે જાહેર કરાયું 
* સ્વાસ્થ્ય રક્ષા અને પોષણ માટે ફળઝાડ સહિત બાગાયતી વૃક્ષોના વાવેતર પ્રત્યે લોકજાગૃતિ કેળવવા રાજ્યપાલનો નવતર અભિગમ
* મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં રાજભવન ખાતે અને મુખ્યમંત્રી નિવાસસ્થાને સપરિવાર ફળઝાડનું વાવેતર કર્યુ

Aug 10, 2021, 08:31 PM IST

અમદાવાદના આ વિસ્તારમાં ઓક્સિજનનો ધોધ થશે, જાપાનની મિયાવાકી પદ્ધતી પર સરકારે કામ ચાલુ કર્યું

શહેરમાં સતત વધી રહેલા પ્રદુષણના કારણે પર્યાવરણને નુકસાન પહોંચી રહ્યું છે, તેવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આ પ્રદૂષણથી નાગરિકોને મુક્તિ મળે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પ્રદૂષણ ઘટાડવા અને ઓક્સિજનનો વ્યાપ ઘટાડવા માટે અલગ અલગ વિસ્તારોમાં વન ઉભા કરવામાં આવી રહ્યા છે. જેના અનુસંધાને શહેરના ગોતા વિસ્તારમાં જાપાનીઝ ટેક્નોલોજી મિયાવાકી પદ્ધતીથી ગોતામાં 65 હજાર વૃક્ષોનું ગાઢ જંગલ બનાવવામાં આવશે. જેની શરૂઆત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વૃક્ષ વાવીને કરી હતી. 

Aug 8, 2021, 09:18 PM IST

Ahmedabad: શિક્ષણ વિભાગની નીતિથી વધુ એક શિક્ષક સંઘ નારાજ, શિક્ષકો સરકાર સામે આંદોલનના મૂડમાં

શિક્ષણ વિભાગની નીતિથી (Education Department Policy) વધુ એક શિક્ષક સંઘ નારાજ જોવા મળી રહ્યો છે. ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ (Teachers Union) સરકાર સામે આંદોલનના મૂડમાં આવ્યો છે

Aug 2, 2021, 01:17 PM IST