Cricket બાદ હવે Shikhar Dhawan નું થશે ફિલ્મી ડેબ્યૂ, આ અભિનેત્રી સાથે આવશે નજર

Shikhar Dhawan Bollywood Debut: ક્રિકેટના મેદાન પર ચોગ્ગા-છગ્ગાથી ફેન્સના દિલ પર છવાઇ જનાર ભારતીય ઓપનર શિખર ધવન હવે ફિલ્મી પડદા પર જોવા મળશે. તે એક હિંદી ફિલ્મમાં જોવા મળશે. શિખર ધવન સાથે આ ફિલ્મમાં સોનાક્ષી સિન્હા અને હુમા કુરૈશી પણ કામ કરી રહી છે. સોશિયલ મીડિયા પર એક ફોટાએ આ વાતની પુષ્ટિ પણ કરી દીધી છે. 

શિખર ધવનનું બોલીવુડ ડેબ્ય

1/5
image

ટીમ ઇન્ડીયાને તાજેતરમાં જ પોતાની કેપ્ટનશિપમાં દક્ષિણ આફ્રીકા વિરૂદ્ધ વનડે સીરીઝમાં જીત અપાવનાર શિખર ધવન હવે ફિલ્મી પડદા પર પણ જોવા મળશે. તે હુમા કુરૈશી, સોનાક્ષી સિન્હા સાથે 'ડબલ એક્સ એલ' થી બોલીવુડમાં ડેબ્યૂ કરશે. 

'ડબલ એક્સ એલ' થી ફિલ્મી પડદે આગાઝ

2/5
image

બોલીવુડ અભિનેત્રી હુમા કુરૈશીએ શિખર ધવન સાથે તસવીરો શેર કરી છે. આ ફિલ્મ દરમિયનાની તસવીરો છે. તેમાં એક તસવીરમાં શિખર અને હુમા એકબીજાની આંખોમાં જોઇને રોમેન્ટિક પોઝ આપતા જોવા મળી રહ્યા છે. બીજા ફોટામાં શિખર અને હુમા હસતા જોવા મળે છે. 

સોનાક્ષી અને હુમા છે સાથે

3/5
image

'ડબલ એક્સ એલ' ફિલ્મમાં સોનાક્ષી સિન્હા અને હુમા કુરૈશી સાથે જોવા મળશે. ફિલ્મમાં જહીર ઇકબાલ પણ ચે, જેના નિર્દેશક સતરામ રમાની છે. 

સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે શિખર

4/5
image

શિખર ધવન સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટ્વિ રહે છે. તે મોટાભાગ પોતાનાફોટો-વીડિયો શેર કરતાં રહે છે, જેને ફેન્સ ખૂબ પસંદ પણ કરે છે. 

દક્ષિણ આફ્રીકા વિરૂદ્ધ જીતી વનડે સીરીઝ

5/5
image

શિખર ધવનની કેપ્ટનશિપમાં ભારતે તાજેતરમાં દક્ષિણ આફ્રીકાને ત્રણ મેચોની વનડે સીરીઝમાં 2-1 થી હરાવ્યા. દિલ્હીમાં રમાયેલી સીરીઝની ત્રીજી અને અંતિમ વનડે મેચમાં ભારતે મહેમાન ટીમને સાત વિકેટે માત આપી.