શનિ-શુક્ર 71 દિવસ સુધી આ 3 રાશિવાળાને કરાવશે અકલ્પનીય ધનલાભ, ઈચ્છાપૂર્તીનો સમય, રાજા-મહારાજા જેવું સુખ ભોગવશો!
જ્યોતિષ શાસ્ત્રમાં દરેક ગ્રહનું ખાસ મહત્વ છે. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં માત્ર એક ગ્રહની સ્થિતિ પણ મજબૂત હોય તો તેનો સકારાત્મક પ્રભાવ તેના પર પડશે. ખાસ કરીને જે લોકોના ઉપર કર્મફળ દાતા શનિ અને કળાના કારક ગ્રહ શુક્ર મહેરબાન હોય તેમના જીવનમાં સદા ખુશહાલી રહે છે. કોઈ પણ ચીજ મેળવવા માટે તેમણે વધુ મહેનત કરવી પડતી નથી. જો કે જ્યારે જ્યારે શનિ અને શુક્રના ગોચર કે યુતિ થાય છે ત્યારે તેની સકારાત્મક અને નકારાત્મક અસર તમામ રાશિઓ પર પડે છે.
હિંદુ પંચાગ મુજબ કર્મફળ દાતા શનિદેવ હાલ કુંભ રાશિમાં છે. જ્યાં તેઓ 29 માર્ચ 2025 સુધી રહેશે. જો કે આ બધા વચ્ચે 28 ડિસેમ્બર 2024ના રોજ રાતે 11.48 વાગે શુક્ર દેવ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. શુક્ર કુંભ રાશિમાં 28 જાન્યુઆરી 2025 સુધી રહેશે. આવામાં 28 ડિસેમ્બરના રોજ શનિ અને શુક્રની યુતિ થશે. ત્યારે આવનારા 71 દિવસ કઈ 3 રાશિઓ પર શનિ અને શુક્ર મહેરબાન રહેશે તે ખાસ જાણો.
વૃષભ રાશિ
આવનારા 71 દિવસ સુધી વૃષભ રાશિના જાતકો ઉપર શનિ અને શુક્ર દેવ મહેરબાન રહેશે. ભાગ્યથી મળી રહેલા સાથને કારણે યુવા વર્ગને દરેક કામમાં સફળતા મળશે. આ ઉપરાંત ધન કમાવવાની નવી નવી તકો મળશે. જેનાથી આર્થિક સ્થિતિ સદ્ધર રહેશે. નોકરીયાતોને સારી કંપનીમાં જોબ લાગી શકે છે. જ્યાં પદોન્નતિ થવાની પણ સંભાવના છે. આર્થિક સમૃદ્ધિ વધશે.
સિંહ રાશિ
શુક્ર અને શનિની કૃપાથી સિંહ રાશિના જાતકો જીવનમાં ઉચો મુકામ મેળવી શકે છે. કરિયરમાં આગળ વધવાની તક મળશે. નોકરીયાતોને પદોન્નતિના શુભ સમાચાર મળી શકે છે. આ સિવાય આવકમાં પણ વધારો થવાની શક્યતા છે. જે લોકો પોતાનો ધંધો શરૂ કરવા માંગતા હોય તેમનું સપનું જલદી સાકાર થઈ શકે છે.
મીન રાશિ
આર્થિક સ્થિતિમાં સુધારો આવવાના કારણે મીન રાશિના જાતકોનો મૂડ આવનારા કેટલાક દિવસો સુધી સારો રહેશે. વિદ્યાર્થીઓના મનમાં કરયિરને લઈને ચાલી રહેલી ઉથલપાથલ શાંત થશે. પરિણીતોનું લગ્ન જીવન ખુશનુમા રહેશે. આ ઉપરાંત મિત્રો કે પરિવારજનો સાથે બહાર જવાનો પ્રોગ્રામ બનાવી શકો છો. અપરણિતોના જલદી લગ્ન થઈ શકે છે.
Disclaimer:
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
Trending Photos