શનિદેવ આ 4 રાશિવાળાને ન્યાલ કરી નાખશે, સૂતેલું ભાગ્ય જાગશે, ધનથી તિજોરીઓ છલકાશે
Saturn Direct: કર્મના ફળદાતા શનિદેવ હાલ વક્રી અવસ્થામાં સંચરણ કરી રહ્યા છે. એટલે કે હાલ તેઓ ઉલ્ટી ચાલ ચાલી રહ્યા છે. ન્યાયના દેવતા કહેવાતા શનિદેવ 4 નવેમ્બર 2023થી માર્ગી થવા જઈ રહ્યા છે. એટલે કે તેઓ ફરીથી સીધી ચાલ ચલશે. વૈદિક જ્યોતિષ મુજબ જ્યારે પણ કોઈ ગ્રહ માર્ગી થાય તો કેટલીક રાશિઓને શુભ ફળ મળે છે. શનિદેવ પણ માર્ગી થયા બાદ 4 રાશિવાળાઓને સકારાત્મક પરિણામ આપશે. એટલે કે આ રાશિઓને ફરીથી ભાગ્યનો સાથ મળવા લાગશે અને તેમના દરેક કામ થવા લાગશે.
શનિ દેવ
શનિદેવ કુંભ અને મકર રાશિના સ્વામી છે. તેઓ માણસને તેમના કર્મોના આધારે શુભ અને અશુભ ફળ આપે છે. શનિ ગોચર કરવામાં લાંબો સમય લે છે. તેમને એક રાશિમાંથી બીજી રાશિમાં જતા અઢી વર્ષનો સમય લાગે છે. જેમની કુંડળીમાં શનિ શુભ સ્થાન પર હોય છે એવા લોકો રાજસી જીવન જીવે છે.
તુલા રાશિ
શનિના માર્ગી થવાથી તુલા રાશિના જાતકો માટે કાર્યક્ષેત્રમાં પ્રગતિના યોગ બનશે. આકસ્મિક ધનલાભની તક મળશે. નોકરીયાતોને પ્રમોશનના ખુશખબર મળી શકે છે. વેપારીઓને સારો નફો મળી શકે છે.
વૃષભ રાશિ
વૃષભ રાશિવાળા માટે શનિનું માર્ગી થવું એ ફળદાયી સાબિત થશે. આ રાશિના જાતકોને નોકરી અને કારોબારમાં સારી પ્રગતિ થશે. આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે. નવી નોકરીની શોધ કરી રહેલા લોકોના સપના પૂરા થશે.
મિથુન રાશિ
શનિના માર્ગી થવાથી મિથુન રાશિના જાતકોને દરેક કામમાં સફળતા મળી શકે છે. ધનલાભની તકો મળશે. જેનાથી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. નોકરીયાત લોકોને જોબની સારી ઓફરો મળી શકે છે. માન સન્માન અને યશમાં વધારો થશે.
કુંભ રાશિ
શનિના માર્ગી થવાથી કુંભ રાશિના જાતકોના આત્મવિશ્વાસ અને સાહસમાં વધારો થશે. નોકરીયાતોને નવી નોકરી કે પ્રમોશનનો લાભ મળી શકે છે. વેપારીઓને કારોબારમાં ફાયદો થશે. જેનાથી સારો ધનલાભ થઈ શકે છે. (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
Trending Photos